GJ-3 ઢોસા કોર્નરના સંભાર અને દ્વારકાધીશ હોટલની ચટણીમાં કલરની ભેળસેળ મળી
રૂ.૨.૫૦ લાખનો દંડ અને સંચાલકોને છ મહિનાની જેલની સજા : આજે 3૧ ધંધાર્થીઓને ત્યાં ચકાસણી, ચાર સ્થળેથી નમૂના લેવાયા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર કે.જે.સરવૈયા દ્વારા તા.12-12-2019 ના રોજ “G.J-3 ઢોસા કોર્નર” સિલ્વર ગોલ્ડ મેઇન રોડ અંબિકા ટાઉનશીપ મે. રોડ, રંગ ઉપવનની સામે, નાના મવા રોડ, રાજકોટ મુકામેથી “સાંભાર (લુઝ)” નો નમુનો સાક્ષીપંચની હાજરીમાં લેવામાં આવેલ. ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરાના ફૂડ એનાલિસ્ટ દ્વારા આપયેલા રિપોર્ટમાં સદરહુ નમૂનામાં કાયદાથી પ્રતિબંધિત પિંક કલર નોન પરમીટેડ – ઓઇલ સોલ્યુબલ કલરની હાજરી મળી આવેલ હોવાથી નમૂનો “અનસેફ ફૂડ” જાહેર કરવામાં આવેલ. જેથી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -2006 અને તે હેઠળના નિયમાનુસાર કાર્યવાહી કરી મ્યુનિસિપલ કોર્ટ રાજકોટ સમક્ષ રાજકોટ મહાનગરપાલિકા તરફે ફૂડ સેફ્ટી ઓફિસર કે.જે.સરવૈયા દ્વારા ફોજદારી કેસ દાખલ કરવામાં આવેલ. સદરહુ કેસ ચાલી જતાં જ્યુ. મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ -મ્યુનિસિપલ કોર્ટ દ્વારા તમામ દસ્તાવેજી પુરાવા તથા રજૂઆતને ધ્યાને લઈ રાજકોટ મહાનગરપાલિકા તરફે ચુકાદો આપતા નામદાર જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ (મ્યુની) કમલેશકુમાર આર. ગાગનાણી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 ની કલમ-3(1)(zz) અન્વયે અનસેફ જાહેર થયેલ ખાદ્યચીજને કલમ-59 હેઠળ તકસીરવાન ઠરાવી રવિભાઈ પ્રવીણભાઈ મેઘાણી (નમૂનો આપનાર ફૂડ બિઝનેશ ઓપરેટર-પેઢીના માલિક) ને 6 માસની સખત કેદની સજા તથા રૂ.50,000/- (અંકે રૂપિયા પચાસ હજાર પૂરા) નો દંડ ભરવાનો હુકમ કરવામાં આવેલ છે. અને જો દંડ ન ભરવામાં આવે તો વધુ 2 માસની સજા ભોગવવાનો હૂકમ કરેલ છે. તેમજ “જય દ્વારકાધીશ હોટલ” સ્થળ: FSL લેબોરેટરી સામે, કિડની હોસ્પિટલ પાસે, યુનિવર્સિટી રોડ રાજકોટ મુકામેથી “લસણ મરચાંની ચટણી (લુઝ)” નો નમુનો સાક્ષીપંચની હાજરીમાં લેવામાં આવેલ. ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરાના ફૂડ એનાલિસ્ટ દ્વારા આપયેલા રિપોર્ટમાં સદરહુ નમૂનામાં કાયદાથી પ્રતિબંધિત નોન પરમીટેડ-પિન્ક & ઓરેન્જ કલર ઓઇલ સોલ્યુબલ ડાઈ ની હાજરી મળી આવેલ હોવાથી નમૂનો “અનસેફ ફૂડ” જાહેર કરવામાં આવેલ. જેથી કનુભાઈ નાગજીભાઇ બાંભવા (નમૂનો આપનાર ફૂડ બિઝનેશ ઓપરેટર-પેઢીના માલિક) ને 6 માસની સખત કેદની સજા તથા રૂ.2,00,000/- (અંકે રૂપિયા બે લાખ પૂરા) ના દંડ ભરવાનો ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના અમિન માર્ગ તથા રેસકોર્સ રિંગ રોડ વિસ્તારમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ 31 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 4 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ 27 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
ફૂડ વિભાગે શિવ એન્ટરપ્રાઇઝ, ફૂડ અડ્ડા, જયશ્રી જામનગરી ઘૂઘરા, 9834 FRUIT TRUCK,ને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી. તેમજ ન્યુ કૈલાશ ફરસાણ, જય જલારામ ફ્રૂટ, ચેતન સિઝન સ્ટોર, પાયલ પંજાબી ફૂડ, પાયલ ડેરી ફાર્મ, પાયલ રસ, સ્વામિનારાયણ ફૂડ ઝોન, શક્તિ ફરસાણ, ભવાની ફરસાણ, બજરંગ ફરસાણ, ગનીભાઇ મદ્રાસ કાફે, દિપક સેન્ડવિચ, પાટિલ વડાપાઉં, સોનલ પંજાબી ફૂડ, કે ક્રંચી રિપબ્લિક કાફે, એન્જલ મદ્રાસ કાફે, શ્રેય રીક્રિયેશન(સંકલ્પ રેસ્ટોરન્ટ), સોનાલી રેસ્ટોરન્ટ, પટેલ આઇસ્ક્રીમ, સિપ અપ સોશિયલ (નેસ કાફે), એસ.વી. એન્ટરપ્રાઇઝ(ટી-પોસ્ટ), શિવ આઇસ્ક્રીમ, બિગબાઇટ, મારુતિ નંદન ફૂડ(રોલીઝ આઇસ્ક્રીમ), ચા-વાલા કાફે, માણેકચોક સેન્ડવિચ, હૂબર & હોલીની ચકાસણી કરવામાં આવેલ. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ -2006 હેઠળ નીચે મુજબની વિગતે કુલ 4 નમૂના લેવામાં આવ્યા હતાં. જેમાં રાજભોગ આઇસ્ક્રીમ (લૂઝ): આવિષ્કાર આઇસક્રીમ, “વ્રજ અક્ષર”, શોપ નં. 11, અંબિકા ટાઉનશિપ, સિટી ક્લાસિક પાસે, માવામલાઈ આઇસ્ક્રીમ (લૂઝ): આવિષ્કાર આઇસક્રીમ, “વ્રજ અક્ષર”, શોપ નં. 11, અંબિકા ટાઉનશિપ, સિટી ક્લાસિક પાસે, કેસર કુલ્ફી (લૂઝ): કે.કે. ફૂડ પ્રોડક્ટસ, શ્યામ પાર્ક મેઇન રોડ, માસૂમ સ્કૂલ પાછળ, ગોલ્ડન આર્ક બિલ્ડીંગની પાસે, મોટા મવા, કાજુ ગુલકંદ આઇસક્રીમ (લૂઝ): કે.કે. ફૂડ પ્રોડક્ટસ, શ્યામ પાર્ક મેઇન રોડ, માસૂમ સ્કૂલ પાછળ, ગોલ્ડન આર્ક બિલ્ડીંગની પાસે, મોટા મવા ખાતેથી નમૂના લેવામાં આવ્યા હતાં.


