By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading:  રાજકોટ-જેતપુર હાઇવેની ૭૦ ટકા કામગીરી પૂર્ણ : કલેકટર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 રાજકોટ-જેતપુર હાઇવેની ૭૦ ટકા કામગીરી પૂર્ણ : કલેકટર

Editor
Last updated: 2026/05/21 at 4:05 PM
3 months ago
Share
 રાજકોટ-જેતપુર હાઇવેની ૭૦ ટકા કામગીરી પૂર્ણ : કલેકટર
SHARE

હજારો વાહન ચાલકો અને સ્થાનિકો માટે રાહતરૂપ વાવડ

 રાજકોટ-જેતપુર હાઇવેની ૭૦ ટકા કામગીરી પૂર્ણ : કલેકટર

 ચોમાસા પહેલા વધુ ત્રણ ઓવરબ્રીજ ખુલ્લા મૂકવાની તંત્રની તૈયારી : છેલ્લા આઠ મહિનામાં કામગીરીમાં ઝડપ આવી : 3૨ ટકા કામગીરી થઇ : સમય મર્યાદામાં પ્રોજેકટ પૂર્ણ કરવાની તંત્રની મથામણ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ-જેતપુર સિકસલેન હાઇ-વેની કામગીરી ૭૦ ટકા જેટલી પૂર્ણ થઇ ગઇ છે અને હવે માત્ર 3૦ ટકા જેટલી બાકી છે. છેલ્લા આઠ મહિનામાં આ કામગીરીમાં પ્રગતિ જોવા મળી રહી છે. આઠ મહિનામાં 3૨ ટકા જેટલી ઝડપી કામગીરી કરવામાં આવી છે.

આ અંગે રાજકોટ જિલ્લા કલેકટર ડો.ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે રાજકોટ-જેતપુર સિકસલેનની કામગીરી ૭૦ ટકા જેટલી પૂર્ણ થઇ ગઇ છે. તેમજ લોકોની ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખી ચોમાસા પહેલા વધુ ત્રણ ઓવરબ્રીજ શરૂ કરી દેવાની તંત્ર દ્વારા તૈયારીઓ ચાલી રહી છે. હાઇ-વેની ત્રણેય એજન્સીઓને સાથે રાખી બાકીની 3૦ ટકા કામગીરી પણ સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવે અને ગુણવત્તા જાળવી કામગીરી કરવાની સૂચના આપવામાં આવી છે.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિની મળતી વિગતો અનુસાર, પીઠડીયા પાસે એક બ્રિજ શરૂ કરી દેવાયો છે અને બીજો 1 જૂનથી કાર્યરત થશે. વીરપુરમાં ત્રણેય બ્રિજ અને કાગવડ ખોડલધામ પાસે એક બ્રિજ લોકો માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત ચરખડી અને ગોમટામાં પણ બ્રિજની કામગીરી પૂર્ણ થઈ છે, જ્યારે ચોરડી પાસેના બ્રિજનું કામ ચોમાસા બાદ હાથ ધરવામાં આવશે. આશાપુરા ચોકડી પાસે ચાલી રહેલું બ્રિજનું કામ સપ્ટેમ્બર 2026 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. હાલમાં ભોજપરા, બીલીયાળા અને ભૂણાવા જેવા વિસ્તારોમાં બ્રિજની કામગીરી ચાલી રહી છે.

જો કે સૂત્રોએ જણાવ્યું હતું કે બીજી તરફ, ટેકનિકલ અને વહીવટી મંજૂરીઓના કારણે કેટલાક કામો અટવાયા છે. જામવાડી અને ગોંડલ વચ્ચેના ચાર બ્રિજ પર કોન્ક્રીટ રોડ બનાવવાનો છે, પરંતુ ત્યાંથી પસાર થતી ‘જેટકો’ની હાઈટેન્શન લાઈન માટે હજુ મંજૂરી મેળવવાની બાકી છે. આમ રાજકોટથી જૂનાગઢ, સોમનાથ અને પોરબંદર તરફ જતાં મુસાફરોને હાઈવેના સંપૂર્ણ લોકાર્પણ માટે વાહનચાલકોએ હજુ એક વર્ષથી વધુ સમયની રાહ જોવી પડશે.

સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ ન થવાના કારણો

અહેવાલ મુજબ, રાજકોટના કોરાટ ચોક પાસે નવા એલિવેટેડ ઓવરપાસની મંજૂરી મળવાના કારણે ડિઝાઇનમાં ફેરફાર કરવો પડ્યો છે. આ ઉપરાંત, આજી અને ખોખળદડ નદી વચ્ચેથી પસાર થતી મહાનગરપાલિકાની પાણીની પાઈપલાઈન નડતરરૂપ બનતા બ્રિજની કામગીરી અટકી પડી છે. નવી જાહેર કરાયેલી સમયમર્યાદા અનુસાર, હાઈવે પરના 28 ઓવરપાસ જાન્યુઆરી-2027 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે, જ્યારે બાકીના મુખ્ય બ્રિજ અને એલિવેટેડ ઓવરપાસ જૂન-2027 સુધીમાં તૈયાર થવાની સંભાવના છે.

 

1200 કરોડના પ્રોજેક્ટનો ખર્ચ 1500 કરોડે પહોંચ્યો

રાજકોટ-જેતપુર સીક્સ લેન બ્રિજ કે જે જૂન 2024 માં પૂર્ણ થવાનું હતું તેમાં તારીખ પે તારીખ જોવા મળી છે . હાલ છે વિગતો મળી રહી છે તે મુજબ સરકારે વધુ એક નવો ઓવર પાસ બનાવવાનો નિર્ણય લીધો છે જે આગામી 2027 જૂન માસમાં પૂર્ણ થાય તેવું હાલ જણાવ્યું છે. જ્યારે ઓગસ્ટ 2022 માં બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો તે સમયે 1204 કરોડ રૂૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ જેમ જેમ સમય પસાર થયો તેમ તેમ બજેટમાં પણ વધારો થયો ને હાલ રાજકોટ જેતપુર સિક્સ લેન્ડ હાઇવે નું બજેટ 1500 કરોડે પહોંચી ગયું છે. ત્યારે સરકારે અંડર પાસ મંજૂર કરતા રાજકોટ-જેતપુર સિક્સ લેનના કામમાં ફરી વિલંબ આવશે કારણ કે કોરાટ ચોક પાસેનો એલિવેટેડ ઓવરપાસ નવો મંજૂર થયો છે.

You Might Also Like

સિંહોની સુરક્ષા માટે આંબરડી સફારી પાર્કમાં ૧૦૦ હેકટરમાં બનશે ખેક ખાસ સમિતિ ક્ષેત્ર

સાળંગપુર દર્શન કરી પરત ફરતા વેરાવળના નાયબ મામલતદારનું અકસ્માતમાં કરૂણ મોત

સોનું-ચાંદીમાં તેજી, ક્રૂડમાં ઉછાળો; રૂપિયો દબાણમાં, સેન્સેક્સ-નિફ્ટી સાવધ!

રાજકોટમાં ‘નશા મુક્ત યુવા – વિકસિત ભારત’ જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ યોજાઈ

રાજકોઠ ડિવીઝનનના જામનગર યાર્ડમાં વિન્ડમિલ લાઇનના ટ્રેક લેઆઉટમાં સુધારો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સિલિકોસિસગ્રસ્તોના ઉઠાવવામાં આવેલા વાંધાઓ સ્પષ્ટ જવાબ આપવા સરકારને HCનો આદેશ
અમદાવાદ

સિલિકોસિસગ્રસ્તોના ઉઠાવવામાં આવેલા વાંધાઓ સ્પષ્ટ જવાબ આપવા સરકારને HCનો આદેશ

Editor By Editor 4 days ago
GIDC કૌભાંડમાં જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માંગ
ધોરાજી સરકારી હોસ્પિટલમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો: દૈનિક OPD ૧,૦૦૦ને પાર
ધોકા સાથે ગુજરાત કોલેજમાં ABVPના કાર્યકર્તાઓનો આતંક
ગોંડલ નાગરિક બેંકમાં શિલ્પાબા ચુડાસમા બિનહરીફ વાઇસ ચેરમેન ચૂંટાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?