કણકોટની વિવિધ સોસાયટીઓમાં પહોંચ્યા નર્મદાના નીર, લોકોની સમસ્યાનું નિરાકરણ
સાંસદ સહિતના મહાનુભાવોના હસ્તે પાઇપલાઇનનું લોકાર્પણ
અગ્ર ગુજરાત, રાજકોટ
કણકોટ સોસાયટી વિસ્તારમાં મારૂતિનગર, સ્વામીનારાયણ પાર્ક, નિર્માણનગર, અરિહંતનગર વિસ્તારમાં પીવાના પાણીની ખૂબ જ મુશ્કેલી પડી રહી હોય તો સોસાયટીના પ્રમુખો વિસ્તારના આગેવાનો દ્વારા રાજકોટ જિલ્લા પંચાયતના સભ્ય પ્રતિનિધિ રાજાભાઈ ચાવડા(૧૦૮) ને રજુઆત કરતાં તાત્કાલિક તેમની રજુઆત નો રૂડા માં પહોચાડી અને અંગત રસ દાખવી અને પ્રયત્નશીલ થઈ અને આ વિસ્તારને પાણીની લાઇનનું નેટવર્ક નર્મદાની લાઇન માથી આપી તેમને અને ઘરે ઘરે નળ કનેક્શન આપી ખૂબ જ સારી સુવિધા પૂરી પાડેલ જેથી આજ રોજ લોકાર્પણ નો કાર્યક્રમ રાખેલ અને આ યોજના નો લાભ આ યોજનાનો લાભ અપાવનાર સર્વે રાજકોટ લોકસભાના સાંસદ પરષોતમભાઈ રૂપાલા, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, રાજકોટ જિલ્લા ભાજપાના પ્રભારી ભરતભાઈ આર્ય, રાજકોટ જિલ્લા ભાજપાના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા, રાજકોટ જિલ્લા ભાજપાના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા તથા રાજકોટ જિલ્લા ભાજપા ના મહામંત્રી હરેશભાઈ હેરભા , રાજકોટ જિલ્લા પંચાયતના બેડી-3 સભ્ય પ્રતિનિધિ રાજાભાઈ ચાવડા (૧૦૮) રાજકોટ તાલુકા ભાજપાના પ્રમુખ કેયૂરભાઈ ઢોલરીયા, રાજકોટ તાલુકા પંચાયતના સભ્ય પ્રતિનિધિ જીતુભાઈ દાફડા, પૂર્વ તાલુકા પંચાયત સભ્ય પ્રતિનિધિ વિક્રમભાઈ હુંબલ, રાજકોટ તાલુકા ભાજપાના કિશાન મોરચાના ઉપ પ્રમુખ પદુભા ચુડાસમા, સરપંચ હસુભાઈ વેકરીયા, પરેશભાઈ વ્યાસ(અદા), લાલજીભાઈ વિરાણી વિસ્તારવાસી ઑ દ્વારા વગેરેનું સન્માન અને આભાર વ્યક્ત કરવામાં આવેલ. આ પ્રસંગે સોસાયટીના સભ્યો કિરીટભાઈ ચાંડપા, કિશોરભાઈ સોલંકી, હસુભાઈ વાઘેલા, ભરતભાઈ વરણ, બાબુભાઇ, જયેશભાઈ પરમાર, દિપકભાઈ રાઠોડ, વિજયભાઈ પરમાર, મેહુલભાઈ આસુરામભાઈ મારવાડી, ગાંડુબાપા વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


