નાડોદા રાજપુત ક્ષત્રિયાણી સમિતિ દ્વારા ૨૦૫ દીકરીઓ માટે ૪ દિવસીય પ્રશિક્ષણ વર્ગ યોજાયો
આત્મ રક્ષણ માટે કરાટે, દંડ નિયુધ્ધ , તલવારબાજી જેવી ટ્રેનિંગ અને સંસ્કાર માટે વૈદિક શિક્ષાજ્ઞાન અને સોળ સંસ્કાર ની માહિતી અપાઈ
અગ્ર ગુજરાત, રાજકોટ
નાડોદા રાજપુત ક્ષત્રિયાણી સમિતિ- ગુજરાત દ્વારા સમાજની દીકરીઓના શારીરિક માનસિક બૌદ્ધિક અને આધ્યાત્મિક વિકાસ માટે દર વર્ષે મે મહિનામાં નિવાસી પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે માંડલ ખાતે મહર્ષિ દયાનંદ વિદ્યાપીઠ સંકુલમાં પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રશિક્ષણ વર્ગ ચાર દિવસનો રાખેલ હતો. પ્રશિક્ષણ વર્ગમાં દીકરીઓને આત્મ રક્ષણ માટે કરાટે, દંડ નિયુધ્ધ , તલવારબાજી જેવી ટ્રેનિંગ અને સંસ્કાર માટે વૈદિક શિક્ષાજ્ઞાન અને સોળ સંસ્કાર ની માહિતી આપવામાં આવી હતી. બૌદ્ધિક વિકાસ માટે ક્ષત્રિય એટલે શું સોશિયલ મીડિયાની ખરાબ અસરો લવ જેહાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પરિચય, પંચ પરિવર્તન જેવા વિષયો ની માહિતી આપવામાં આવી હતી.
પ્રશિક્ષણ વર્ગમાં ૨૦૫ દીકરીઓએ પ્રશિક્ષણ માં હાજરી આપી હતી. પ્રશિક્ષણ વર્ગના મુખ્ય ભોજન દાતાઓ તરીકે ચમનભાઈ ભવાનભાઈ સિંધવ હસ્તે-દર્શનસિંહ ચમનભાઈ સિંધવ ,” રાજ શક્તિ કન્સ્ટ્રક્શન” તથા પુંજાભાઈ કાળાભાઈ ડાભી હસ્તે-રમેશભાઈ તથા નરેશભાઈ (ડી.કે એન્ટરપ્રાઇઝ રાજકોટ) તરફથી દાન મળ્યું હતું.
અન્ય દાતાઓમાં પ્રવિણસિંહ ચાવડા, પ્રવીણભાઈ ભાલૈયા, મનુભાઈ પાવરા, નારણભાઈ સગર, લાલજીભાઈ ચાવડા, રિદ્ધિ સિદ્ધિ જાદવ, ભરતસિંહ સિંધવ, મનસ્વી બા સિંધવ, નરકેસરી પ્રકાશન જેઠુબા પરમાર, મનુભાઈ ચાવડા જાદવ યુગ પરમાર આરતીબા પરમાર તરફથી દાન મળેલ હતું. વર્ગનું સંપૂર્ણ આયોજન ડો. કોમલબા ચાવડા તથા સમિતિના ઉપપ્રમુખ ગીતાબા ડોડ, મિત્તલબા સિંધવ, અસ્મિતાબા ડોડીયા, પ્રીતિબા ચાવડા, તૃષાબા રાજપુત, હેતલબા ચાવડા, રક્ષાબેન, ચંદ્રિકાબેન, ઉમાબેન એ સંભાળ્યું હતું.


