મણિયાર જૈન સંઘ-શ્રી માણિભદ્ર વીર આરાધના ભવન ખાતે તીર્થ તરફનો વિહાર
બંધુબેલડી આ.શ્રી જિન-હેમચંદ્રસાગર સૂરિજી મ.આદિ ઠાણાનો ઋણ સ્વીકાર સમારોહ યોજાયો
કાલે જૈન શ્રેષ્ઠી મુકેશભાઈ મિઠાણી પરિવારના આંગણે: શનિવારે અયોધ્યાપુરમ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જૈન તપગચ્છ સંઘ દ્વારા સંચાલિત માણિભદ્ર આરાધના ભવનમાં આજે શ્રી સુપાર્શ્વનાથ દાદાની 200મી ધજા નિમિત્તે અયોધ્યાપુરમ તીર્થના પ્રેરક બંધુબેલડી આ.ભ.શ્રી જિન-હેમચંદ્રસાગર સૂરિજી મ. આ.શ્રી પ્રસન્નચંદ્રસાગર સૂરિજી મ. આશ્રી પદ્મચંદ્રસાગર સૂરિજી મ. તથા આ.શ્રી તારકચંદ્રસાગર સૂરિજી મ. આદિ વિશાળ શ્રમણ વૃંદનો વિદાય વ્યાખ્યાન તથા ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
સંઘ પ્રમુખ જીતુભાઈ ચા વાળા, પંકજભાઈ કોઠારી, કિરીટભાઈ સંઘવી, જીતુભાઈ મારવાડી, અરૂણભાઈ દોશી, શ્રેણિક દોશી, દિલીપભાઈ ટોળીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે શ્રી સુપાર્શ્વનાથ દાદાની ધજાના લાભાર્થી ચારૂલબેન હિતેશભાઈ દોશી પરિવાર તથા શ્રી માણિભદ્રવીરની 200મી ધજાના લાભાર્થી પરિવારનું સન્માન કરવામાં આવેલ હતું.
બંધુ બેલડી આ.શ્રી જિન-હેમચંદ્રસાગર સૂરિજી મ.આદિઠાણા વિશાળ પરિવાર સાથે આજે સાંજે 6-30 કલાકે હિતેશભાઈ દોશીના આંગણે (હિત, નિલય બંગલો નં.4,6, જનતા સોસાયટી, મહિલા કોલેજ ચોક) પધારશે. રાત્રે પૂ.ગુરૂ ભગવંત આદિની નિશ્રા દોશી પરિવારના નિવાસસ્થાને રહેશે. આવતીકાલે પૂ.ગુરૂદેવ આદિ વિશાળ શ્રમણ પરિવાર 1/4 ગીતાનગર, વિશ્ર્વેશ્ર્વર એપાર્ટમેન્ટ, ઢેબર રોડ, રાજકોટ ખાતે જૈન શ્રેષ્ઠી મુકેશભાઈ હીરાચંદ મિઠાણી (સિધ્ધાર્થભાઈ પરિવાર)ના આંગણે પધારશે. કાલે સવારે 7 વાગે ઢેબર રોડ, પાણીના ટાંકાતી સામૈયાનો પ્રારંભ થશે ત્યારબાદ પૂજય ગુરૂદેવ આદી મહાત્માઓ શ્રમજીવી દેરાસરે દર્શન વંદન બાદ મિઠાણી પરિવારના આંગણે પધારશે અને પૂજયશ્રી માંગલિક ફરમાવશે.
પૂ.ગુરૂદેવ આદિ મહાત્માઓનો તા.23મીના વહેલી સવારે અયોધ્યાપુરમ તીર્થ જવા વિહાર કરશે. વિહારના પહેલા ચરણમાં પૂજય ગુરૂદેવ આદીઠાણા આજી ડેમ દેરાસરે સવારે આવી જશે. સંભવત શનિવારે સાંજે આગળ ઉપર વિહાર કરશે.


