પંચમહાલના શહેરામાં પોલીસ દ્વારા ફલેગ માર્ચ યોજાઇ
શકીલ હીરા શેખ
અગ્ર ગુજરાત, પંચમહાલ
પંચમહાલ જિલ્લાના શહેરા શહેરમાં બકરા ઈદ તહેવારને લઈ શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં ઉજવાય તેને લઈ શહેરા પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. આ ફ્લેગ માર્ચમાં DySP બ્રિન્દા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા ત્યારીયો હોવાનું સંદેશ આપવામાં આવ્યો હતો.
ફ્લેગ માર્ચ દરમિયાન શહેરા પોલીસ મથકના PI એચ.વી. સીસારા (આહીર), PSI પુજા પારગી સહિત પોલીસ સ્ટાફના જવાનો જોડાયા હતા. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું તેમજ લોકોને શાંતિ અને સૌહાર્દ જાળવવા અપીલ કરવામાં આવી હતી.
પોલીસ તંત્ર દ્વારા બકરા ઈદ તહેવારને લઈ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સતત નજર રાખવામાં આવી રહી છે


