By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગીરગઢડાના સદાવાળી ધાર વિસ્તારમાં ગંદકી નું સામ્રાજ્ય,, સડેલા ઢોર ખાવા સિંહો મવજબૂર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ગીરગઢડાના સદાવાળી ધાર વિસ્તારમાં ગંદકી નું સામ્રાજ્ય,, સડેલા ઢોર ખાવા સિંહો મવજબૂર

Editor
Last updated: 2026/05/28 at 1:32 PM
2 months ago
Share
ગીરગઢડાના સદાવાળી ધાર વિસ્તારમાં ગંદકી નું સામ્રાજ્ય,, સડેલા ઢોર ખાવા સિંહો મવજબૂર
SHARE

ગીરગઢડાના સદાવાળી ધાર વિસ્તારમાં ગંદકી નું સામ્રાજ્ય,, સડેલા ઢોર ખાવા સિંહો મવજબૂર

એક સિંહ પાછળ લાખોનો ખર્ચ, પણ ભૂખ ઠારવાની વ્યવસ્થા શૂન્ય, વન્યપ્રેમીઓનો વન વિભાગ પર પ્રહાર

બે દિવસમાં 3 સિંહના મોત, 35-40 સિંહોનું અસ્તિત્વ જોખમમાં: બાલુભાઈ હિરપરાનો ચોંકાવનારો ખુલાસો

 

અગ્ર ગુજરાત, ઉના

વિશ્વભરમાં પ્રખ્યાત ગીરના એશિયાઈ સિંહોનું અસ્તિત્વ આજે માનવ બેદરકારી અને વનવિભાગની ઘોર નિષ્ક્રિયતાના કારણે જોખમમાં મુકાઈ ગયું છે. ગીરગઢડાજામવાળા રોડ પર આવેલી સદાવાળી ધાર નજીક ગ્રામજનો દ્વારા બેરોકટોક મરણ પામેલા ઢોર અનેગામનોકચરોઠાલવવા માં આવી રહ્યો છે.ભૂખથી લાચાર બનેલા સિંહો દિવસો થી સડી ગયેલા, જીવાત પડી ગયેલા પશુઓનું માંસ ખાવા મજબૂર બનતા ગંભીર રોગનો શિકાર બની રહ્યા છે અને અકાળે મોતને ભેટી રહ્યા છે.

બાબરીયા-જશાધાર રેન્જ ફોરેસ્ટ વિસ્તારમાં વર્ષોથી ફાર્મ ધરાવતા વન્ય પ્રેમી બાલુભાઈ હિરપરાએ ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું કે,છેલ્લા ત્રણ-ચાર દિવસમાં આ પંથકમાં ત્રણેક સિંહોના મોત થયા છે. હાલ ફરેડા-ઝાખીયા વિસ્તારમાંથી ત્રણ સિંહને રેસ્ક્યૂકરીજશાધાર એનિમલ કેર હોસ્પિટલમાં ખસેડાયા છે, જ્યારે બે સિંહ મોતને ભેટી ચૂક્યા છે.  થોરડી, ભાખા, ફરેડા, ઝાખીયા, ગીરગઢડા, ધાબાવડ, ઉમેદપરા વિસ્તારમાં હાલ 35 થી 40 સિંહોનો કાયમી વસવાટ છે અને આ તમામની સદા વાળી ધાર નજીક રોજિંદી અવર-જવર રહે છે. આ વિસ્તાર સંપૂર્ણજંગલ બોર્ડરને અડીને આવેલોહોવાથી સ્થિતિવધુગંભીરબની છે.

બાલુભાઈ હિરપરા વ્યથા ઠાલવતા કહે છે કે, સિંહ પોતે કરેલું મારણ પણ શાંતિથી ખાઈ શકતો નથી. ગામ માં સિંહ મારણ કરે એટલે લોકોના ટોળાભેગાથઈજાય. સિંહને ખલેલ પહોંચતા તે મારણ છોડીને જતો રહે છે. પછી ગામલોકો એ મરેલા પશુને ઉંચકીને ધાર પર ફેંકી દે છે. ચાર-પાંચ દિવસની ભૂખથી અશક્ત બનેલો સિંહ આખરે એ સડેલું, ઇતરી-જીવાત પડી ગયેલું માંસખાવા મજબૂર બને છે. તેમણે એક સિંહનો વીડિયો શેર કરતા જણાવ્યું કે, આ સિંહ જુઓ, ચાર-પાંચ દિવસની ભૂખ ના કારણે કેટલો અશક્ત અને કમજોર બનીને રોડ પર ચાલી રહ્યો છે. પૂરતો ખોરાક જ ન મળતો હોવાથીસિંહ ઇતરી જીવાત સામે લાચાર બની ગયો છે.

 

સડેલું માંસ ધીમું ઝેર કેવી રીતે મરી રહ્યા છે સિંહ?  

વન્યજીવ નિષ્ણાતો સ્પષ્ટ કરે છે કે નબળા અને મરણ પામેલાપશુઓમાં ઇતરીનું પ્રમાણવધુ હોયછે.સડીગયેલું માંસ, તેમાં પડેલી ઇતરી અને જીવાત સિંહના શરીરમાં જતાં પેટના ગંભીર રોગો, લોહીનું ઇન્ફેક્શન, કુપોષણ અને રોગપ્રતિકારક શક્તિ ખતમ થઈ જાય છે.પરિણામે સાવજ ધીમે ધીમે અશક્ત બની અકાળે મોતને ભેટે છે.

 

મરેલા પશુ નાખવા સામે પ્રતિબંધ મૂકવામાં આવે

ગામમાં થતા મારણમાં સિંહને ખલેલ ન પહોંચે તે માટે ગ્રામજનો માં સઘન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે.મરેલા પશુઓના નિકાલ માટે દરેક ગામમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કેરકસ ડિસ્પોઝલ પિટ બનાવવામાં આવે.DCF, RFO સહિતના જવાબદાર અધિકારીઓ નીફરજમાંબેદરકારી બદલ ખાતાકીય તપાસ કરી કડક પગલાંલેવામાં આવે.સંવેદનશીલ વિસ્તારમાં 24×7 પેટ્રોલિંગ અને સિંહોનું હેલ્થ મોનિટરિંગ શરૂ કરવામાં આવે.

 

48 કલાકમાં 3 સિંહના મોત: છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું !!

બાબરીયા-જશાધાર રેન્જમાં છેલ્લા ત્રણ-ચાર દિવસ માં ત્રણેક સિંહના મોત થયા હોવાનું બાલુભાઈ હિરપરા એ જણાવ્યું. ફરેડા-ઝાખીયાથી ત્રણ સિંહ રેસ્ક્યૂ કરી હોસ્પિટલમાં ખસેડાયા, બે મરી ગયા થોરડી, ભાખા, ફરેડા, ઝાખીયા, ગીરગઢડા, ધાબાવડ, ઉમેદપરા_ પંથકના 35-40 સિંહો રોજ સદાવાળી ધાર પર સડેલા ઢોર ખાવા મજબૂર છે.ઇતરી જીવાત સામે સાવજહારી રહ્યો છે. પણ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ AC ચેમ્બરમાંથી બહાર જ નીકળતા નથી અધિકારીઓ તમાશો જોવાનું બંધ કરે અને સ્થાનિક અધિકારીઓ સત્ય બોલતા શીખે, નહીંતર ગીરના સિંહો ઇતિહાસ બની જશે એવી લાગણી સાથે વન્યપ્રેમીઓએ ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

You Might Also Like

વેરાવળમાં બે પેઢીમાંથી 11 કિલો એનાલોગ ચીઝ ઝડપાયુ

રાજુલા સ્ટેશન નજીક ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરી, પીપાવાવ પોર્ટ જતો ટ્રેક બંધ

વિરપુરના પીઠડીયામાં સરકારી ખરાબામાં ગેરકાયદે ખનીજ ચોરીનું કૌભાંડ ઝડપાયું

ધોરાજી તાલુકામાં ગેરકાયદેસર ચાલતી ખનીજ ચોરી ઝડપાઈ

દીવમાં મતદાર યાદી સુધારણા અંગે મહત્વની બેઠક યોજાઇ : ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ, (પેટા) ચૂંટણી પંચના નિરીક્ષક ઓમકાર ગોપાલ રાઠેની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાજકીય પક્ષો સાથે ચર્ચા; એક જ દિવસમાં ૭૦૦ થી ૮૦૦ લોકોના હિયરિંગથી મતદારોને મુશ્કેલી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જંતર-મંતરને લોહિયાળ બનાવવાનું કાવતરું નિષ્ફળ
રાષ્ટ્રિય

જંતર-મંતરને લોહિયાળ બનાવવાનું કાવતરું નિષ્ફળ

Editor By Editor 4 days ago
ચાતુર્વેદી મચ્છુકાઠિયા મોઢ બ્રાહ્મણ સમાજ અને ગોકુલ હોસ્પિટલ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
રાજકોટમાં દૂષિત પાણીની સમસ્યા અંગે મેયરની ખુલ્લી કબૂલાત: ડ્રેનેજ ભળવા અને જૂની પાઇપલાઇનને ગણાવી જવાબદાર
ત્રણ વર્ષમાં રૂ. 3,708 કરોડની છેતરપીંડી
આરએસી મુસાફરોને મોટી રાહત! હવે કન્ફર્મ ટિકિટધારકો જેવી જ મળશે સંપૂર્ણ બેડરોલ કીટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?