By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    1 hour ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    1 day ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 days ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    3 days ago
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: મોરબીમાં ભાજપ માટે ‘નો એન્ટ્રી’: ૨૦૨૭માં નેતાઓને વિસ્તારોમાં પગ નહીં મૂકવા ચિમકી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
મોરબી

મોરબીમાં ભાજપ માટે ‘નો એન્ટ્રી’: ૨૦૨૭માં નેતાઓને વિસ્તારોમાં પગ નહીં મૂકવા ચિમકી

Editor
Last updated: 2026/05/30 at 3:43 PM
27 minutes ago
Share
મોરબીમાં ભાજપ માટે ‘નો એન્ટ્રી’: ૨૦૨૭માં નેતાઓને વિસ્તારોમાં પગ નહીં મૂકવા ચિમકી
SHARE

મોરબીમાં ભાજપ માટે ‘નો એન્ટ્રી’: ૨૦૨૭માં નેતાઓને વિસ્તારોમાં પગ નહીં મૂકવા ચિમકી

કોર્પોરેશનના પદોમાં સ્થાન નહી આપતા સતવારા સમાજે મોરચો માંડયો

ચૂંટણી સમયે કાલાવાલા કરતા નેતાઓ મતદાન બાદ હાંસિયામાં ધકેલી દીધાના આક્ષેપ

 

અગ્ર ગુજરાત, મોરબી

ભારતીય જનતા પાર્ટી માટે મોરબીમાં મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે. મોરબી મહાનગરપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેવા મહત્વના અને પ્રતિષ્ઠિત પદોની વહેંચણીમાં સતવારા સમાજના એક પણ કોર્પોરેટરને સ્થાન ન મળતા સમાજનો રોષ હવે જ્વાળામુખી બનીને ફાટ્યો છે.

સત્તાનું સિંહાસન મેળવવા માટે ચૂંટણી ટાણે જે સમાજના મતો લેવા નેતાઓ કાલાવાલા કરતા હતા, તે જ સતવારા સમાજને સત્તા મળતાની સાથે જ હાંસિયામાં ધકેલી દેવાતા ભાજપની કથની અને કરણીનો ભેદ ખુલ્લો પડી ગયો હોવાનો ગણગણાટ શરૂ થયો છે.

‘યુઝ એન્ડ થ્રો’ ની નીતિ સામે ભારે આક્રોશ સ્થાનિક આગેવાનો અને સમાજમાં એવી ચર્ચા છે કે, ટિકિટોની વહેંચણીથી લઈને મતદાન સુધી સતવારા સમાજનો માત્ર ‘યુઝ એન્ડ થ્રો’ (વાપરો અને ફેંકી દો) ની નીતિથી ઉપયોગ કરવામાં આવ્યો છે. ભાજપના મોવડી મંડળે હોદ્દાઓ આપતી વખતે આખા આડા કાન કર્યા છે. સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓને સત્તાની મુખ્ય ખુરશીઓથી દૂર રાખીને ભાજપે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તેમને માત્ર સતવારા સમાજના વોટ જ જોઈએ છે, સત્તામાં ભાગીદારી નહીં. આ ભેદભાવભરી નીતિ સામે સમાજના લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે.

આ અપમાનનો ઘૂંટડો ચુપચાપ ગળી જવાના બદલે, સતવારા સમાજના તમામ કોર્પોરેટરોએ એક થઈને પક્ષ સામે બળવાનું રણશિંગુ ફૂંકી દીધું છે. આજે તમામ કોર્પોરેટરોએ એકત્ર થઈને સ્થાનિક ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ અને ભાજપના પ્રભારીને લેખિતમાં કડક રજૂઆત કરી છે. આ રજૂઆતમાં કોર્પોરેટરોએ પક્ષના નેતાગણને સ્પષ્ટ શબ્દોમાં ચીમકી ઉચ્ચારી છે કે, ‘હવે પછી મહાનગરપાલિકાના કોઈ પણ બચેલા-ખુચેલા કે નાના-મોટા હોદ્દાઓ સતવારા સમાજનો કોઈ પણ કોર્પોરેટર સ્વીકારશે નહીં.’ સમાજે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ પોતાના હક માટે લડશે, સત્તા માટે ભીખ નહીં માંગે.

મોરબીનું રાજકારણ હાલ ચરમસીમાએ ગરમાયું છે. જે સમાજે ભાજપને ખોબલે ને ખોબલે મત આપીને સત્તાના શિખરે બેસાડ્યા, એ જ સમાજ હવે તેમને જમીન પર પછાડવા તત્પર દેખાઈ રહ્યો છે. જો ભાજપ હજુ પણ ઘમંડમાં રાચીને આ મામલે યોગ્ય ‘ડૅમેજ કંટ્રોલ’ નહીં કરે, તો ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં મોરબીમાં કમળ ખીલવાની વાત તો દૂર, પણ નેતાઓ માટે માત્ર કાદવ જ બચશે તે નક્કી છે.

સૌથી મોટો ઝાટકો આપતા સતવારા સમાજે સીધી ચેતવણી આપી છે કે જો આ અન્યાય ચાલુ રહેશે તો ૨૦૨૭ ની ચૂંટણીમાં ભાજપના કોઈ પણ ઉમેદવાર કે નેતાને સતવારા સમાજના વિસ્તારોમાં પગ પણ મૂકવા દેવામાં આવશે નહીં. જે નેતાઓ અત્યારે એસી ચેમ્બરોમાં બેસીને સમાજની અવગણના કરી રહ્યા છે, તેમણે આગામી ચૂંટણીમાં વિસ્તારોમાં ‘નો એન્ટ્રી’ ના બોર્ડ વાંચવા તૈયાર રહેવું પડશે. આ આંતરિક બળવાને કારણે મોરબી ભાજપ સંગઠનમાં દોડધામ મચી ગઈ છે.

You Might Also Like

મોરબીના ફડસરમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળેલા આધેડે પીધી ફિનાઈલ

મોરબીમાં બોગસ પત્રકારોનો રાફડો : ‘PRESS’ લખાવી તોડબાજી કરતા તત્વો સામે ફરિયાદ

મોરબીમાં તા.૧જૂનથી લાદીના ભાવમાં પ્રતિ સ્કવેર ફિટે રૂ.૫નો વધારો

‘હું પ્રેસમાં છું…’ કહી પોલીસને ધમકાવતો બોગસ પત્રકાર ઝડપાયો

મોરબીમાં ઘર આંગણે થતી ગાંજાની ખેતીનો એસ.ઓ.જી. ટીમે કર્યો પર્દાફાશ!

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સોનાની ચમક ફીકી પડી: વધેલા ટેક્સથી ગ્રાહકોએ ફેરવ્યું મોં
ગુજરાત

સોનાની ચમક ફીકી પડી: વધેલા ટેક્સથી ગ્રાહકોએ ફેરવ્યું મોં

Editor By Editor 3 minutes ago
સોસીયલ મીડીયામાં પોસ્ટ મુકી બદનામ કરવાની ધમકીઓ આપી ખંડણી માગી તોડ કરતા ઇસમને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરતી વિરપુર પોલીસ
કચ્છનો દરિયો નશાનો સમુદ્ર બન્યો, ૧૧૮૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું
નવા શૈક્ષણિક સત્રથી સ્કૂલ વાન અને રીક્ષાના ભાડામાં ૧૦ ટકાનો વધારો
સેવા સંસ્થા વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા ૪૨૦૦ જોડી નવા સ્લીપરનું વિતરણ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?