વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત રાજકોટ રેલવે દ્વારા સેક્શન એન્જિનિયરમાં વૃક્ષારોપણ
૪૦થી વધારે છોડનું વાવેતર કરતા અધિકારીઓ
અગ્ર ગુજરાત, રાજકોટ
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા “વિશ્વ પર્યાવરણ દિવસ 2026” અંતર્ગત 15 મે થી 5 જૂન 2026 સુધી વ્યાપક પર્યાવરણ જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ જ શ્રેણીમાં આજે સિનિયર સેક્શન એન્જિનિયર (સિગ્નલ) રાજકોટ ડેપો પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીના દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ પ્રસંગે ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ મીના, પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન (WRWWO) રાજકોટના અધ્યક્ષ મુકેશી મીના તેમજ તેમની ટીમ, સિનિયર ડિવિઝનલ સિગ્નલ એન્ડ ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયર પંકજ બંસલ, સિનિયર ડિવિઝનલ એન્જિનિયર (કો-ઓર્ડિનેશન) નરેન્દ્ર સિંહ, સિનિયર ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયર મેઘરાજ તાતેડ તથા ડિવિઝનલ સિક્યોરિટી કમિશનર કમલેશ્વર સિંહ સહિત અન્ય અધિકારીઓ અને રેલવે કર્મચારીઓ નું ઉત્સાહભેર સહભાગી થયા હતા.
કાર્યક્રમ દરમિયાન આશરે 40 છોડનું રોપણ કરવામાં આવ્યું હતું તેમજ ઉપસ્થિત તમામ અધિકારીઓ અને રેલવે કર્મચારીઓ નું દ્વારા તેના સંરક્ષણ અને સંવર્ધનનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. આ પ્રસંગે પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ વધારવા માટે પ્લાસ્ટિકના મર્યાદિત ઉપયોગ, વીજળી અને પાણીની બચત કરવા તેમજ સ્વચ્છ અને હરિયાળું વાતાવરણ જાળવી રાખવાના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા.
રાજકોટ ડિવિઝન દ્વારા ચલાવવામાં આવી રહેલું આ અભિયાન પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે સામાજિક જાગૃતિ વધારવા અને હરિયાળા ભવિષ્યના નિર્માણની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે.


