JEE એડવાન્સનું પરિણામ જાહેર, રાજકોટનો વિદ્યાર્થી મોક્ષરાજસિંહ જાડેજા સૌરાષ્ટ્ર ટોપર
૨૬૭ માર્ક સાથે ઓલ ઇન્ડિયામાં ૧3પ અને EWSમાં મેળવ્યો ૧૦મો રેંક : નિયમ પૂરોહિત બીજા ક્રમે
અગ્ર ગુજરાત, રાજકોટ
IIT રૂરકીએ 1 જુન 2026ના રોજ દેશની સૌથી મોટી એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા JEE એડવાન્સ 2026નું પરિણામ જાહેર કર્યું છે.જેમાં મોદી સ્કૂલનો વિદ્યાર્થી મોક્ષરાજસિંહ જાડેજા રાજકોટ ફર્સ્ટ આવ્યો છે અને સૌરાષ્ટ્રમાં ટોપર છે. જ્યારે એલન રાજકોટના વિદ્યાર્થી નિમય પુરોહિતે બીજો ક્રમ મેળવ્યો છે.
JEE એડવાન્સની પરીક્ષામાં રાજકોટની મોદી સ્કૂલનો વિદ્યાર્થી મોક્ષરાજસિંહ જાડેજા મોખરે રહ્યો છે. 360માંથી 267 માર્ક મેળવી રાજકોટ ટોપર રહ્યો છે. તેને ઓલ ઇન્ડિયામાં 135 તો જનરલ EWS કેટેગરીમાં 10મો રેન્ક મેળવ્યો છે. તેમના પિતાનું નામ મહેન્દ્રસિંહ છે.
જ્યારે JEE એડવાન્સની પરીક્ષામાં સતત સાતમા વર્ષે એલન રાજકોટના સિંગલ કેમ્પસ અને મર્યાદિત વિદ્યાર્થીઓમાંથી સૌરાષ્ટ્રમાં સર્વોચ્ચ ઓલ ઈન્ડિયા રેન્ક અને સૌથી વધુ પસંદગી આપીને પોતાનું વર્ચસ્વ અને શ્રેષ્ઠતા જાળવી રાખી છે.
એલન રાજકોટના વિદ્યાર્થી નિમય પુરોહિતે JEE એડવાન્સ 2026માં ઓલ ઈન્ડિયામાં 141 મો રેન્ક મેળવ્યો છે. જેને JEE મેઈનમાં ઓલ ઈન્ડિયા રેન્ક 16 અને 100 પર્સેન્ટાઇલ મેળવ્યા હતા. તેને ધોરણ 12 CBSE મા 97% મેળવ્યા હતા. જેના પિતા હર્ષલ પુરોહિત અને માતા દર્શના પુરોહિત બંને ડોક્ટર છે. નિમય રાજકોટમાં છેલ્લા 4 વર્ષ થી અભ્યાસ કરે છે. તેમનું માનવું છે કે નિયમિત, શિસ્તબદ્ધ અભ્યાસથી તેને પરીક્ષામાં સારો સ્કોર કરવામાં મદદ મળી છે. તેણે યોગ્ય સમયપત્રકનું પાલન કર્યું છે અને તમામ વિષયોને સમાન મહત્વ આપ્યું છે.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે, એલન રાજકોટના ફેકલ્ટીઓએ મને સમયસર આખો અભ્યાસક્રમ પૂરો કરાવ્યો અને જેના કારણે મને રીવીઝન અને પ્રેક્ટિસ કરવા માટે પૂરતો સમય મળ્યો. નિયમિત ડાઉટ કાઉન્ટર્સ, એલન સ્ટડી મટિરિયલ્સ પણ મને ખૂબજ મદદરૂપ થયું છે. એલન રાજકોટ દ્વારા આયોજિત કોમ્પ્યુટર આધારિત પ્રેક્ટિસ (CBT) ટેસ્ટ આપવાથી મને વાસ્તવિક પરીક્ષા માટે પ્રેક્ટિસ અને ઓનલાઈન એપનો ઉપયોગ કરીને તમામ ટેસ્ટનું ડિજિટલ વિશ્લેષણ પણ મેળવતો હતો.


