ઉનાના નાંદણ ગામની સીમમાં 40 ફૂટ ઊંડા કૂવામાં ખાબકેલાં બે હરણનું રેસ્કયું
વન વિભાગ અને વનમિત્ર ગ્રામજનોની જહેમત સફળ રહી સારવાર માટે એનિમલ કેર સેન્ટરમાં ખસેડાયા
અગ્ર ગુજરાત, ઉના
પ્રકૃતિ અને માનવતા વચ્ચેના અતૂટ બંધનનું અદ્ભુત દૃશ્ય ઉના તાલુકાના નાંદણ ગામની સીમમાં જોવામળ્યુંસમૃદ્ધ રેવન્યુ ખેતીવાડી વિસ્તારમાં આવેલા અને જંગલની બોર્ડરને અડીને આવેલા રામજીભાઈ લખમણભાઈ મેવાડાની વાડીના 40 ફૂટ ઊંડા જળભંડાર સમાન કૂવામાં બે નિર્દોષ વન્ય જીવ હરણ અકસ્માતે ખાબકી ગયા હતા. વન વિભાગના અધિકારીઓ અને વનમિત્ર ગ્રામજનોની અસીમ કરુણા અને સાહસિકતાથીકલાકો ની મહેનત બાદ બંને હરણને મૃત્યુના મુખમાંથી સહી સલામત બહાર કાઢવામાં સફળતા મળી છે.
નાંદણ ગામની સીમ વિસ્તાર જંગલની હદને અડીને આવેલો સમૃદ્ધ ખેતીવાડી પ્રદેશ છે. આવા વિસ્તારમાં વન્યપ્રાણીઓ પાણીની શોધમાં કેભટકતાભટકતામાનવ વસાહત તરફ આવી જતા હોય છે.બપોરના સુમારે રામજીભાઈ મેવાડાની વાડીમાં આવેલા પાણીથીભરપૂર 40 ફૂટ ઊંડા કૂવામાં બે હરણના બચ્ચાં અચાનક ખાબકી ગયા હતા. જળમાં ડૂબકી ખાતા આ મૂંગાજીવોની વ્યથા જોઈ સ્થાનિક ખેડૂતોનું હૃદય દ્રવી ઉઠ્યુંઅનેતુરંત વન વિભાગને જાણ કરવામાં આવી.
માહિતી મળતાની સાથે જ ઉના વન વિભાગનાફોરેસ્ટર જીતેન્દ્રભાઈ બાંભણીયા પોતાના સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા સ્થાનિક વનમિત્ર ભરતભાઈ અને ગામના સાહસિક યુવાનોએ એક અભૂતપૂર્વ શૌર્યનું પ્રદર્શન કર્યું. દોરડાની મદદથી ગામના યુવાનો 40 ફૂટ ઊંડા અને પાણીથી ભરેલા કૂવામાં જીવના જોખમે ઉતર્યા કલાકો સુધી ચાલેલા આ દુષ્કર અને સાહસિક રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન એક ક્ષણ માટે પણ હિંમત હાર્યા વગર બંને હરણને અત્યંત સાવચેતીપૂર્વક સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા.
કૂવામાંથી બહાર કાઢેલા બંને હરણ ભયનાકારણેધ્રૂજી રહ્યા હતા વન વિભાગની ટીમે તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી બંનેને વધુ સારવાર અને સંભાળ માટે નજીકના એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડ્યા છે.વનમિત્ર ભરતભાઈએ જણાવ્યું કે, મૂંગા જીવની પીડા જોવાય નહીં.આ અમારી નૈતિક ફરજ હતી.જંગલ અને ગામ સીમા પર છે, એટલે આવા બનાવો બને.પણ ગ્રામજનો અને વન વિભાગ હંમેશા વન્યજીવોના રક્ષણ માટેતત્પર છે. ફોરેસ્ટર જીતેન્દ્રભાઈ બાંભણીયાએ ગ્રામજનોની સમય સૂચકતા અને સાહસની સરાહના કરતા કહ્યું કે,નાંદણ ના ગ્રામજનોએ સાબિત કર્યું કે માનવતા હજુ જીવંત છે.


