By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 days ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    5 days ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    6 days ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    1 week ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: વેપારીઓને પ્રેમજાળમાં ફસાવી લાખોની ખંડણી વસૂલતી ‘પીયુ’ ઝડપાઈ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

વેપારીઓને પ્રેમજાળમાં ફસાવી લાખોની ખંડણી વસૂલતી ‘પીયુ’ ઝડપાઈ

Editor
Last updated: 2026/06/03 at 5:04 PM
1 day ago
Share
વેપારીઓને પ્રેમજાળમાં ફસાવી લાખોની ખંડણી વસૂલતી ‘પીયુ’ ઝડપાઈ
SHARE

સૌરાષ્ટ્રમાં હનીટ્રેપ ગેંગનો ભાંડો ફૂટ્યો

વેપારીઓને પ્રેમજાળમાં ફસાવી લાખોની ખંડણી વસૂલતી ‘પીયુ’ ઝડપાઈ

સોશિયલ મીડિયાથી ટાર્ગેટ શોધી વેપારી-ઉદ્યોગપતિઓને મળવા બોલાવતી હતી યુવતી, સાગરીતો સાથે મળી ધમકી આપી રૂપિયા પડાવતી; અનેક જિલ્લાઓમાં ગુનાઓ ખુલ્યા

અગ્ર ગુજરાત, રાજકોટ

સૌરાષ્ટ્રભરમાં વેપારીઓ, કારખાનેદારો અને ઉદ્યોગપતિઓને હનીટ્રેપમાં ફસાવી ખંડણી વસૂલતી ગેંગ સામે જેતપુર સિટી પોલીસે મહત્વની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં મુખ્ય ભૂમિકા ભજવનારી પ્રિયંકા ઉર્ફે પીયુ હંસરાજ ગીણોયાની ધરપકડ કરી તેને એક દિવસના પોલીસ રિમાન્ડ પર લેવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં અનેક વેપારીઓને પ્રેમજાળમાં ફસાવી લાખો રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
પોલીસ તપાસ મુજબ, સોશિયલ મીડિયાના માધ્યમથી ગેંગના સભ્યો વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે મિત્રતા કેળવતા હતા. ત્યારબાદ યુવતી મીઠી વાતો કરી તેમને મળવા માટે એકાંત સ્થળે બોલાવતી હતી. ત્યાં અગાઉથી હાજર રહેલા ગેંગના અન્ય સભ્યો યુવતીના ભાઈ કે પતિ તરીકે ઓળખ આપી ધમકીઓ આપતા અને પોલીસ કેસમાં ફસાવવાની બીક બતાવી મોટી રકમની માંગણી કરતા હતા.
તાજેતરમાં જેતપુરના એક વેપારીને આ જ રીતે શહેર બહાર બોલાવી ગેંગના 11 સભ્યોએ મળીને રૂ.1.45 લાખ પડાવી લીધા હતા. આ બનાવ અંગે નોંધાયેલા ગુનાની તપાસ દરમિયાન મહિલા આરોપી સુધી પોલીસ પહોંચી હતી.
રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ જેતપુર ડીવાયએસપી આર.એ. ડોડિયા તથા પીઆઈ એ.ડી. પરમારની ટીમે તપાસ હાથ ધરી હતી. કોન્સ્ટેબલ મીરલભાઈ ચંદ્રવાડિયાએ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે આરોપી પ્રિયંકાને ઝડપી પાડી હતી. કોર્ટમાં રજૂઆત બાદ તેના એક દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરાયા છે. તપાસ દરમિયાન આરોપી મહિલાએ અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા હોવાનું જાણવા મળ્યું છે. આશરે દસ મહિના પહેલા મોરબીના એક સિરામિક ઉદ્યોગપતિને ગોંડલ બોલાવી ખંડણી માંગવાનો પ્રયાસ કરાયો હતો. તે ઉપરાંત મોરબી, રાજકોટ, જેતપુર, ખોડલધામ-કાગવડ અને વાંકાનેર વિસ્તારના વેપારીઓ તથા ઉદ્યોગપતિઓને પણ પ્રેમજાળમાં ફસાવી રૂપિયા પડાવવાના બનાવો સામે આવ્યા છે.
પોલીસના જણાવ્યા મુજબ, પ્રિયંકા સામે અગાઉથી જેતપુર સિટી, જામકંડોરણા અને ભેસાણ પોલીસ સ્ટેશનોમાં પણ હનીટ્રેપના ગુનાઓ નોંધાયેલા છે. ભેસાણના એક કેસમાં જેલવાસ ભોગવ્યા બાદ તે તાજેતરમાં જ બહાર આવી હતી.
જેતપુર પોલીસે જાહેર અપીલ કરી છે કે આ મહિલા અથવા તેની ગેંગ દ્વારા કોઈ વ્યક્તિ હનીટ્રેપનો ભોગ બની હોય તો નજીકના પોલીસ સ્ટેશન અથવા સીધા જેતપુર સિટી પોલીસનો સંપર્ક કરે. વધુ ફરિયાદો સામે આવે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને પોલીસ ગેંગના અન્ય સભ્યોની શોધખોળમાં પણ લાગી છે. પોલીસ તપાસમાં ગેંગ સાથે સંકળાયેલા અનેક શખ્સોના નામ ખુલ્યા છે. તેમાં રાજકોટ, ધારી, બાબરા, બેડીગામ અને અન્ય વિસ્તારોના રહેવાસીઓનો સમાવેશ થાય છે. હાલ પોલીસ સમગ્ર નેટવર્કની કડીઓ જોડીને વધુ આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી કરી રહી છે.

 

You Might Also Like

ધ્રાંગધ્રાનાં કોંઢ ગામના ખેડૂતો આરપારની લડાઇ સુધી પહોંચ્યા, રાજકોટ હાઇ-વે ચક્કાજામ કર્યા

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના ફૂટબોલના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી ઝળક્યા

મેરા યુવા ભારત દ્વારા વિશ્વ સાયકલ દિવસ અંતર્ગત રેલી યોજાઈ

પીપળવા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળ જાગૃતિનો કાર્યક્રમ યોજાયો

બાગેશ્વરના દરબાર સામે પોલીસે રેલી-ધરણાની મંજુરી ન આપતા જાથાએ કાર્યક્રમ રદ કર્યા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ક્રિકેટ રમતા રમતા એન્જિનિયરિંગનો વિદ્યાર્થી ઢળી પડ્યો , 20 વર્ષીય યુવકનું કરુણ મોત
રાજકોટ

ક્રિકેટ રમતા રમતા એન્જિનિયરિંગનો વિદ્યાર્થી ઢળી પડ્યો , 20 વર્ષીય યુવકનું કરુણ મોત

Editor By Editor 3 days ago
જેતપુરમાં ફરાર પ્રોહીબીશનનો રીઢો ગુનેગાર ડીસાથી ઝડપાયો
રાજકોટ સહીત રાજ્યમાં ચોમાસામાં SDRFની ૧૧ ટીમો રહેશે તૈનાત
પ્રેમ, પરિવાર અને ભારતીય સંસ્કૃતિની હૂંફથી ભરપૂર ગુજરાતી ફિલ્મ ‘NRI DULHAN’ 5 જૂને થશે રિલીઝ
ધ્રોલમાં વણકર સમાજ દ્વારા સભા અને તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?