પીપળવા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળ જાગૃતિનો કાર્યક્રમ યોજાયો
સાંસદ ભરતભાઈ સુતરીયા અને ધારાસભ્ય જનકભાઈ તળાવીયાની ઉપસ્થિતિ
અગ્ર ગુજરાત, રાજકોટ
જળ એ જ જીવન છે અને આવનારી પેઢીને પાણીની તકલીફ ન પડે તે માટે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના પીપળવા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણી બચાવવા અને તળાવો ઊંડા કરવા અંગે એક વિશેષ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
બેઠકની શરૂઆતમાં સંસ્થાના પ્રમુખ દિલીપભાઈ સખિયાએ જણાવ્યું હતું કે, ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં ૨૦,૦૦૦ + નાના મોટા જળસંચયના કાર્યો પૂર્ણ કરાયા છે અને હવે ૧,૧૧,૧૧૧ જળ કાર્યોનો ભગીરથ સંકલ્પ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “જળસંચય જન ભાગીદારી” ના મંત્રને સ્વીકારીને આ તમામ કાર્યો ૧૦૦% લોકભાગીદારીથી થઈ રહ્યા છે. સૌરાષ્ટ્રની ધરતી પર ભૂગર્ભ જળના તળ ખૂબ નીચે ગયા છે ત્યારે વરસાદનું એક પણ ટીપું દરિયામાં વહી ન જાય તે માટે વતનની ધરતીને પાણીદાર બનાવવી અનિવાર્ય છે.
સાંસદ ભરતભાઈ સુતરીયા (લાઠી-બાબરા), ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયા, જિલ્લા પંચાયત સદસ્યઓ સોનલબેન તારપરા, તાલુકા પંચાયત સદસ્ય ચિરાગભાઈ પરમાર તાલુકા પંચાયત સદસ્ય ભરતભાઈ ગજેરા, સરપંચ પીપળવા ગામ સંજયભાઈ તારાપરા, આંબરડી ગામના સરપંચ અશોકભાઈ તળાવીયા, હીરાણા ગામના સરપંચ પ્રતાપભાઈ ડેર, કરકોલીયા ગામના સરપંચ રાવતભાઇ ડેર તેમજ અન્ય અગ્રણીઓ ભીખુભાઈ ડેર, પરેશભાઈ કનાડા, રસિકભાઈ પોકિયા, મહેશભાઈ વેકરીયા, હસમુખભાઈ વઘાસિયા, અને ગીરગંગા પરિવાર ટ્રસ્ટના આગેવાનો રમેશભાઈ ધાનાણી, અરવિંદભાઈ ડોબરીયા, ગિરધરભાઈ ગેવરીયા, મનુભાઈ વગેરે લોકો મીટીંગમાં હાજર રહયા હતા.


