વડીયા પોલીસે કોર્ટ વોરંટનો વર્ષથી નાસતો-ફરતો આરોપી આટકોટથી ઝડપાયો
પોલીસની ખાસ ડ્રાઈવમાં દબોચી લેવાયો
અગ્ર ગુજરાત, અમરેલી
અમરેલી જિલ્લા પોલીસ વડાની કડક સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓ તેમજ કોર્ટના પકડ વોરંટના નાસ્તા ફરતા ગુનેગારોને પકડી પાડવા માટે ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વડીયા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર પી.ડી.ગોહીલના સુપરવિઝન હેઠળ પોલીસ ટીમ સતત કાર્યરત હતી. વડીયા પોલીસ ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સના આધારે બાતમી મેળવ કે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ વડીયાના ફોજદારી કેસ નંબર ૯૧/૨૦૨૫ ના પકડ વોરંટનો આરોપી છેલ્લા એક વર્ષથી નાસતો ફરે છે. બાતમીના આધારે વડીયા પોલીસે રાજકોટના જસદણ તાલુકાના આટકોટ ખાતેથી આરોપી હિતેષ ઉર્ફે જીતેષ કાંતીભાઈ વાઘેલાને ઝડપી લીધો હતો. પોલીસે આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ કામગીરી વડીયા પોલીસના ઇન્ચાર્જ પી.આઇ. પી.ડી.ગોહીલ તથા પોલીસ કર્મચારીઓ ભરતભાઇ કાનજીભાઇ, નિકુંજભાઇ ભુતૈયા તેમજ જીતેષગીરી ગૌસાઇ સહિતના સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે.


