By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    23 hours ago
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    2 days ago
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 weeks ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    3 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાંદરડા તળાવમાંથી મળેલી લાશનો કેસ ગરમાયો : ન્યાય નહીં મળે તો સામૂહિક આપઘાતની ચીમકી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાંદરડા તળાવમાંથી મળેલી લાશનો કેસ ગરમાયો : ન્યાય નહીં મળે તો સામૂહિક આપઘાતની ચીમકી

Editor
Last updated: 2026/06/08 at 3:54 PM
1 week ago
Share
રાંદરડા તળાવમાંથી મળેલી લાશનો કેસ ગરમાયો : ન્યાય નહીં મળે તો સામૂહિક આપઘાતની ચીમકી
SHARE

રાંદરડા તળાવમાંથી મળેલી લાશનો કેસ ગરમાયો : ન્યાય નહીં મળે તો સામૂહિક આપઘાતની ચીમકી

મારા પુત્રની હત્યા કરાવવામાં આવી છે,  પત્ની, સાસુ અને અન્ય લોકો સામે ગંભીર આરોપો, પોલીસે તપાસ તેજ કરી

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેરના પ્રદ્યુમનનગર પાર્ક નજીક આવેલા રાંદરડા તળાવમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતાં વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં આજીડેમ પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહને બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ વિપુલ રાઠોડ તરીકે થઈ છે. જોકે, આ કેસમાં મૃતકના પરિવારજનોએ અકસ્માત કે આત્મહત્યાની શક્યતા નકારી સીધી હત્યાનો આક્ષેપ કરતાં સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે.
પરિવારના જણાવ્યા અનુસાર, વિપુલ અચાનક ગુમ થયા બાદ તેનો મૃતદેહ શંકાસ્પદ સંજોગોમાં તળાવમાંથી મળી આવ્યો હતો. આ સમાચાર મળતાં જ પરિવારજનોમાં શોક અને આક્રોશની લાગણી ફેલાઈ ગઈ હતી. મૃતકના સ્વજનોએ આરોપ મૂક્યો છે કે વિપુલની પત્ની અને સાસુએ કાવતરું ઘડી તેની હત્યા કરાવી છે. મૃતકની માતા રંજનબેને આંસુભીની આંખે જણાવ્યું હતું કે, વિપુલ સવારે ઘરેથી નીકળ્યો હતો ત્યારે કેટલાક શખ્સો તેને જબરદસ્તી રિક્ષામાં બેસાડી લઈ ગયા હતા. બપોર સુધી ઘરે પરત ન ફરતા પરિવાર ચિંતિત બન્યો હતો. ત્યારબાદ જાણ થઈ હતી કે સાગરનગર વિસ્તારમાં તેના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
માતાના આક્ષેપ મુજબ, હુમલાખોરોએ ઈંટ, લાકડાં અને પાઈપ જેવા સાધનોથી વિપુલને માર માર્યો હતો. હુમલા દરમિયાન તે પોતાનો જીવ બચાવવા માટે વિનંતી કરતો રહ્યો હતો, છતાં હુમલાખોરોએ તેને છોડ્યો નહોતો. તેમણે કિશન મુના અને તેના સાગરીતો સામે શંકા વ્યક્ત કરી છે. સાથે જ વિપુલની પત્ની અને સાસુએ સમગ્ર કાવતરું રચ્યું હોવાનો આરોપ પણ લગાવ્યો છે. મૃતકની બહેન કિરણબેને પણ અનેક ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમના જણાવ્યા પ્રમાણે, વિપુલને પરાણે રિક્ષામાં બેસાડી સાગરનગર લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને ઢોરમાર મારવામાં આવ્યો હતો. હુમલામાં તેના હાથ-પગ તેમજ જીભને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું તેમણે જણાવ્યું હતું. પરિવારને શંકા છે કે વિપુલની પત્ની પાયલ, સાસુ કૈલાશ, સાળા ઋત્વિક અને કિશન સોલંકી સહિતના લોકો આ સમગ્ર ઘટનામાં સંડોવાયેલા હોઈ શકે છે. પરિવારે વધુમાં દાવો કર્યો હતો કે છેલ્લા દોઢ વર્ષથી વિપુલને સાસરિયા પક્ષ તરફથી માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. સંતાનોને મળવા જતાં પણ તેને અપમાનિત કરવામાં આવતો હોવાનો આરોપ છે. પત્નીના અન્ય વ્યક્તિ સાથે સંબંધ હોવાની શંકાને કારણે પણ વિવાદ ચાલતો હોવાનો પરિવારનો દાવો છે. ઘટનાને લઈને મૃતકના સ્વજનોએ ચેતવણી આપી છે કે જો તેમના દીકરાને ન્યાય નહીં મળે અને જવાબદારો સામે કડક કાર્યવાહી નહીં થાય તો તેઓ સામૂહિક આપઘાત જેવું પગલું ભરવા મજબૂર બનશે.
આ તરફ આજીડેમ પોલીસે સમગ્ર ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી તપાસ શરૂ કરી છે. મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને અન્ય વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. હાલ સીસીટીવી ફૂટેજ, કોલ ડિટેઈલ્સ તેમજ પરિવાર દ્વારા કરાયેલા આક્ષેપોના આધારે શંકાસ્પદ લોકોની પૂછપરછ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

You Might Also Like

ઘરની કિંમતમાં તા.૧ જુલાઇથી ૭ લાખ સુધીનો વધારો

હિંગળાજનગર નોટીસ બાબતે મેયરની હૈયા ધારણા, કોઇને અન્યાય નહી થાય

‘બાલાજી થાળ’ના લોટમાંથી ધનેડા મળ્યા, ૧૫૦ કિલો જથ્થાનો નાશ

કોઠારીયા બ્રિજ, કોરાટ ચોક, પારડી પૂલ સહિત ગોંડલ સુધી ચાલતા કામગીરી સમીક્ષા કરતા સાંસદ

સર્વર ડાઉન રહેતા RTOમાં ST બેઝ માટે ઉમેદવારોને હાલાકી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આજીમાંથી મળેલા કપાયેલા માથાની ગૂંચ ઉકેલાઈ, DNA રિપોર્ટ આવ્યો પોઝિટિવ
રાજકોટ

આજીમાંથી મળેલા કપાયેલા માથાની ગૂંચ ઉકેલાઈ, DNA રિપોર્ટ આવ્યો પોઝિટિવ

Editor By Editor 6 days ago
IGNOU દ્વારા 36 પીએચડી પ્રોગ્રામ માટે પ્રવેશની જાહેરાત કરાય
જેન ઝી, આધ્યાત્મિકતા અને ભવિષ્ય: ટેકનોલોજીના યુગમાં અર્થની શોધ
સાસણમાં હવે સિંહદર્શન તા.૨3 જૂન સુધી પ્રવાસીઓ કરી શકશે
સ્વ.વિજયભાઈ રૂપાણીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે પૌષધ શાળા આંગણે નમસ્કાર મહામંત્રના જાપ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?