શોખ ગજબનો! : દેશી રજવાડાંના દસ્તાવેજો, ચલણ, દુર્લભ તસવીરોના સંગ્રાહક રમેશગીરી ગોસાઈ
“મુળ ધારી, જી.અમરેલીના વતની અને હાલ ગુજરાત રાજય વાહન વ્યવહાર નિગમ [એસ.ટી.] માં ફરજ બજાવતા રમેશગીરી ગોસાઈ ગજબ નો શોખ ધરાવે છે.૫ જુન ૧૯૬૫ માં જન્મ અભયાસ થી બી.કોમ. ઉપરાંત હિન્દી, સંસ્કૃતની પરીક્ષાઓ, સંસ્કૃત વિશારદ, જ્યોતિષ રત્ન અને જ્યોતિષ વિશારદ, શિક્ષિત પરિવારમાં ઉછેર અને સહુને પહેલે થી જ વાંચનનો જબરો શોખ. બાળપણ થી જ નવી જાણવાની, શીખવાની સાથે જ વિવિધ ચીજોના સંગ્રહનો શોખ જાગ્યો. ધીમે ધીમે કુટુંબીઓ, મિત્રો અને સંબંધીઓ સાથે પરિચય કેળવતા ગયા એમ એમ શોખ વધુ ને વધુ જાગ્યો. ગુજરાત એસ.ટી વિભાગમાં નોકરી મળ્યા પછી વ્યસ્તતા વચ્ચે પણ શોખને જાળવી રાખી વિકસાવ્યો અને શાળા-કોલેજ સમયે પણ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો. વિવિધ સ્થાને થતા કેન્દ્ર અને શિબિરોમાં પણ ભાગ લીધો. યોગ, જુદા જુદા કેમ્પ, ટ્રેકિંગ, તથા યુવક મહોત્સવ ની વિવિધ હરીફાઈઓમાં ભાગ લઈને વધુ સિદ્ધિ ઓ હાંસલ કરી.
પોતાના જુતી ચીજોના શોખને પોસવા માટે પોતાના જ ખર્ચે અલભ્ય કે દુર્લભ ચીજો એકઠી કરી અને લાઈન કરવા લાગ્યા. જેમાં દેશી રજવાડાંના જમીન-મકાન – ખેતર તથા મિલક્તતા દસ્તાવેજો, ભારતીય ચલણ, રાજા અને મહારાણીઓની દુર્લભ તસવીરો, દેશી રજવાડાના સ્ટેમ્પ જુના જમાનાની ચલણી નોટ તથા સિક્કાઓ, પોસ્ટલ સ્ટેમ્પ, જૂના પોસ્ટકાર્ડ, મેચ બોક્ષ (બાક્સ)નાં ઉપરતાં લેબલ વગેરેનો સમાવેશ થાય છે.
રમેશભાઈના અન્ય શોખ અને પ્રવૃત્તિની વાત કરીએ તો ગીરનાર ટ્રેકિંગ, બરડા હીલ તથા ગીર ટ્રેકિંગ, ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા, સ્વિમિંગ, કોસ્ટલ સાયકલિંગ વગેરે ગણાવી શકાય. શ્રી રમેશભાઈ ૧૯૮૫ – ૮૬ તથા ૧૯૯૭ માં રાજ્ય તથા વિવિધ કક્ષા એ વિવિધ એવોર્ડ મળેલ છે. ૨૦૧૫માં બ્રોન્ઝ મેડલ પણ મળેલ છે. આવા મહાન વ્યક્તિત્વને જીવનમાં એક વાર મળીયે ત્યારે એમની સિદ્ધિઓ માંથી પોઝિટિવ વાતો ને લઈ આપડું જીવન પણ સજાવી શકાય એ આજના સમય ની માંગ પણ અને જરૂરિયાત પણ છે.


