૧૦ જૂન વિશ્વ ચક્ષુદાન દિવસ
“ ચલો ઉન્હે લે ચલે સૂરજ કી ઓર જીનકી આંખો મે અમાવસ બસા હે “
“વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા ચાલતા અભિયાન માં , બે વર્ષ માં 200 ચક્ષુદાન થકી 400 નેત્રહીન બંધુ ને રોશની મળી”
સૌથી વધુ અમેરિકામાં ચક્ષુદાન, શ્રીલંકામાં 80 ટકા લોકો સંકલ્પ પત્રો ભરેલા છે”
તા.૧૦ મી જૂન સમગ્ર વિશ્વ આ દિવસે ચક્ષુદાન દિવસ તરીકે મનાવી રહ્યા છે. આમતો આ સેવાકીય કાર્ય આખું વર્ષ અને વર્ષો વર્ષ કરવાથી દેશ માં મહદ અંશે આપણે નેત્રહીન ભાઈઓ બહેનો ને દૃષ્ટિ દાન આપી શકશુ. તેટલે જ સમગ્ર ભારત માં ચક્ષુદાન જાગૃતિ લાવવા આપ સૌ જાણો છો તેમ છેલ્લા વીસ વર્ષ થી રાજકોટ અને સૌરાષ્ટ્રમાં વિવેકાનંદ યુથ ક્લબ ના મુકેશભાઇ દોશી માર્ગ દર્શન હેઠળ ચક્ષુદાન જન જાગૃતિ અભિયાન ના કન્વીનર શ્રી અનુપમ ભાઈ દોશી અને ઉપેનભાઈ મોદી અભિયાન ચલાવી રહ્યા છે.
સમગ્ર ભારત દેશ વિશ્વ માં આઈ બેન્ક નું સૌથી મોટું નેટવર્ક છે. ભારતમાં હાલ માં સાઠ લાખ કોર્નોયલ બ્લાઇન્ડ છે જેને દ્રષ્ટિ પાછી મળી શકે છે.અત્યારે ભારત માં એક લાખ ચક્ષુદાન ની જરૂર છે પણ જાગૃતિ ના અભાવ ને કારણે પચાસ હજાર સુધી ના ચક્ષુદાન થાય છે. ભારત માં ચક્ષુદાન મેળવવા દર વર્ષે પચીસ હજાર લોકો નો વધારો થાય છે. સમગ્ર ભારત એક કરોડ થી વધુ ભાઈઓ બહેનો અંધ છે. જેમાંથી ૮૦ ટકા ભાઈઓ બહેનો ને ચક્ષુદાન થકી દૃષ્ટિ દાન મળી શકે તેમ છે. વિશ્વ મા દર પાચ અંધ વ્યક્તિઓ માં એક વ્યક્તિ ભારત ની છે. વિશ્વ અન્ય દેશો ની સરખામણી એ ભારત માં ચક્ષુદાન પ્રમાણ માં ઓછું થાય છે.
હાલ માં વસ્તી ની દૃષ્ટિ એ અમેરિકા માં દર વર્ષે એક લાખ થી વધુ ચક્ષુદાન થાય છે. તેની સામે શ્રી લંકા માં 80 ટકા લોકો એ ચક્ષુદાન સંકલ્પ પત્ર ભરેલા છે. તેથી શ્રી લંકા માં વધુ ચક્ષુદાન થાય . શ્રી લંકા માંથી જાપાન અને પાકિસ્તાન ઇમ્પોર્ટ કરે છે. ભારત માં સૌથી વધુ ગુજરાત માં થતું અને ટોપ ઉપર હતું. પણ છેલ્લા ચાર પાંચ વર્ષથી હતું પણ તામિલનાડુ માં સૌથી વધુ ચક્ષુદાન થાય અત્યારે તમિલનાડુ પ્રથમ છે. ગુજરાત માં આશરે સાડા પાંચ હજાર થી વધુ ચક્ષુદાન દર વર્ષે થાય છે. રાજકોટ માં આશરે વર્ષ ના પંદરસો વધુ ચક્ષુદાન થાય છે. જે વધુ થાય તેવા પ્રયાસ કરવા જોઈએ.
ચક્ષુદાન અભિયાન સમીતી ના સંયોજક અનુપમભાઈ દોશી વધુ માં જણાવે છે, કે દેશ માં સૌથી વધુ ચક્ષુદાન કર્ણાટક, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ માં થાય છે. દરેક ધર્મ મા દાન નું મહત્વ ખૂબજ હોઈ છે. જેમાં શ્રેષ્ઠ દાન, જીવન દાન, અને અભય દાન છે. દેશ માં હજારો બાળકો એવા છે જેમને ખીલ ખીલાટ કરતા બાળકો ના નિર્દોષ મુખડા જોયા નથી. ઊગતા સુરજ ને નિહાળ્યો નથી. બગીચા નું રંગ બે રંગી ફૂલો નું સૌંદર્ય માણ્યું નથી. આંખ એ જીવ માત્ર ને મળેલ એક મૂલ્ય ભેટ છે. પણ જે જોઈ શકતા નથી.
તેની વેદના અપાર હશે. ફકત આપણા ગુજરાત માં બે લાખ થી વધુ લોકો કોર્નીયલ બ્લાઈન્ડ દૃષ્ટિહિન છે. અને ભારત માં દર વર્ષે ૨૫૦૦૦ લોકો વધી રહ્યા છે. તેની સામે ચક્ષુદાન ખૂબજ ઓછું હોવા ને કારણે ભારત ને અંધત્વ થી દૂર કરવા ખૂબ સમય લાગશે. વ્યક્તિ ના મૃત્યું બાદ શરીર સાથે આંખ બળી જાય છે, તેને બદલે દરેક સમાજ ના લોકો ચક્ષુદાન કરાવવા પ્રયાસ કરે તો આપણે બે વ્યક્તિ ને દૃષ્ટિ દાન આપી શકશું. આ માનવતા કાર્ય ને વધુ પ્રજ્વલિત કરી શકીએ. હાલ માં દેશ ની અંદર ઓર્ગન ડોનેટ, સ્કિન ડોનેટ , અને ચક્ષુદાન કરવા અને કરાવવા વિવેકાનંદ યુથ ક્લબ કાર્ય કરી રહ્યા છે. અને દિવસે ને દિવસે જન જાગૃતિ અભિયાન ઝુંબેશ પ્રબળ બનાવી રહ્યા છે.
ચક્ષુદાન અભિયાન સમિતિ ના સંયોજક ઉપેનભાઈ મોદી વધુ માં જણાવેછે કે માનવતા જેના લોહીમાં વહે છે તેવા સેવાના રંગે રંગાયેલા સેવાભાવી મુકેશભાઈ દોશી ના માર્ગ દર્શન હેઠળ કાર્યકર્તાઓ સુનીલ ભાઈ વોરા, હસુભાઈ રાચ્છ , નલીનભાઇ તન્ના, પ્રવીણ હાપલિયા ઉપીન ભીમાણી, કેતન મેસવાણી, જીગ્નેશ પુરોહિત, નયન ગંધા જહેમત ઉઠાવી પ્રચાર પ્રસાર સહયોગ આપી રહ્યા છે, આ ઉપરાંત મિત્રો સાથ સહકાર આપી રહ્યા છે. દરેક સમાજ ના લોકો, તેની યુવા આ સંસ્થાઓ,સંગઠનો , રોટરી ક્લબો, લાયન્સ ક્લબો તથા શહેર સામાજિક સંસ્થાઓ, ઇન્ડસ્ટ્રીયલ એસો, દરેક ચેમ્બરો તથા વેપારી સંસ્થાઓ અને સ્કૂલ કોલેજ ના સંચાલકો વિગેરે ખુબજ સહકાર આપી રહ્યા છે. રાજકોટ તથા સૌરાષ્ટ્ર ના અખબાર ના તંત્રીઓ, પત્રકાર મિત્રો આ માનવતા ના કાર્ય અથા યોગ્ય સહકાર આપી રહ્યા છે. ચક્ષુદાન વધુ થાય તે માટે દરેક સંસ્થાઓ એ તેનું અભિયાન ચલાવું જોઈએ. અને ચક્ષુદાન કોણ કરી શકે ? અને કેટલા સમય માં કરી શકે ? તે જાણકારી આપવી જોઈએ.
વિવેકાનંદ યુથ ક્લબ શહેર માં દરેક ચોક માં બેનર પોસ્ટર , સ્લોગન સાથે ઉભા રહી પેમ્પ્લેટ વિતરણ કરી લોકો ચક્ષુદાન માહિતી આપી રહ્યા છે. આ વર્ષ મા વધુ ને વધુ ચક્ષુદાન થાય તે માટે દરેક સંથાઓને સંકલ્પ પત્ર ભરવા વિનંતી કરશે. ટૂંક સમય એક ગુગલ સંકલ્પપત્ર બહાર પાડશે. તે વોટસએપ માધ્યમ બધાને મોકલવામાં આવશે. તેમાં લિંક ઉપર ક્લિક કરવાથી લોકો ઘેર બેઠા પોતાનો ચક્ષુદાન નો સંકલ્પ પત્ર ભરી શકશે. અને તે અમારા ઇમેઇલ ઉપર આવી જશે અને કોપી ભરનાર ના ઇમેઇલ ઉપર પણ મળી જશે.અને બન્ને સંસ્થા રાઉન્ડ ધી કલોક ૨૪ X ૭ સેવા આપી રહ્યા છે. આપના સગા સંબધી, મિત્રો માં કોઈ નું અવસાન થાય તો ચક્ષુદાન માટે સમજાવવા અને પ્રયત્ન કરવા અને અવસાન બાદ ૬ કલાક સુધી માં ચક્ષુદાન કોઈપણ ઉમર ની વ્યક્તિ કરી શકે છે. ચક્ષુદાન થઈ ગયા પછી મૃતક ના શરીર કે મુખ મા કોઈ ફેરફાર થતો નથી. તેથી કોઈપણ જાતના સંકોચ રાખ્યા વગર નિર્ભયપણે ચક્ષુદાન કરવું જોઈએ, તે માટે અનુપમભાઈ દોશી મો.નાં. ૯૪૨૮૨ ૩૩૭૯૬, ઉપેનભાઈ મોદી મો.નાં.૯૮૨૪૦ ૪૩૧૪૩ ઉપર સંપર્ક કરી શકો છો.


