By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    1 month ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 month ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    1 month ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 month ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    9 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    9 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    9 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    9 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    9 months ago
  • EpaperEpaperEpaper
Reading:  સાવજોની સુરક્ષા થશે મજબૂત, ગીરમાં બનશે એલિવેટેડ કોરીડોર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

 સાવજોની સુરક્ષા થશે મજબૂત, ગીરમાં બનશે એલિવેટેડ કોરીડોર

Editor
Last updated: 2026/06/19 at 2:58 PM
3 months ago
Share
 સાવજોની સુરક્ષા થશે મજબૂત, ગીરમાં બનશે એલિવેટેડ કોરીડોર
SHARE

 સાવજોની સુરક્ષા થશે મજબૂત, ગીરમાં બનશે એલિવેટેડ કોરીડોર

 ભાવનગરથી સોમનાથ કોસ્ટલ હાઇ-વે પર સિંહોની સતત અવર-જવર : ૫૬ હોટસ્પોટની યાદી તૈયાર : એલિવેટેડ નહી બને ત્યાં વિશેષ ડિઝાઇન કરેલા અન્ડર પાસ બનાવાશે

 

અગ્ર ગુજરાત, ભાવનગર

વિકાસ હવે વનરાજોની આડે નહીં આવે. બગસરા-ઉના NH351K ને ફોર લેન બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો તે પહેલાં ફોરેસ્ટ વિભાગે આ હાઈવે પર વન્ય જીવોની અવરજવર ખાસ સિંહોના કોરીડોરનો મેપ તૈયાર કરી ચોક્કસ સ્પોટ પર એલિવેટેડ હાઈવે બનાવવા સૂચન કર્યું છે.

જ્યાં હાઈવે એલિવેટેડ બને તેમ નથી ત્યાં વિશેષ રીતે ડિઝાઈન કરેલા અન્ડર પાસ બનાવાશે. જેથી વન્યજીવો કોઈ પણ અકસ્માત વગર હાઈવે નીચેથી આરામથી પસાર થઈ શકે. એટલું જ નહીં, હાઈવે પરના વાહનોનો ઘોંઘાટ જંગલમાં પ્રસરે નહીં માટે ચોક્કસ સ્થળો પર સાઉન્ડપ્રુફ ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવા માટેની મંજૂરી અને સૂચનો રાજ્યના ફોરેસ્ટ વિભાગે આપ્યાં છે.

ભાવનગરથી શરૂ થતા વાયા સોમનાથ કોસ્ટલ હાઇવે પર રાત્રી દરમિયાન અવારનવાર સિંહની લટાર જોવા મળતી હોય છે. જેના કારણે હાઇવે પર પુરપાટ દોડતા વાહનો અને વન્યજીવ વચ્ચે અકસ્માત પણ સર્જાતા હોય છે. જો કે, છેલ્લા ઘણા સમયથી અહીં ફોરેસ્ટ વિભાગે ગાર્ડ તહેનાત કરતા જોખમ ઘટ્યું છે.

આ વાતને ધ્યાને લઈને હવે બગસરા-ઉના હાઇવેને ફોરલેન કરવાની પ્રપોઝલ આવી ત્યારે મંજૂરી આપતા પહેલાં વન વિભાગે GPS મેપીંગ, સિંહોના રૂટીન કોરીડોર ઉપર સર્વેલન્સ સહિત અન્ય વન્યજીવોની અવરજવરના કુલ 56 હોટસ્પોટ તૈયાર કર્યા. નેશનલ હાઇવે ઓથોરીટી સાથે બેઠકો કરી આ હોટસ્પોટ પર એલિવેટેડ હાઇવે, ચોક્કસ સ્પોટ પર સ્પેશિયલ ડિઝાઇન કરેલા અન્ડર પાસ (જેમાંથી પ્રાણીઓની અવર-જવર થાય) અને સાઉન્ડ પ્રુફ દિવાલો, જેનાથી જંગલના પ્રાણીઓને ખલેલ ન પડે તેવી ડિઝાઇન સાથે NOC આપી છે. નેશનલ હાઇવે ઓથોરીટીએ પણ આ પ્લાન મુજબ રસ્તા પહોળા કરવાની કવાયત હાથ ધરી છે.

ડીસીએફ વિકાસ યાદવે જણાવ્યું હતું કે, ગીરના સિંહો એ ગુજરાતનું ગૌરવ છે. તેને બચાવવા અનેક પ્રયાસો સતત ચાલુ રહે છે. રેલવે ટ્રેક પર અકસ્માત ટાળવા ટ્રેનની સ્પીડ ઘટાડવી, ટ્રેક પર ગાર્ડ તહેનાત કરાયા, જે ટ્રેન આવે તે પહેલા જો કોઈ સિંહ પરિવાર ટ્રેક આસપાસ હોય તો તેને દુર ખસેડી દે. ઉપરાંત વાડી વિસ્તારમાં ખુલ્લા કુવાનો સર્વે કરાવ્યો. આવા કુવાની દિવાલ અને જરૂર પડે ઉપર જાળી લગાડવાનું કામ પણ કરીશું. આ કામ CCF રામરતન નાલાની સૂચના આધારે ગીરના મોટાભાગના વિસ્તારમાં થઈ રહ્યું છે.

વનવિભાગ સંપૂર્ણ તૈયાર : ડીસીએફ

ગીર પૂર્વના ડીસીએફ વિકાસ યાદવે જણાવ્યું હતુ કે, હાઈવે પહોળો કરવાની પ્રપોઝલ સમયે હેડ ઓફ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જયપાલસિંહે જંગલ અને પ્રાણીઓ માટે યોગ્ય નિર્ણય લેવાનું નક્કી કર્યું હતું. તેમની સૂચના આધારે સર્વેલન્સ કરાયું, મેપિંગ અને કોરીડોર નક્કી કરી હોટસ્પોટ તૈયાર કરાયા હતા. આમાં લાંબો સમય લાગ્યો. આ પ્લાનના કારણે, કોરિડોર માત્ર અવરજવર માટે જ નહીં પરંતુ ગીરમાં વસતા અલગ-અલગ સિંહોના જીનેટિક કનેક્ટિવિટી જાળવવા માટે પણ જરૂરી સાબિત થશે.

 

ક્યાં બનશે એલિવેટેડ હાઈવે અને અન્ડરપાસ?

એલિવેટેડ હાઈવે

  • ટી જંક્શન–ભાયાવદર વિસ્તાર (7 હોટસ્પોટ)
  • દેવલા – મધુપુર વિસ્તાર (4 હોટસ્પોટ)
  • વિરપુર – ઇંગોરાળા વિસ્તાર (10 હોટસ્પોટ)
  • બોરાળા – કાંટાળા વિસ્તાર (9 હોટસ્પોટ)
  • ધોકડવા – ઉના પટ્ટાનો મહત્વનો ભાગ
  • બેડિયા RF વિડી ગેટ નજીક પ્રાથમિકતા સાથે

ઉના વિસ્તારના ખાસ ત્રણ અન્ડરપાસ

  • કન્સારી 66 KV વિસ્તાર
  • ખોડિયાર હિલ વિસ્તાર
  • અંબાડા પેટ્રોલ પંપ વિસ્તાર

અન્ડરપાસ

  • ડાંગાવદર – પ્રેમપરા (2)
  • વેકરિયા – ખીચા (3)
  • ખીચા – દેવલા (3)
  • મધુપુર – વિરપુર (3)
  • ખાંભા – ખડાધર (6)
  • ખડાધર – બોરાળા (1)
  • કાંટાળા – પચપચીયા (2)
  • બેડિયા – ધોકડવા (1)

You Might Also Like

ગીરનારમાં લીલોતરી! આબુ-કાશ્મીરની અનુભૂતિ

હત્યાના પ્રયાસ બાદ સમાધાન મુદ્દે ચાલતી અદાવતમાં યુવાનની હત્યા

સૌરાષ્ટ્ર-ગુજરાત જળબંબાકાર, ૨૫૫ તાલુકામાં વરસાદ

કોટડાસાંગાણીના સોળીયા ગામે લાકડાનું પાટિયું માથે પડતાં સાડા ત્રણ વર્ષના માસૂમનું મોત

કાંગશીયાળી પાસે મર્સીડીઝ કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે રાજકોટનો શખ્સ ઝબ્બે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?