By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    4 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    5 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    6 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    7 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading:  સૌરાષ્ટ્રમાં સાંબેલધાર, દક્ષિણમાં કડાકા-ભડાકા સાથે પડશે વરસાદ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 સૌરાષ્ટ્રમાં સાંબેલધાર, દક્ષિણમાં કડાકા-ભડાકા સાથે પડશે વરસાદ

Editor
Last updated: 2026/06/24 at 3:50 PM
36 minutes ago
Share
 સૌરાષ્ટ્રમાં સાંબેલધાર, દક્ષિણમાં કડાકા-ભડાકા સાથે પડશે વરસાદ
SHARE

 અંબાલાલ પટેલની ઠંડક આપતી આગાહી

 સૌરાષ્ટ્રમાં સાંબેલધાર, દક્ષિણમાં કડાકા-ભડાકા સાથે પડશે વરસાદ

 વાવણી લાયક વરસાદ થવાની સંભાવના : ૨-3 દિવસમાં રાજયભરમાં જામશે ચોમાસું

 તા.૨૯ થી ૭ જુલાઇ સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી, પૂર જેવી સ્થિતિની આગાહી : નર્મદાના સાગબારમાં ભારે વરસાદથી નદી-નાળા છલકાયા

 

અગ્ર ગુજરાત, રાજકોટ

ગુજરાતના ખેડૂતો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે ચોમાસાના વરસાદને લઈને જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એક મહત્વની આગાહી કરી છે. આગામી ત્રણ દિવસમાં દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં સાર્વત્રિક વરસાદ પડવાની પ્રબળ શક્યતા છે. આ શરૂઆતી વરસાદને પગલે રાજ્યના ધરતીપુત્રોમાં વાવણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અંબાલાલ પટેલની આગાહી અનુસાર, આગામી 26 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જુદા-જુદા ભાગોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ અથવા હળવા ઝાપટાં પડી શકે છે. આ ઉપરાંત, ઉત્તર ગુજરાતના વિસ્તારો જેવા કે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ આગામી દિવસોમાં સારો એવો વાવણી લાયક વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

જૂન મહિનાના અંતમાં વાતાવરણમાં મોટો પલટો આવવાનો સંકેત છે. 28 અને 29 જૂન દરમિયાન બંગાળની ખાડીમાં એક નવી અને મજબૂત સિસ્ટમ સક્રિય થઈ રહી છે. આ સિસ્ટમના ભેજવાળા પવનોને કારણે પૂર્વ મધ્ય પ્રદેશ અને પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે અસરો જોવા મળશે.

જેના લીધે મહીસાગર, વડોદરા અને પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 29 જૂનથી લઈને 7 જુલાઈ સુધીમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. આ જ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં નદી-નાળા છલકાઈ જાય અને પૂર જેવી સ્થિતિ સર્જાય તેવી પણ ચેતવણી આપવામાં આવી છે, જ્યારે સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ મેઘરાજા પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડી શકે છે.

દક્ષિણ-પશ્ચિમ ચોમાસું વધુ આગળ વધીને મહારાષ્ટ્ર, તેલંગાણા, ઓડિશા, ઝારખંડ અને બિહારના વિસ્તારોમાં પ્રવેશી ગયું છે. આગામી બેથી ત્રણ દિવસમાં ગુજરાતના વધુ વિસ્તારોમાં ચોમાસું આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.

નર્મદા જિલ્લાના 6 તાલુકામાંથી સાગબારા તાલુકામાં 23 જૂને મધરાત્રીથી ધોધમાર વરસાદ વરસતા ચારેકોર પાણી જ પાણી જોવા મળ્યું. ભારે વરસાદને કારણે જંગલ વિસ્તારની નદી નાળાઓ છલકાયા છે. એ સાથે જ ચોમાસાની સત્તાવાર એન્ટ્રી પહેલા અનેક વિસ્તારોમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ છે.

રાજ્યમાં નોંધાયેલા તાજેતરના વરસાદી આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, જેમાં ખાસ કરીને વલસાડ જિલ્લો મોખરે રહ્યો છે. વલસાડના ઉમરગામ તાલુકામાં સૌથી વધુ 4.33 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે કપરાડામાં 1.46 ઇંચ અને વાપીમાં 1.42 ઇંચ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત, ડાંગ જિલ્લાના આહવા-ડાંગમાં 3.07 ઇંચ અને તાપીના ઉકાઈમાં 1.1 ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓ જેવા કે સુરત (માંડવી, અરેઠ, માંગરોળ, ઉમરપાડા) અને નવસારી (ચીખલી, ગણદેવી, નવસારી, જલાલપોર) ના વિવિધ તાલુકાઓમાં પણ હળવાથી મધ્યમ ઝાપટાં સ્વરૂપે સતત વરસાદી માહોલ જળવાઈ રહ્યો છે.

બીજી તરફ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની સારી હાજરી જોવા મળી છે. સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં 2.13 ઇંચ જેટલો સારો વરસાદ નોંધાયો છે, જ્યારે કોટડા સાંગાણીમાં 0.79 ઇંચ વરસાદ પડ્યો છે.

નર્મદાના સાગબારામાં 0.75 ઇંચ તેમજ પંચમહાલના જાંબુઘોડા અને છોટા ઉદેપુરના કવાંટમાં સરખો એટલે કે 0.51 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય બોટાદ, રાણપુર, અમરેલીના સાવરકુંડલા અને જાફરાબાદ જેવા વિસ્તારોમાં 0.04 ઇંચથી લઈને 0.31 ઇંચ સુધીના હળવા વરસાદી ઝાપટાં પડ્યા છે, જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

દેશભરમાં ચોમાસાની વર્તમાન સ્થિતિ
બીજી તરફ, ભારતીય હવામાન વિભાગ (IMD) ના સત્તાવાર અહેવાલ મુજબ, દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. ચોમાસું હાલમાં મધ્ય અરબી સમુદ્ર, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટકના બાકીના ભાગો ઉપરાંત છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ અને બિહારના કેટલાક વધુ વિસ્તારોને આવરી ચૂક્યું છે. હવામાન વિભાગના ડેટા અનુસાર, 22 જૂન 2026ના રોજ ચોમાસાની ઉત્તરીય રેખા (NLM) અલીબાગ, પુણે, નિઝામાબાદ, દંતેવાડા, બાલાંગીર, સુંદરગઢ, ચતરા, ગયા અને મુઝફ્ફરપુર જેવા વિસ્તારો પરથી પસાર થઈ રહી છે, જે આગામી દિવસોમાં ગુજરાત તરફ આગળ વધવા માટે સાનુકૂળ સ્થિતિ દર્શાવે છે.

126 વર્ષના ઇતિહાસમાં બીજો સૌથી સૂકો જૂન મહિનો

 

જૂન મહિનો દેશના ૧૨૬ વર્ષના ચોમાસાના રેકોર્ડમાં સૌથી સૂકો જૂન સાબિત થઈ રહ્યો છે. ૨૧ જૂન સુધીમાં, દેશમાં ફક્ત ૫૭ મીમી વરસાદ પડ્યો છે, જે સામાન્ય કરતા ૪૨ ટકા ઓછો છે. કલ્પના કરો, વરસાદની મોસમ શરૂ થઈ ગઈ છે, પરંતુ દેશના મોટા ભાગો હજુ પણ પાણીની રાહ જોઈ રહ્યા છે. ચાલો શોધવાનો પ્રયાસ કરીએ કે સૌથી મોટી સમસ્યા ક્યાં છે. હવામાન વિભાગ (IMD) ના ડેટા અનુસાર, મધ્ય ભારતમાં ૬૭ ટકા ઓછો વરસાદ પડ્યો છે. દક્ષિણ ભારતમાં ૨૨ ટકા ઓછો વરસાદ પડ્યો છે, અને ઉત્તરપશ્ચિમ ભારતમાં ૬ ટકા ઓછો વરસાદ પડ્યો છે. આનો અર્થ એ છે કે દેશનો મોટો ભાગ ચોમાસાની સુસ્તીની અસરો ભોગવી રહ્યો છે. આ ડેટાની ગુરુત્વાકર્ષણ મહત્વપૂર્ણ છે. ભારતમાં, ચોમાસા માત્ર વરસાદ લાવતો નથી, પરંતુ કૃષિ પણ તેના પર નિર્ભર છે. દેશનો આર્થિક વિકાસ પણ તેના પર નિર્ભર છે.

ચોમાસું મોડું પડતાં ખેડૂતોમાં ચિંતા

આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની ગતિ સામાન્ય કરતાં ધીમી રહી છે. ગુજરાત તરફ ચોમાસું આગળ વધવામાં વિલંબ થતાં કૃષિ ક્ષેત્રમાં ચિંતા વ્યાપી હતી. અનેક વિસ્તારોમાં ખેડૂતો વાવણી માટે વરસાદની રાહ જોઈ રહ્યા છે. સમયસર વરસાદ ન પડવાથી ખેતીના આયોજન પર અસર થવાની શક્યતા ઉભી થઈ હતી. પરંતુ હવે મુંબઈ સહિત પશ્ચિમ કિનારાના વિસ્તારોમાં ચોમાસું સક્રિય બનતાં ગુજરાતમાં પણ ટૂંક સમયમાં સત્તાવાર રીતે ચોમાસાના આગમનની શક્યતા વધી ગઈ છે. હવામાન નિષ્ણાતોનું માનવું છે કે આગામી દિવસોમાં વરસાદી પ્રવૃત્તિઓમાં વધુ વધારો જોવા મળી શકે છે.

You Might Also Like

ઉપલેટાના ભાયાવદરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

ઉપલેટાના ખારચીયા ગામે પરિણીતાનો ગળાફાંસો ખાધેલો મૃતદેહ મળ્યો

 કુખ્યાત બુટલેગર ફિરોઝ સંધીને પાલનપુર પાસેથી ઝડપી લેતી પીસીબી

 કુવાડવા પોલીસે બુટલેગરને મોરે મોરો આપી બે ગાડીમાંથી ૬.33 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડયો

રાજકોટ રેલવે સ્ટેશન પરથી ગોંડલનો બુટલેગર દારૂના જથ્થા સાથે ઝડપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ દ્વારા વિશ્વ યોગ દિનની ઉજવણી
રાજકોટ

ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ દ્વારા વિશ્વ યોગ દિનની ઉજવણી

Editor By Editor 2 days ago
ભાજપ નેતાનો પુત્ર ખોટી નંબર પ્લેટવાળી ગાડીમાં દારૂની હેરફેર કરતા ઝડપાયો
સાહિત્ય સેતુ અને વિરાણી હાઈસ્કૂલ દ્વારા રાષ્ટ્રીય વાંચન દિવસની ઉજવણી
સુરત સ્વામિનારાયણ ગુરુકુલમાં દેવકૃષ્ણદાસજી સ્વામીની પધરામણી
 સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?