પ્રમુખ પદે ડો.રાજદીપસિંહ જાડેજાને એક વર્ષ પૂર્ણ થતાં અનુસુચિત જાતિ દ્વારા સન્માન
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેર કોંગ્રેસમાં છેલ્લા એક વર્ષથી કાર્યકરો આગેવાનો હોદેદારોમા વધુ ઉર્જા ઉત્સાહ ઉત્પન્ન થયેલ અને આ વખતે ૨૦૨૬ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના ૭૨ ઉમેદવારોએ ભાજપને હંફાવી દિધું હતું એટલી હદે રાજકોટ શહેર કોંગ્રેસે ભાજપને બાનમાં લઈને છેલ્લી ઘડી સુધી શહેર ભાજપ પોતાના ઉમેદવારો જાહેર કરવા ગોટે ચડ્યુ હતુ.પ્રમુખ તરીકે ભાઈ શ્રી ડો રાજદિપસિંહ જાડેજાએ રાજકોટ શહેર કોંગ્રેસના ૭૨ ઉમેદવારોને સંપુર્ણ માહિતી માર્ગદર્શન સલામતી સુરક્ષા જેવી તમામ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા સાથે વ્યુહરચના અપનાવીને સમગ્ર ગુજરાતમાં રાજકોટ શહેર કોંગ્રેસના ૭૨ ઉમેદવારોને ચુંટણી રણ મેદાનમાં ઉતાર્યા હતા ત્યારે એમનાં પ્રમુખ પદે વરણી થયેલ એક વર્ષના કાર્યકાળ સમય દરમિયાન રાજકોટ શહેર કોંગ્રેસ અનુસુચિત જાતિ ડિપાર્ટમેન્ટ દ્વારા શુભેચ્છાઓ રૂબરૂ જઈને આપવામાં આવી હતી અને તેમજ આવનાર સમયમાં રાજકોટ કોંગ્રેસ સંગઠનનું માળખું વધુ મજબૂત બને મોંઘવારી બેરોજગારી કથડતી શિક્ષણ વ્યવસ્થા ભ્રષ્ટાચારી અનિતિઓ અપુરતી આરોગ્ય વ્યવસ્થા અને નાગરિકોની તમામ પ્રાથમિક સુવિધાઓ માટે હર હંમેશ કોંગ્રેસના તમામ નાના મોટા આગેવાનો હોદેદારો કાર્યકરોને સાથે રાખી પ્રજા લક્ષી પ્રશ્ર્નોને વાંચા આપવા આવેદનપત્રમાં સફળતા મેળવે એવી આશા અપેક્ષા સાથે રમેશભાઈ ડૈયા (જોનભાઈ). માવજીભાઈ રાખસીયા. નરેશભાઈ જે પરમાર. જલ્પેશ વાઘેલા. મનોજભાઈ પરમાર. રમેશભાઈ વઘેરા.ધવલ રાઠોડ રૂબરૂ કોંગ્રેસ કાર્યાલય ખાતે મુલાકાત લઈને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.


