રાજકોટ GTUના પૂર્વ કુલપતિના પૌત્રીનું ઓસ્ટ્રેલીયામાં સેવાકાર્ય
ચિત્રની મળેલ ૧૧૦૦ ડોલરની રાસી અર્પણ કરી
અગ્ર ગુજરાત, રાજકોટ
વિશ્વમાં ભારતીય લોકો જ્યાં જ્યાં વિદેશમાં ગયા છે ત્યાં ત્યાં દૂધમાં સાકર ભળે એમ ભળી ગયા છે. ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર પ્રજલિત કરતા રહ્યા છે.
ઓસ્ટ્રેલિયામાં ભારતીય નાગરિકો પોતાના બાળકોને આદર્શ સંસ્કારો આપતા,’સેવા પરમો ધર્મ “ખરા અર્થમાં સાર્થક કરતા સ્કૂલમાં ભણતા ભારતીય બાળકો એ પોતાની Artનો ઉપયોગ કરી બનાવેલા ચિત્રોનુ હરાજી દ્વારા કુલ 5500$ ઓસ્ટ્રેલિયન ડોલર ( Rs385000)ભેગા કર્યા અને આ રકમ જે ગરીબ લોકો દાંતની ટ્રીટમેન્ટ કરાવી શકતા નથી તેમના માટે ઉપયોગ કરવા માટે ઇન્ડિયન ઓસ્ટ્રેલિયન ડેન્ટિસ્ટ એસોસિએશન, સિડની ને ડોનેટ કર્યા. એસોસીએશનના ડોક્ટર જયશ્રી ભાનુશાળી એ આ માટે વિદ્યાર્થીઓને સમાજ સેવાના આ ઉમદા કાર્ય માટે પ્રોત્સાહિત કર્યા.
ભારતીય બાળકોમાં તનિક્ષા સાચન( ધોરણ ચાર)સાનિયા દેશપાંડે( ધોરણ સાત)આયુષ્માન ચોપરા (ધોરણ 8) નીલા રાજ (ધોરણ નવ)અને ધુન શાહ (ધોરણ નવ) નો પરિવાર ઓસ્ટ્રેલિયામાં હિન્દુ સ્વયંસેવક સંઘ (એચ. એસ. એસ)ના કાર્યકર્તા છે ગુજરાત અને રાજકોટ માટે આનંદની વાત છે કે આ ગ્રુપમાં ધૂન શાહ જે રાજકોટના જીટીયુ પૂર્વ કુલપતિ ડો. નવીનભાઈ શેઠ અને જયશ્રીબેન શેઠને પૌત્રી છે જેના ચિત્રમાંથી 1100$ Australian dollar મળેલ રકમ સેવા કાર્ય માટે આપેલ છે. આમ સેવા પરમો ધર્મ ખરા અર્થમાં સાર્થક કરેલા હતા.


