By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    1 week ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    1 week ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading:  ચા પાણી, નાસ્તા બાદ વીડિયોગ્રાફીનું પણ બનાવ્યું 22 લાખનું બિલ!
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 ચા પાણી, નાસ્તા બાદ વીડિયોગ્રાફીનું પણ બનાવ્યું 22 લાખનું બિલ!

Editor
Last updated: 2026/06/27 at 4:46 PM
18 minutes ago
Share
 ચા પાણી, નાસ્તા બાદ વીડિયોગ્રાફીનું પણ બનાવ્યું 22 લાખનું બિલ!
SHARE

 ચા પાણી, નાસ્તા બાદ વીડિયોગ્રાફીનું પણ બનાવ્યું 22 લાખનું બિલ!

મનપાના લાગતા વળગતાં અધિકારીઓ-કર્મચારીઓનું પેટ કેટલું? માપવું અશકય

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટમાં જંગલેશ્વર ડિમોલીશન મામલો ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. નાસ્તા-પાણીના બિલને લઈને ઊઠેલા વિવાદ હજુ શમ્યા નથી ત્યાં હવે વીડિયોગ્રાફીના બિલને લઈને નવા સવાલો ઉભા થયા છે. માહિતી મુજબ, જંગલેશ્વર ડિમોલીશન દરમિયાન કરવામાં આવેલા ડ્રોન અને વીડિયો શૂટિંગ માટે અંદાજે 22 લાખ રૂપિયાનું બિલ રજૂ કરવામાં આવ્યું છે. આ ખર્ચને લઈને મનપાની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે.

વિવાદનું મુખ્ય કારણ એ છે કે રાજકોટ પોલીસ પાસે પોતાનો સરકારી ડ્રોન ઉપલબ્ધ હોવા છતાં ખાનગી ડ્રોન સેવા કેમ લેવામાં આવી? આ નિર્ણય પાછળ શું કારણ હતું અને જાહેર નાણાંનો યોગ્ય ઉપયોગ થયો કે નહીં તે અંગે ચર્ચા શરૂ થઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજકોટ મહાનગરપાલિકાએ વીડિયો શૂટિંગ અને ડ્રોન કવરેજ માટે બાલાજી એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. હવે આ કોન્ટ્રાક્ટની પ્રક્રિયા અને બિલની રકમને લઈને પારદર્શિતાની માંગ ઉઠી રહી છે.

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં જ ડિમોલીશન કામગીરી દરમિયાન નાસ્તા-પાણી માટે રજૂ કરાયેલા અંદાજે 12 લાખ રૂપિયાના બિલને લઈને ભારે વિવાદ સર્જાયો હતો. તે મામલો હજુ ચર્ચામાં છે ત્યારે હવે 22 લાખ રૂપિયાના વીડિયોગ્રાફી બિલે નવો વિવાદ ઉભો કર્યો છે.આ સમગ્ર મામલે મનપા તરફથી શું સ્પષ્ટતા કરવામાં આવે છે અને બિલ અંગેની હકીકત શું છે તેના પર સૌની નજર મંડાઈ છે.

નોંધનિય છે કે આ પહેલા રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન દરિયાન થયેલા ચા પાણી અને નાસ્તાનું બિલ લાખોનું ફટકારવામાં આવ્યું હતું. જેને લઇને પણ સવાલ ઉભા થયા હતા. ભાજપ નેતા વિનુભાઈ ઘવાએ આરોપ લગાવ્યો છે કે, શહેરમાં થયેલા ડીમોલિશન અને તે પહેલાં ચા-પાણી તેમજ નાસ્તાના ખર્ચના નામે લાખો રૂપિયાના ખોટા બિલો બનાવવામાં આવ્યા છે. કુલ 27 લાખ રૂપિયાના બિલ મુદ્દે મોટો ધડાકો કરતા તેમણે જણાવ્યું કે, જે તે સમયે નાસ્તા અને ભોજનની તમામ વ્યવસ્થા સામાજિક સંસ્થાઓ દ્વારા પૂરી પાડવામાં આવી હતી, છતાં રાજકોટ મનપાના અધિકારીઓએ પોતાના નામે ખોટા બિલો રજૂ કરી દીધા છે.

વિનુભાઈ ઘવાએ આરોગ્ય અધિકારી જયેશ વકાણી પર સીધા પ્રહારો કરતા ગંભીર આક્ષેપો કર્યા છે કે, પત્રકાર પરિષદ (પ્રેસ કોન્ફરન્સ) ના નામે 150 ફૂડ પેકેટના ખોટા બિલ રજૂ કરાયા છે. બિલમાં દર્શાવ્યા પ્રમાણે ત્યાં 40 હજાર અધિકારીઓ હાજર જ નહોતા. આટલું જ નહીં, બિલમાં દર્શાવવામાં આવેલી ‘કાજુ કતરી’નું બિલ પણ તદ્દન ખોટું છે.આ ગંભીર ભ્રષ્ટાચાર બદલ ભાજપ નેતાએ આરોગ્ય અધિકારી જયેશ વકાણીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાની માંગ કરી છે.

‘અમે રૂ.3માં ખરીદીને કોર્પોરેશનને રૂ.8માં બોટલ પધરાવી‘

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં થયેલા ડિમોલેશન વખતે મિનરલ વોટર પાછળ લાખો રૂપિયા આંધવામાં આવ્યા હોવાનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. રાજકોટ મનપાના અધિકારીઓના બચાવ બાદ હવે આ મામલે કોન્ટ્રાક્ટ મેળવનાર એજન્સી ઉમિયાજી મંડપના સંચાલક શૈલેષ ઉર્ફે પિન્ટુ દેસાઈ મેદાને આવ્યા છે. તેમણે મીડિયા સમક્ષ બિલની સત્યતા સ્વીકારવાની સાથે ભાવને લઈને મોટો ધડાકો કર્યો છે. સંચાલક શૈલેષ દેસાઈએ ખુલાસો કરતા જણાવ્યું કે, વર્ષ 2023માં તેમને રેટ કોન્ટ્રાક્ટ મળ્યો હતો, જેમાં નિયમ મુજબ પાણીની એક બોટલનો ભાવ રૂ. 8 નક્કી કરવામાં આવ્યો હતો. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, તેમણે પોતે સ્વીકાર્યું છે કે, તેઓ બજારમાંથી જથ્થાબંધ ભાવે આ પાણીની બોટલ માત્ર રૂ.3 થી રૂ.4 માં ખરીદે છે! એટલે કે, રૂ. 3 ની બોટલ સીધી રૂ. 8 ના ભાવે કોર્પોરેશનને પધરાવીને સરકારી તિજોરીમાંથી બમણાથી વધુ રૂપિયા વસૂલવામાં આવ્યા છે.

કોના આર્શિવાદથી બીલ પાસ થઇ ગયું?

આ કથિત કૌભાંડમાં મનપાના અધિકારીઓની સંડોવણી અંગે સફાઈ આપતા કોન્ટ્રાક્ટરે જણાવ્યું કે, જે બિલ મૂકવામાં આવ્યું છે, તેમાં મહાનગરપાલિકાના અધિકારીઓનો કોઈ રોલ નથી. અમે રેટ કોન્ટ્રાક્ટ મુજબ જ જેટલી બોટલ સ્થળ પર સપ્લાય કરી હતી, તેટલું જ બિલ મૂક્યું હતું અને જંગલેશ્વર ડિમોલેશનનું એ પાણીનું બિલ પાસ પણ થઈ ગયું છે. જોકે, બજાર ભાવ કરતાં આટલા ઊંચા ભાવે બિલ આંખ આડા કાન કરીને કેવી રીતે પાસ થઈ ગયું, તે રાજકોટ મનપાની સિસ્ટમ સામે સવાલો ઉભા કરે છે.

કોન્ટ્રાકટરનો કોન્ટ્રાકટ પૂરો છતાં કોની રહેમરાહથી કામ ચાલુ રહ્યું?

નિવેદનમાં વધુ એક મહત્વની બાબત એ સામે આવી છે કે, ઉમિયાજી મંડપ સર્વિસનો ઓફિશિયલ કોન્ટ્રાક્ટ તો અગાઉ ઓગસ્ટ મહિનામાં જ પૂરો થઈ ગયો હતો! આમ છતાં તેઓ જ મનપામાં પાણી સપ્લાય કરી રહ્યા છે. આ અંગે શૈલેષ દેસાઈએ બચાવ કર્યો કે, જ્યાં સુધી તંત્ર દ્વારા નવો કોન્ટ્રાક્ટ ન આપવામાં આવે ત્યાં સુધી નિયમ મુજબ જૂની એજન્સીએ જ કામ ચાલુ રાખવાનું હોય છે. કોન્ટ્રાક્ટર ભલે કાયદા અને રેટ કોન્ટ્રાક્ટની દુહાઈ આપી રહ્યા હોય, પરંતુ રૂ. 3ની વસ્તુના રૂ. 8 ચૂકવીને જનતાના ટેક્સના લાખો રૂપિયા ખાનગી એજન્સીના ખિસ્સામાં સરકાવી દેવાના આ ખેલથી રાજકોટ મનપાના વહીવટના લીરેલીરા ઉડી ગયા છે.

You Might Also Like

મામાના દીકરાઓએ કરેલા હુમલામાં કારખાનેદાર યુવાનનું મોત

લીંબુડીવાડી ઓફિસ ચોરીમાં હાઈ-પ્રોફાઈલ તસ્કરો ઝડપાયા, અમદાવાદથી ભાડાની કાર લાવી ઘડ્યો હતો પ્લાન

પત્નીની હત્યા અને સાસુ પર જીવલેણ હુમલો: 8 વર્ષ જૂના કેસમાં આરોપીને આજીવન કેદ

ધાબા પરથી કોમન પ્લોટમાં પટકાતા 39 વર્ષીય યુવાનનું કરુણ મોત

 સૌની યોજનાથી સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી પશુપાલકોનું હિજરત અટક્યું

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 સિવિલની કેન્ટીનમાંથી વાસી ખોરાક ઝડપાયો, ૮૭ પેઢીમાં દરોડા
રાજકોટ

 સિવિલની કેન્ટીનમાંથી વાસી ખોરાક ઝડપાયો, ૮૭ પેઢીમાં દરોડા

Editor By Editor 4 days ago
હાઉસિંગ બોર્ડના ભયજનક આવાસના નળ જોડાણ કાપતા સ્થાનિક ખાડામાં સૂઇ ગયા
ફોર્ચ્યુન મિલ્ક, શ્રીરામ ડેરી અને શ્યામ ડેરી સીલ
દ્વારકા-અમદાવાદ વંદે ભારતના સમય-રૂટમાં ફેરફાર
MCXમાં સોનું-ચાંદી અને ક્રૂડમાં ઘટાડો, રૂપિયો મજબૂત બનતાં શેરબજારનો સેન્ટિમેન્ટ સુધર્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?