એ.વી.જસાણી વિદ્યામંદિરમાં બાળકો માટે અદ્યતન Toy રૂમ ખુલ્લો મૂકાયો
બાળકોને જ્ઞાન સાથે ગમ્મતની સુવિધા પણ મળશે
અગ્ર ગુજરાત, રાજકોટ
શહેરમાં હિન્દુ સંસ્કૃતિને વળેલી અને જ્યાં દરરોજ સંગીતમય પ્રાર્થના સાથે હનુમાન ચાલીસા ના પાઠ બાળકો પાસે કરાવાય છે તેવી કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમ સંચાલિત એ.વી જસાણી વિદ્યામંદિરમાં પ્રી પ્રાઇમરીના બાળકોને રમતગમત સાથે જ્ઞાન ગોષ્ઠી મળી રહે તેવા શુભ આશયથી સંસ્થા દ્વારા અત્યારના આધુનિક યુગ પ્રમાણે અવનવા રમકડા રમતગમતના વિવિધ સાધનો સાથેના અધ્યતન ટોય રૂમનું દેવયાનીબેન કોઠારી સહિતના પ્રમુખ અરવિંદભાઈ પટેલ ચંદ્રકાંતભાઈ પટેલ પ્રવીણભાઈ અઘારા વગેરે ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં રીબીન કાપીને ઉદઘાટન કરી બાળકો માટે ખુલ્લો મુકાયો હતો.
સ્કૂલના બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળી રહે તેવા આશયથી બનાવવામાં આવેલા આ અધ્યતન Toy રૂમમાં વિવિધ પ્રકારના રંગબેરંગી આધુનિક રમકડા ઉપરાંત લપસ્યા ગાડી વગેરે સાધનો રાખવામાં આવેલા છે. જેનાથી બાળકોને રમતા રમતા આનંદમય વાતાવરણમાં જ્ઞાન સાથે ખુશીથી સમય પસાર કરી શકાશે.
શાળાના બંને માધ્યમના પ્રી પ્રાઇમરીના બાળકો માટે બનાવેલા આ Toy રૂમ બનાવવા માટે બંને પ્રિન્સિપાલ જલ્પાબેન પંડ્યા તેમજ આનલબેન મહેતા ઉપરાંત શિક્ષકોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી અને બાલાશ્રમના ટ્રસ્ટીઓ રાજુભાઈ મહેતા, સંદીપભાઈ મહેતા, શંભુભાઈ પરસાણા વગેરે ઉપસ્થિત રહી ટોય રૂમના નિર્માણમાં ઝીણામાં ઝીણી વાતનું ધ્યાન રાખી બાળકોને પ્રેમ-હુંફ અને રમતા રમતા જ્ઞાન મળી રહે તેવા આયોજનબધ અધ્યતન Toy રૂમ બનાવવા બદલ અભિનંદન આપેલ છે.


