ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
હરિદ્વારની રામકથાનું ભાવવાહી સમાપન, હવે પછીની રામકથા (૯૮૧) આફ્રિકાની ભૂમિ પર તા.૧૮-૭ થી તા.૨૬-૭ દરમિયાન યોજાશે
રામકથા સપ્તપદી નથી, નવપદી છે
ધર્મ એટલે સત્ય, પ્રેમ, કરૂણા, આત્રિપદી માનસનો સાર છે
ઉત્તરાખંડની તીર્થભૂમિ-હિમાલયના પ્રવેશ દ્વાર એવા હરિદ્વારના પ્રેમનગર આશ્રમમાં ચાલી રહેલા રામકથારૂપી પ્રેમયજ્ઞનું ગઇકાલે ભાવવાહી વાતાવરણમાં શુક-મંગલ સમાપન થયું હતું. કથામાં પરમાર્થ નિકેતન આશ્રમ-હરિદ્વારના સ્વામી મુનિજી મહારાજ તથા વિશ્વ શાંતિ કેન્દ્ર-દિલ્હીના જૈનમુનિ લોકેશજી મુનિજી ‘સનાતની’ ઉપસ્થિત રહ્યા હતાં.
રામકથાનો ઉપસંહારમય પ્રેમસંવાદમાં પ્રિય બાપુએ કહ્યું હતું કે પંજાબના સમર્થ સંત બુલ્લેશાહ અને ગોવિંદશા પાસે બુલ્લેશાની શિષ્ય-આશ્રિત જગજીવનદાસ છે. તો આ બે મહાપુરૂષો જગજીવનદાસના આશ્રમે ગયા છે. શિષ્યે સ્વાગત કર્યુ છે અને કહ્યું કે ગુરૂ, હું શું સેવા કરી શકું? બુલ્લેશાએ કહ્યું કે આગ-અગ્નિ લેતો આવે! શિષ્ય બહાર જાય છે અને એક પાત્રમાં અગ્નિ લાવે છે અને સાથે સાથે દૂધ પણ લાવે છે. ગુરૂએ પૂછયું કે અમે તો આગ-અગ્નિ જ લાવવાનું કીધું તું તું આ દૂધ પણ લાવ્યો, આ દૂધ બીજા પાસેથી લાવયો છો? ત્યારે શિષ્યને આશ્ર્ચર્ય થયું કે ગુરૂ કેમક આવું પૂછે છે? તો કહ્યું કે આપણા આશ્રમની જ ગૌમાતાનું દૂધ છે. બુલ્લેશાએ દૂધ ગરમ કરીને પીવે છે બન્યું એવું કે શિષ્ય જયારે દૂધ લઇને જતો ત્યારે દૂધનું પાત્ર અધુરૂ હતું. પણ ગુરૂના હાથમાં પાત્ર આવ્યું ત્યારે એ દુધનું પાત્ર છલોછલો ભરાઇ ગયું હતું.!! શિષ્યે ભીની આંખે કહ્યું કે ગુરૂજી જેવી રીતે આ દુધનું પાત્ર ભરી દીધું એમ આપ મારા મસ્તક પર હાથ રાખીને મને પણ ભરી દો!
કથાના સમાપન સમયે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્પસિંહ ધામીએ પણ કથા શ્રવણનો અને કથા સમાપને આરતી-દર્શનનો પણ લાભ લીધો હતો. કથાના અંતે મુખ્યમંત્રીએ પોતાનો હૃદયભાવ પ્રગટ કર્યો હતો.
કથારત્નો
(૧) રામકથા, સત્યામૃત, પ્રેમાવૃત અને કરૂણામૃત છે
(૨) સાધુ મહાકાલને પણ જગાડ છે, જાગૃત કરે છે
(3) જીવ કાળને જગાડી શકે પણ મહાકાળને નહીં!
(૪) ખામોશિયોને ચુન લીયા હૈ, અભી અભી, આવાઝ કા એક ફૂલ ખીલા હૈ અભી અભી!
(૫) કુંભકર્ણની નિંદ્રા જાગરણ છે જયારે રાવણનું જાગરણ શયન છે
(૬) સંકિર્ણતા સંઘર્ષ ઉત્પન્ન કરે છે, આપણો ધર્મ સિંધુ હોવો જોઇએ સંકિર્ણ નહી.
(૭) અંતરાત્મા મંચ છે, આત્મા નર્તક છે
(૮) કિર્તન શબ્દને ઉલટાવો તો ‘નર્તકી’ બને છે,
(૯) યુધ્ધની કથા રમણીય હોય છે પણ યુધ્ધ કયારેય રમણીય હોતું નથી


