વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા શાળા નંબર ૮ અને ૧૯ ના તેજસ્વી તારલાઓનું સન્માન
શિલ્ડ અને પ્રમાણપત્ર વિદ્યાર્થીઓને એનાયત કરાયા
અગ્ર ગુજરાત, રાજકોટ
વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા પ્રતિવર્ષ શૈક્ષણિક સત્રના પ્રારંભે શહેરની દશ શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળા અને ગ્રાન્ટેડ શાળાના છાત્રોને બિરદાવવા પ્રોત્સાહિત કરવા છાત્ર સત્કાર સમારંભ યોજવામાં આવેલ છે જે અંતર્ગત શિક્ષણ સમિતિ સંચાલિત શહેરના સદર વિસ્તારમાં આવેલ ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા નંબર ૮ અને સરદારનગર મેઇન રોડ પર આવેલ જે.જે.પાઠક પ્રાથમિક શાળા નંબર ૧૯ ના ધોરણ ૧ થી ૮ માં શાળામાં પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબર મેળવનાર ૪૮ તેજસ્વી તારલાઓનો છાત્ર સત્કાર સમારંભ રાજકોટ મશીનરી ડીલર્સ એશોશીએશનના મંત્રી અશ્વિનભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ જેનું સંસ્થાના સેક્રેટરી અનુપમ દોશીએ દીપ પ્રાગટ્ય કરી ઉદઘાટન કરેલ
શાળા નંબર ૮ અને ૧૯ ના ૪૮ તેજસ્વી તારલાઓનું છાત્ર સત્કાર સમારંભ પ્રવૃતિના દાતા નિવૃત ઈન્કમટેક્સ અધિકારી મોઢવણિક સમાજના અગ્રણી કિર્તીભાઇ મહેતા, સી.આર.સી.કોઓર્ડિનેટર મનીષાબેન ચાવડા, પરિમલભાઇ જોશી, જયેન્દ્રભાઈ મહેતા, મહેશભાઈ વ્યાસ, જીતુભાઈ ગાંધી, નિવૃત શિક્ષક રમેશભાઈ માંગરોળિયાના હસ્તે ઇનામો આપી સન્માન કરવામાં આવેલ.
સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન શાળાના શિક્ષિકા સેજલબેને કરેલ.આભારવિધિ શાળા નંબર ૮ ના આચાર્ય હેતલબેન ખૂંટે કરેલ. સમગ્ર આયોજનની સફળતા માટે અનુપમ દોશી, હસુભાઈ શાહ, પંકજ રૂપારેલિયા,દિનેશભાઈ ગોવાણી, વિપુલભાઈ ભટ્ટ, મહેશ જીવરાજાની,નૈસધભાઈ વોરા તેમજ શાળા પરિવાર કાર્યરત રહેલ


