ફ્રીડમ યુવા ગ્રુપ દ્વારા મનોદિવ્યાંગ અને થેલેસેમિક બાળકો માટે રવિવારે શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ
નવનિયુકત પદાધિકારી અને દાતાઓના સન્માનનું આયોજન
અગ્ર ગુજરાત, રાજકોટ
સમાજના વંચિત અને વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ફ્રીડમ યુવા ગ્રુપ, રાજકોટ દ્વારા સતત ૨૩ માં વર્ષે શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
તા.૧૨ જુલાઈ રવિવાર ના રોજ મનોદિવ્યાંગ, થેલેસેમિક અને જરૂરતમંદ વિદ્યાર્થીઓ ને સ્કૂલબેગ, ફૂલસ્કેપ બુક્સ, લંચ બોક્સ, વોટર બોટલ, કંપાસ, એક્ઝામ પેડ સહિતની સામગ્રી સાથેની શૈક્ષણિક કીટ દાતાઓના સહયોગથી વિતરણ કરવામાં આવશે, આ માટે સંસ્થા દ્વારા આવા બાળકો ની તપાસ કરી અગાઉ થી કૂપન આપેલા છે તે કૂપન સાથે બાળકો અને વાલી આવશે તેમને આ શૈક્ષણિક કીટ આપવામાં આવશે, મનોદિવ્યાંગ તેમજ થેલેસેમીયા જેવા ગંભીર પડકારોનો સામનો કરી રહેલા બાળકોને શિક્ષણના પ્રવાહ સાથે જોડવા માટે તેમને શૈક્ષણિક કીટ નું વિતરણ સતત ૨૩ માં વર્ષે સંસ્થા દ્વારા કરવામાં આવશે. આ કીટથી બાળકોને ભણવામાં પ્રોત્સાહન મળશે અને તેમનું મનોબળ વધશે.
ઉપરોક્ત કાર્યક્રમને રાજકોટના મેયર ડૉ.નેહલભાઈ શુક્લ, મુખ્ય દાતા કૈલાશબેન પલાણ, સ્ટે.ચેરમેન પરેશભાઈ પીપળીયા અને શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે દીપ પ્રગટાવી પ્રારંભ કરશે આ સાથે સર્વે અંકુરભાઈ વ્યાસ,ગૌરાંગભાઈ ઠક્કર,કાશ્મીરાબેન નથવાણી, કલ્પકભાઈ મણિયાર,આશિષભાઈ પટેલ, કૌશિકભાઇ કલ્યાણી, ડી વી મહેતા,અમિતભાઈ પટેલ, જયશ્રીબેન પટેલ, અજયભાઈ ગઢિયા,હેમલભાઈ મોદી, સર્વાનંદભાઈ સોનવાણી,દર્શિતભાઈ જાની, કિર્તીભાઇ મહેતા,નીરવભાઈ મણિયાર, ધ્રુવભાઈ રાજા, પાર્થરાજસિંહ ચૌહાણ, આનંદભાઈ પટેલ,અવધેશભાઈ કાનગડ ,હસુભાઈ ભગદેવ, જયેશભાઈ ઉપાધ્યાય,વસંતભાઈ જસાણી, મિલનભાઈ કોઠારી, કલ્પેશભાઈ ગજ્જર, રમાબેન હેરભા, ખ્યાતિબેન ગોહેલ,દર્શનભાઈ, સહિતના જાહેરજીવન અને સમાજજીવન ના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહેશે.
સંસ્થા દ્વારા રાજકોટના નવનિયુકત મેયર ડૉ.નેહલભાઈ શુક્લ, સ્ટે.ચેરમેન પરેશભાઈ પીપળીયા તેમજ સંસ્થા પરિવારમાંથી નગરસેવક તરીકે ચૂંટાયેલ નગરસેવકો ને સન્માનિત કરવામાં આવનાર છે. ફ્રીડમ યુવા ગ્રુપ રાજકોટ દ્વારા 23 માં શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમમાં સહકાર આપી સહભાગી બનનાર તમામ દાતાશ્રીઓને ફ્રીડમ યુવા ગ્રુપ, રાજકોટ દ્વારા સ્મૃતિચિન્હ અર્પણ કરી સન્માનિત કરવામાં આવશે. સંસ્થાનું માનવું છે કે “મહાલક્ષ્મી ના મુનિમ સમા દાતાશ્રીઓ ના સહકારથી જ શિક્ષણને નવું બળ મળશે.”
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થા ના સંસ્થાપક ભાગ્યેશ વોરા ની રાહબરી માં મનોજ ડોડીયા, સંજય પારેખ, પ્રવીણ ચાવડા, કિરીટ ગોહેલ, સુરેશ રાજપુરોહિત, નીતિન ઝરીયા, રસિક મોરધરા, નિમેષ કેસરિયા, અલ્પેશ પલાણ, ચંદ્રેશ પરમાર, રાજન સૂરૂ, વિરલ પલાણ, જે પી ફૂલારા, ધવલ પડિયા, જીતેશ સંઘાણી, જીગ્નેશ આહિર, રોહિત સિધ્ધપુરા, હર્ષદ ચોકસી, જીતેશ સંઘાણી, રિતેશ ચોકસી, અલ્પેશ ગોહેલ સહિતનાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.


