જામનગર–વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન બાજવા સ્ટેશને શોર્ટ ટર્મિનેટ
તા.૧૧ થી ૧3 જુલાઇ સુધી શોર્ટ ટર્મિનેટ કરાઇ
અગ્ર ગુજરાત, રાજકોટ
વડોદરા સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 4 અને 5 ના એક્સટેન્શન ના સિવિલ વર્ક વગેરે કામગીરી માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોકના કારણે પ્રભાવિત થનારી રાજકોટ ડિવિઝન સંબંધિત ટ્રેનો 1) ટ્રેન નંબર 22959 વડોદરા–જામનગર ઈન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન તારીખ 11 જુલાઇ થી લઈને 13 જુલાઈ 2026 ના રોજ બાજવા સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ (આંશિક રીતે શરૂ) કરવામાં આવશે તથા વડોદરા-બાજવા વચ્ચે રદ રહેશે. 2) ટ્રેન નંબર 22960 જામનગર–વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન તારીખ 11 જુલાઇ થી લઈને 13 જુલાઈ 2026 ના રોજ બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે તથા બાજવા-વડોદરા વચ્ચે રદ રહેશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના (કોચ કમ્પોઝિશન) અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.


