સરગમ કલબ દ્વારા હરિદ્વારમાં ૨૫૦૦ અસ્થિઓનું વિસર્જન કરાયું
ગંગા નદીમાં અસ્થિઓનું પૂજન
અગ્ર ગુજરાત, રાજકોટ
સરગમ કલબના ઉપક્રમે હરિદ્વાર મુકામે ગંગાઘાટ ઉપર હરકીપૌડી અસ્થીઘાટ ઉપર રામનાથપરા મુક્તિધામમાં તા.૧/૧/૨૦૨૬ થી ૩૦/૬/૨૦૨૬ સુધીના લાકડા વિભાગ તેમજ વિઘુત વિભાગના કુલ ૨૫૦૦ વ્યક્તિના અગ્નિદાહ અપાયેલ તે તમામ ના તારીખ ૧૨/૭/૨૦૨૬ના રોજ સવારના હરિદ્વાર અસ્થિઘાટ પર ગંગા નદીમાં સરગમ પરિવાર ના લોકો એ દરેક ના વ્યક્તિગત નામ લઈ અસ્થી પધરાવેલ ત્યારબાદ ત્યાં સાધુ સંતો ને ભોજન તેમજ ચા પીવડાવેલ. તેમજ ગંગા નદી માં સ્નાન કરીને પૂણ્ય પ્રાપ્ત કરેલ આ માટે સરગમ ક્લબ નાં કમિટી મેમ્બરો પોતાના સ્વખર્ચે અસ્થી વિસર્જન કરવા ગયા હતાં. સરગમ ક્લબના હોદેદારો એ બ્રાહ્મણો દ્રારા શાસ્ત્રો વિધીથી અસ્થિનું પુજન કરીને ગંગા ઘાટમાં અસ્થિ પધરાવેલ. આ સેવાકીય કામ માટે ગુણવંતભાઈ ડેલાવાળા માર્ગદર્શન હેઠળ કમિટી મેમ્બરની ટીમ રમેશભાઈ અકબરી, મનસુખભાઇ ધંધૂકિયા, કનૈયાલાલ ગજેરા, ડૉ. પંકજભાઈ રાઠોડ, રાજેન્દ્રભાઈ શેઠ, સુનિલભાઈ દેત્રોજા, કિરીટભાઇ ગજેરા, મનોજભાઈ અનડ્કટ, ગોપાલભાઈ અનડ્કટ, જયેશભાઇ કાટકોરીયા, દ્વારકેશભાઇ પરસાણા તેમજ ગીતાબેન હિરાણી, છાયાબેન દવે, છાયાબેન અનડ્કટ, ભાવનાબેન અકબરી, લીલાવતિબેન ધંધૂકિયા ઉપસ્થિત રહેલ. આ તમામ મેમ્બરો હરિદ્વારમાં અસ્થી પૂજન સેવા કાર્યમાં સહયોગ આપ્યો હતો.


