By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    7 days ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    1 week ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    1 week ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    1 week ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટ મનપા દ્વારા ૧૨૧ રેસ્ટોરન્ટ-પેઢીઓમાં દરોડા : ૫૫ કિલો અખાદ્ય જથ્થાનો નાશ, ૩૫ને નોટિસ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજકોટ મનપા દ્વારા ૧૨૧ રેસ્ટોરન્ટ-પેઢીઓમાં દરોડા : ૫૫ કિલો અખાદ્ય જથ્થાનો નાશ, ૩૫ને નોટિસ

Editor
Last updated: 2026/07/14 at 4:44 PM
1 day ago
Share
રાજકોટ મનપા દ્વારા ૧૨૧ રેસ્ટોરન્ટ-પેઢીઓમાં દરોડા : ૫૫ કિલો અખાદ્ય જથ્થાનો નાશ, ૩૫ને નોટિસ
SHARE

રાજકોટ મનપા દ્વારા ૧૨૧ રેસ્ટોરન્ટ-પેઢીઓમાં દરોડા : ૫૫ કિલો અખાદ્ય જથ્થાનો નાશ, ૩૫ને નોટિસ

ખોરાકમાં ભેળસેળ અને ગંદકી કરનારાઓ સામે ફૂડ વિભાગ લાલઘૂમ; ૧૮૦ કિલો પ્રતિબંધિત પસ્તી જપ્ત કરી ₹૪૪,૫૦૦નો દંડ વસૂલાયો, દૂધ અને પનીર સહિત ૧૨ નમૂના લેબોરેટરીમાં મોકલાયા

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા અને નિયમોનું ઉલ્લંઘન કરતા ખાદ્ય પદાર્થોના વેપારીઓ સામે મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા કડક સર્વેલન્સ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ સઘન ચેકિંગ દરમિયાન ફૂડ વિભાગની ટીમે કુલ ૧૨૧ પેઢી અને રેસ્ટોરન્ટ્સની તપાસ કરી હતી, જેમાં ભારે ગંદકી, વાસી ખોરાક અને નિયમોના ભંગ બદલ કડક પગલાં લેવામાં આવ્યા છે.

આ કાર્યવાહી દરમિયાન આરોગ્ય માટે હાનિકારક એવો ૫૫ કિલો અખાદ્ય અને વાસી ખોરાકનો જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત હાઇજેનિક કન્ડિશન, યોગ્ય સ્ટોરેજ ન હોવા અને ફૂડ લાઇસન્સના અભાવ બદલ ૩૫ પેઢીઓને નોટિસ ફટકારવામાં આવી છે. ખાદ્ય પદાર્થો પેક કરવા માટે વપરાતી ૧૮૦ કિલો પ્રતિબંધિત પ્રિન્ટેડ પસ્તીનો જથ્થો જપ્ત કરી વેપારીઓ પાસેથી કુલ ₹૪૪,૫૦૦/- નો વહીવટી ચાર્જ (દંડ) વસૂલવામાં આવ્યો હતો. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (FSSAI) એક્ટ હેઠળ શંકાસ્પદ ચીજોના ૧૨ નમૂના લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલાયા છે.

ઉપરોકત દરોડામાં શ્રીમાન છોટુજી સમોસેવાલે (ટાગોર રોડ) માંથી વાસી ચીજો અને ઇન્ડસ્ટ્રીયલ સ્ટાર્ચ મળી કુલ ૫૫ કિલો જથ્થાનો નાશ કરાયો. યોગ્ય સ્ટોરેજ ન હોવા બદલ નોટિસ આપી ₹૫,૦૦૦/- દંડ વસૂલાયો તથા ‘આંબલી-ખાંડની ચટણી (લૂઝ)’ નો નમૂનો લેવાયો હતો. જયારે ધમાભાઈ બ્રેડવાળા (વિરાણી ચોક): લાઇસન્સ ન હોવા તેમજ ખરીદીના કોઈ આધાર ન હોવાથી ₹૨,૦૦૦/- નો દંડ, જનતા બેકરી (મંગળા મેઇન રોડ): ગંદકી (અનહાઇજેનિક કન્ડિશન) અને વપરાશમાં લેવાતું ખાદ્યતેલ ડિસ્પ્લે ન કરવા બદલ ₹૨,૦૦૦/- નો દંડ., શ્રી ઉમિયાજી ફરસાણ (મંગળા મેઇન રોડ): ગંદકી, લાઇસન્સ ન હોવા અને પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ બદલ ₹૨,૦૦૦/- નો દંડ., રાજમંદિર ફરસાણ (વિરાણી ચોક): લાઇસન્સ ન હોવા અને ખરીદીના બિલ/આધાર ન હોવા બદલ ₹૨,૦૦૦/- નો દંડ., વરિયા ભજીયા હાઉસ (લોધાવાડ ચોક): પસ્તીનો ઉપયોગ અને તેલ ડિસ્પ્લે ન કરવા બદલ ₹૧,૦૦૦/- દંડ. શ્રી બાલગોપાલ લાલજી નાસ્તા હાઉસ અને જય બાલાજી લસ્સી (મંગળા રોડ કોર્નર): લાઇસન્સ વગર વેપાર કરવા અને થર્મોકોલ બાઉલના વપરાશ બદલ બંનેને ₹૧,૦૦૦-૧,૦૦૦/- નો દંડ. મધુરમ કેક્સ & બેક્સ (મવડી રોડ): લાઇસન્સ ન રાખવા અને પ્રોડક્ટ્સ પર લેબલિંગ ન હોવા બદલ નોટિસ સાથે ₹૫૦૦/- નો દંડ., જય મહાકાળી પાણીપુરી (ગોંડલ રોડ): ૩ કિલો બાફેલા વાસી બટાકાના મસાલાનો સ્થળ પર નાશ કરાયો હતો.

મનપા દ્વારા ખાદ્ય પદાર્થો આપવા માટે શાહીવાળી પસ્તીનો ઉપયોગ કરતા વેપારીઓ સામે ઝુંબેશ ચલાવી ₹૫૦૦/-નો દંડ કરાયો છે.  જેમાં શ્રી ચામુંડા ફરસાણ (મોરબી રોડ), દ્વારિકાધીસ ફરસાણ (રેલનગર), ચામુંડા ફરસાણ (ગાયત્રી નગર), સોમનાથ નમકીન, બાલાજી ફરસાણ, ગાયત્રી ફરસાણ, જય સિયારામ ફરસાણ (હસનવાડી), જય બાલાજી ફરસાણ, મહાવીર નમકિન અને શ્રી ગૌતમ ફરસાણ (સહકાર રોડ), અનમોલ ફરસાણ (કોઠારીયા રોડ), વરિયા ફરસાણ (મવડી રોડ – ૧૬ કિલો પસ્તી જપ્ત), જલારામ ફરસાણ (ગોંડલ રોડ – ૧૧ કિલો પસ્તી જપ્ત), મહાવીર ફરસાણ (૧,૦૦૦ દંડ અને ૪ કિલો પસ્તી જપ્ત), ભગવતી ફરસાણ, બાલાજી ફરસાણ (ગોવિંદ બાગ), વિજય સ્વીટ અને ન્યૂ ભારત સ્વીટ (પેડક રોડ), જગદીશ ગાંઠિયા અને ભગીરથ ફરસાણ (સંત કબીર રોડ) તથા વરિયા ફરસાણ (કોઠારીયા રોડ) નો સમાવેશ થાય છે.

જામનગર રોડ પર પુષ્કરધામ અને સરદાર કોમ્પ્લેક્સમાં લાઇસન્સના અભાવ અને ગંદકી બદલ પેઢીઓને નોટિસ સાથે ₹૫૦૦/- નો દંડ કરાયો છે. જેમાં સાઈ દાળ પકવાન, બાલાજી ગાંઠિયા, ખેતલા આપા ટી-પાન, જય દ્વારકેશ પાન, શંકર ડિલક્ષ પાન, માધવ હોટલ (બે એકમો), ભૂમિ છોલે ભટુરે, કનૈયા હોટેલ, ખોડિયાર પૂરીશાક, ખોડિયાર હોટેલ, શિહોરી કૃપા નાસ્તા હાઉસ, મહેરાજ ફરસાણ (મીઠાઈ પર ટેગિંગ ન હતું), શ્રી રામ ખમણ અને રામદેવ ફરસાણનો સમાવેશ થાય છે.

ડેરી ફાર્મ્સમાં શુદ્ધતાની ચકાસણી માટે ફૂડ વિભાગે ખાસ ચેકિંગ કરીને દંડ વસૂલ્યો અને લેબોરેટરી ટેસ્ટ માટે નમૂના લીધા છે. જેમાં અમૃત ડેરી ફાર્મ (બજરંગવાડી ચોક): ખુલ્લા ખાદ્યપદાર્થો અને ટેગિંગ ન હોવા બદલ ₹૨,૦૦૦/- નો દંડ; પનીર અને મિક્સ દૂધનો નમૂનો લેવાયો. અમૃત ડેરી ફાર્મ (ગાયત્રીધામ): તેલ ડિસ્પ્લે ન કરવા બદલ ₹૧,૦૦૦/- દંડ; મિક્સ દૂધનો નમૂનો લેવાયો. ૩. ધારેશ્વર ડેરી ફાર્મ (કાલાવડ રોડ): મીઠાઈ પર ટેગિંગ અને લેબલિંગ ન હોવાથી ₹૧,૦૦૦/- દંડ; મિક્સ દૂધ અને પનીરનો નમૂનો લેવાયો. ૪. શ્રી દ્વારકાધીશ ડેરી ફાર્મ (ગોંડલ રોડ): લાઇસન્સ ન હોવા બદલ ₹૧,૦૦૦/- દંડ; મિક્સ દૂધનો નમૂનો. ૫. ગાયત્રી ડેરી (રેલનગર) અને ગોપાલ ડેરી (મોરબી રોડ): લાઇસન્સ ન હોવા બદલ ₹૫૦૦-૫૦૦/- દંડ અને દૂધના નમૂના લેવાયા છે. આ ઉપરાંત માં આઈ શ્રી ખોડિયાર દુગ્ધાલય (રૈયા રોડ), જય શક્તિ ડેરી (રેલનગર), રાધિકા ડેરી (રેલનગર), દ્વારકેશ ડેરી (મોરબી રોડ), બુટ ભવાની ડેરી (મોરબી રોડ) અને ધારેશ્વર ડેરી (૮૦ ફીટ રોડ) ખાતેથી દૂધના વિવિધ નમૂનાઓ મેળવી તપાસ અર્થે મોકલાયા છે.

ફૂડ વિભાગની ટીમો દ્વારા હનુમાન મઢી ચોક (રૈયા રોડ) ખાતે આવેલી ભગવતી સ્વીટ, પ્રણામી ફરસાણ, પારસ ફરસાણ, શ્યામ સિંગ, મધુભાઈ ગોરધનભાઈ ચેવડાવાળા, સદગુરુ સ્વીટ તેમજ રૈયા ચોકડી પાસેની કૈલાશ રેસ્ટોરન્ટ, બાલાજી પાર્સલ પોઇન્ટ, મહાદેવ પુરીશાક, બંસી પુરીશાક, સાઈ ચાપડી ઊંધિયું, ગોંડલ રોડ પર શ્રી ભવાની ગાંઠિયા, મવડી રોડ પર મયુર ભજીયા, પેડક રોડ પર બેસ્ટ મયુર ભજીયા અને મયુર રેસ્ટોરન્ટ, સંત કબીર રોડ પર ગજાનંદ જોધપુર સ્વીટ તથા નિર્મલા રોડ પર ઇશ્વરભાઇ ઘુઘરાવાળા સહિતની અન્ય અનેક પેઢીઓમાં પણ ગુણવત્તા સંદર્ભે સ્થળ તપાસ કરવામાં આવી હતી.

You Might Also Like

વેપન કાર્ટેલ રેકેટમાં વધુ બે શખ્સોને ત્રણ દેશી પિસ્તોલ અને કારતૂસ સાથે ઝડપી લેતી PCB

પતિ-પુત્રને મારી નાખીશ’ કહી રિક્ષા ચાલકે ચાર વર્ષ સુધી પરિણીતા પર આચર્યું દુષ્કર્મ

ભારવિ અને સાહિત્યસેતુ દ્વારા ત્યાં પહોંચ્યા સંજુ વાળાનો કાર્યક્રમ યોજાયો

ગોંડલમાં રૂરલ SOG એ નામચીન પેડલરને 2.79 લાખના ગાંજા સાથે ઝડપી લીધો

સહકાર ભારતીના સ્થાપક લક્ષ્મણરાવ ઇનામદાર વકીલ સાહેબની પુણ્યતિથિએ શ્રદ્ધા સુમન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
માધાપર ચોકડીએ રેતી ભરેલા ડમ્પરે યુવાનનો જીવ લીધો, અકસ્માત બાદ ઉગ્ર રોષ
રાજકોટ

માધાપર ચોકડીએ રેતી ભરેલા ડમ્પરે યુવાનનો જીવ લીધો, અકસ્માત બાદ ઉગ્ર રોષ

Editor By Editor 1 day ago
શહેર ભાજપ દ્વારા ૧૮ વોર્ડના તમામ કાર્યકર્તાઓને ૧૦ દિ’ની તાલીમ અપાઇ
 રાજકોટના ઉદ્યોગપતિએ ઝંપલાવ્યું સેમિકન્ડકટર ક્ષેત્રમાં, ઓગષ્ટથી મોટા પાયે ઉત્પાદન શરૂ
સરગમ કલબ દ્વારા હરિદ્વારમાં ૨૫૦૦ અસ્થિઓનું વિસર્જન કરાયું
રાજકોટ ઇસ્કોન મંદિર દ્વારા ‘ ભગવાન જગન્નાથ’ના રથયાત્રાની પૂરજોશમાં તૈયારીઓ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?