By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    1 month ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 month ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    1 month ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 month ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    9 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    9 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    9 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    9 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    9 months ago
  • EpaperEpaperEpaper
Reading: સ્પીડવેલ ચોક પાસે રોંગ સાઈડમાં ધસી આવેલા છોટાહાથીની ટક્કરે સિક્યોરિટી ગાર્ડનું મોત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

સ્પીડવેલ ચોક પાસે રોંગ સાઈડમાં ધસી આવેલા છોટાહાથીની ટક્કરે સિક્યોરિટી ગાર્ડનું મોત

Editor
Last updated: 2026/07/14 at 4:52 PM
2 months ago
Share
સ્પીડવેલ ચોક પાસે રોંગ સાઈડમાં ધસી આવેલા છોટાહાથીની ટક્કરે સિક્યોરિટી ગાર્ડનું મોત
SHARE

સ્પીડવેલ ચોક પાસે રોંગ સાઈડમાં ધસી આવેલા છોટાહાથીની ટક્કરે સિક્યોરિટી ગાર્ડનું મોત

પુત્ર સામે જ પિતાએ દમ તોડ્યો, બે માસૂમોના માથેથી ઉઠી પિતાની છત્રછાયા

અગ્ર ગુજરાત,રાજકોટ
રાજકોટ શહેરમાં બેદરકાર વાહનચાલનની વધુ એક કરુણ ઘટના સામે આવી છે. સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક રોંગ સાઇડમાં આવી રહેલા છોટાહાથી માલવાહકની ટક્કરથી બાઈક પર ઘરે જઈ રહેલા સિક્યોરિટી ગાર્ડનું સારવાર દરમિયાન મોત નીપજતાં પરિવાર પર આભ ફાટી પડ્યું છે. અકસ્માતમાં તેમના પુત્રને સામાન્ય ઈજા પહોંચી હતી, પરંતુ પિતાનો જીવ બચી શક્યો નહોતો. આ ઘટનાથી બે માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
મળતી વિગતો મુજબ, વશરામભાઈ પરમાર પોતાના પુત્ર સાથે બાઈક પર પરસાણા ચોક તરફથી ઘરે પરત ફરી રહ્યા હતા. બપોરના આશરે દોઢ વાગ્યે ફીલ્ડ માર્શલ રોડ પર સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે આવેલા જય દ્વારકાધીશ પાન એન્ડ ટી સ્ટોલ પાસે પહોંચતા સામેની દિશામાં રોંગ સાઇડથી આવી રહેલા છોટાહાથી માલવાહકે તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અથડામણ એટલી ગંભીર હતી કે બંને રસ્તા પર પટકાયા હતા. અકસ્માતમાં વશરામભાઈના માથામાં ગંભીર ઇજા થતાં તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે પુત્રને સામાન્ય ઈજા થતાં સારવાર બાદ રજા આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
મૃતકના પિતા પુંજાભાઈ પરમારે તાલુકા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે અકસ્માત અંગે તેમને પુત્રવધૂ સીમાબેનનો ફોન આવ્યો હતો. ત્યારબાદ હોસ્પિટલ પહોંચતાં જાણવા મળ્યું કે પુત્રની સ્થિતિ ગંભીર છે અને થોડા જ સમયમાં તેનું મોત થયું હતું. હોસ્પિટલ ચોકી દ્વારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ બાદ મૃતકના દસ વર્ષીય પુત્રએ દાદાને અકસ્માતની સમગ્ર ઘટના જણાવી હતી. બાળકના જણાવ્યા મુજબ, રોંગ સાઇડમાં આવી રહેલા પાણીની બોટલો ભરેલા છોટાહાથી માલવાહકે તેમની બાઈકને અડફેટે લીધી હતી. અકસ્માત સમયે હાજર લોકોએ માલવાહકનો નંબર જીજે-03-બીટી-8049 હોવાનું જણાવ્યું હતું.
ફરિયાદના આધારે તાલુકા પોલીસે માલવાહકના ચાલક સામે બેદરકારીપૂર્વક અને માનવજીવન જોખમાય તેવી રીતે વાહન હંકારી અકસ્માત સર્જી મોત નિપજાવવાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
પ્રાથમિક પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક વશરામભાઈ પરમાર સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા અને ફરજ પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત બન્યો હતો. તેઓ બે ભાઈઓમાં મોટા હતા અને પરિવારની જવાબદારી તેમના ખભા પર હતી. તેમના નિધનથી પત્ની અને બે માસૂમ દીકરાઓ પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, જ્યારે સમગ્ર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

You Might Also Like

જન્માષ્ટમી મહોત્સવ 2026ની થીમનું અનાવરણ

સ્વ.કિશોરભાઈ ટીલારાની પૂણ્યતિથી નિમિત્તે શનિવારે યોજાશે મેગા સર્વરોગ નિદાન કેમ્પ

કોઠારીયા કોલોનીના કોટેશ્વર મંદિરે જટાધારી મહાદેવના શ્રૃંગાર-દર્શન

લગ્નની લાલચે સંબંધ બાંધ્યો, સેંથો પૂરી પત્ની સ્વીકારી, અંતે સોરી કહી સંબંધ તોડી નાખ્યો

મેટોડામાં 6 વર્ષની માસૂમને હેવાનિયતનો શિકાર થતા બચાવતી પોલીસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?