ઉનામાં ઇસ્માઈલી CIVICના બેનર હેઠળ ભવ્ય રક્તદાન શિબિર યોજાઈ
આગાખાન યુથ એન્ડ સ્પોર્ટ્સ તથા હેલ્થ બોર્ડના સહયોગથી સમગ્ર સૌરાષ્ટ્રમાં 16થી વધુ રક્તદાન શિબિરોમાં દાતાઓ ઉમટયા
અગ્ર ગુજરાત, ઉના
ઉનાના સિલ્વર જ્યુબિલી સોસાયટી ખાતેઆવેલખોજા જ્ઞાતિના હોલમાં ઇસ્માઈલી CIVICના બેનરહેઠળદિવ્ય જ્યોતિ વોલન્ટરી બ્લડ બેંકનાસહયોગથીભવ્યરક્તદાન શિબિર યોજાઈ હતી. કાર્યક્રમમાં ખોજા જ્ઞાતિના મુખી કારડિયા, સમાજના આગેવાનો, ઉના નગરપાલિકાના સભ્યો, વિવિધ સમાજોના પ્રતિનિધિઓ,વેપારીઅગ્રણી ઓ તેમજ મોટી સંખ્યામાં સેવાભાવી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું હતું કે ઇસ્માઈલી મુસ્લિમ સમુદાય દ્વારા ઇસ્માઈલી CIVICના માધ્યમથી સમાજસેવાના વિવિધ કાર્યો કરવામાં આવે છે. આગાખાન યુથ એન્ડ સ્પોર્ટ્સ બોર્ડ અને આગાખાન હેલ્થ બોર્ડના સહયોગથી સમગ્ર સૌરાષ્ટ્રમાં 16થી વધુ રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે, જેના માધ્યમથી જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.
ઇસ્માઈલી CIVIC સમુદાય દ્વારા આસપાસના લોકોને મદદરૂપ થવા માટેની એક સેવાકીય પહેલ છે. સંસ્થા આરોગ્યસંભાળ, રક્તદાન, પર્યાવરણ જાગૃતિ અને ક્લાઈમેટ ચેન્જ જેવા વિષયો પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે. અગાઉ ગુજરાત, મુંબઈ અને હૈદરાબાદમાં પણ આરોગ્યસંભાળ અને રક્તદાન શિબિરોનું સફળ આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત સંસ્થા દ્વારા ટ્રાફિક અવેરનેસ ડ્રાઈવ, બીચ ક્લીનઅપ, ફૂડ ડ્રાઈવ સહિતના અનેક સેવાકીય કાર્યક્રમો યોજવામાં આવે છે. રથયાત્રા, જન્માષ્ટમી અને ગણપતિ વિસર્જન જેવા મોટા ધાર્મિક કાર્યક્રમોમાં ભીડ વ્યવસ્થાપનમાં પણ સ્વયંસેવકો મહત્વની ભૂમિકા ભજવે છે. કોવિડ-19 મહામારી દરમિયાન પણ સ્વચ્છ પાણી વિતરણ સહિતની અનેક માનવસેવાની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.
રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં યુવાનો અને નાગરિકોએ ઉત્સાહભેર રક્તદાન કરી માનવસેવાનો ઉત્તમ સંદેશ આપ્યો હતો. કાર્યક્રમના અંતે તમામ રક્તદાતાઓ, સહયોગી સંસ્થાઓ અને ઉપસ્થિત મહાનુભાવોને આયોજકો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો.


