માતુશ્રી મયાબા દાદુભા પ્રભાતસિંહજી સ્કૂલનું ગૌરવ
તાલુકા કક્ષાની ખો-ખો સ્પર્ધામાં ડંકો વગાડયો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજપરા ખાતે આવેલ માતુશ્રી મયાબા દાદુભા પ્રભાતસિંહજી સ્કુલના વિધ્યાર્થી ભાઈઓ બહેનોઍ અભ્યાસની સાથોસાથ રમતગમત ક્ષેત્રે પણ પોતાનું કૌવત દેખાડયુ છે. અંડર ફોર્ટીન ગ્રુપમા ખો ખો મા બહેનો ભાઈઓ બન્ને ટીમ તથા કબડ્ડીમા ભાઈઓની ટીમ વિજેતા થતા સમગ્ર શાળા પરિવારમાં આનંદ સાથે ગૌરવની લાગણી પ્રસરી છે.
તાલુકા કક્ષાઍ વિજેતા બન્યા બાદ હવે આગામી સમયમાં આ બધા ખેલાડી ભાઈ બહેનો જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે. ખેલાડીઓની આ સફળતા બદલ શાળાના આચાર્યા કિર્તીબહેન ગોસ્વામી,તથા સ્કૂલના સંચાલકશ્રી એન.ડી. જાડેજાએ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા છે.અત્રે ઍ ઉલ્લેખનિય છે કે, શાળાના બાળકો અભ્યાસમા પણ 99+ પી આર લાવીને તાલુકાકેન્દ્રમા ફર્સ્ટ રહે છે. ગત સાલનુ ધો .10 તથા 12નુ બોર્ડનુ પરિણામ સોટકા આવ્યુ હતુ.શાળામાં અભ્યાસ સાથે સર્વાગીય કેળવણી માટે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ,વિવિધ ઉજવણી, પીકનિક અને પ્રવાસોનુ આયોજન કરાતું હોય આસપાસના પંથકના વિધ્યાર્થીઓ માટે આ શાળા આકર્ષણનુ કેન્દ્ર બની રહી છે.


