By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    13 minutes ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    24 hours ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 days ago
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    3 days ago
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: નશાના કારોબારમાં સરકારી કચેરીઓનો પણ ઉપયોગ, પોસ્ટમાં મંગાવેલ ગાંજાનો જથ્થો ઝડપાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
જૂનાગઢ

નશાના કારોબારમાં સરકારી કચેરીઓનો પણ ઉપયોગ, પોસ્ટમાં મંગાવેલ ગાંજાનો જથ્થો ઝડપાયો

Editor
Last updated: 2026/07/24 at 2:45 PM
16 minutes ago
Share
નશાના કારોબારમાં સરકારી કચેરીઓનો પણ ઉપયોગ, પોસ્ટમાં મંગાવેલ ગાંજાનો જથ્થો ઝડપાયો
SHARE

નશાના કારોબારમાં સરકારી કચેરીઓનો પણ ઉપયોગ, પોસ્ટમાં મંગાવેલ ગાંજાનો જથ્થો ઝડપાયો

જૂનાગઢમાં ટપાલ મારફત ઓડિશાથી ૪.૨3 કિલો ગાંજો ઘૂસાડાયો : સસ્પેન્ડેડ થયેલ કોન્સ્ટેબલ પણ સામેલ

 

અગ્ર ગુજરાત, જૂનાગઢ

જૂનાગઢ શહેરમાં નશાના કાળા કારોબાર સાથે જોડાયેલા તત્વો દ્વારા નશીલા પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી કરવા માટે અવનવા કીમિયા અજમાવવામાં આવી રહ્યા છે પરંતુ, પોલીસની સતર્કતા સામે ગુનેગારોની તમામ યુક્તિઓ નિષ્ફળ સાબિત થઈ રહી છે. જૂનાગઢ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે SOG ટીમે ઓડીશા રાજ્યમાંથી ટપાલ એટલે કે સરકારી પોસ્ટ મારફતે મંગાવવામાં આવેલો 4.239 કિલોગ્રામ વનસ્પતિજન્ય નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો ઝડપી પાડીને મોટી સફળતા મેળવી હતી.

પોલીસે ભવનાથ પોસ્ટ ઓફિસ પાસે સફળ રેઈડ કરીને 2,11,950 રૂપિયાની કિંમતનો ગાંજો, મોપેડ તથા મોબાઈલ મળીને કુલ 2,51,950 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને સ્થળ પરથી રઇશખાન પઠાણ અને સોહીલ શેખ નામના બે શખસોને દબોચી લીધા હતા. આ ઘટનામાં ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે NDPS એકટ હેઠળ ગુનો રજીસ્ટર કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

​ગઈકાલે બે આરોપીઓની ધરપકડ કર્યા બાદ જૂનાગઢ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કેસ અને મોડસ ઓપરેન્ડી અંગે ACP રોહિત ડગરે જણાવ્યું હતું કે, SOG બ્રાંચને ચોક્કસ બાતમી મળી હતી કે ભવનાથ પોસ્ટ ઓફિસ ખાતે કેટલાક વ્યક્તિઓ ડિલિવરી લેવા આવનાર છે, જેમાં નશીલા પદાર્થો હોવાની પૂરેપૂરી શક્યતા છે. આ માહિતીના આધારે SOG અને સ્થાનિક પોલીસે સંયુક્ત ટીમ બનાવી સાદા કપડામાં વોચ ગોઠવી હતી. ત્યાંથી પાર્સલ મેળવવા આવેલા શંકાસ્પદ શખસોને કસ્ટડીમાં લઈ પાર્સલ કબ્જે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તુરંત જ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી એટલે કે FSL ની ટીમને બોલાવીને સ્પોટ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. FSL ટેસ્ટમાં પાર્સલમાં રહેલો જથ્થો પ્રતિબંધિત ગાંજો જ હોવાની પુષ્ટિ થતાં જ પોલીસે કાયદેસરની FIR નોંધી કાર્યવાહી આગળ ધપાવી હતી.

​પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ દરમિયાન આ નશાના નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સાગરીતોના નામો પણ સામે આવ્યા હતા, જેના આધારે પોલીસે વિવિધ સ્થળોએ ત્વરિત દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન એક શંકાસ્પદના ઘરેથી 6 મોબાઈલ ફોન પણ મળી આવ્યા છે, જેની હાલ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. આ કેસમાં પોલીસે તપાસ લંબાવીને વધુ આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા અદાલતે પોલીસને આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલમાં પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીઓમાં કિરણ કાનજીભાઈ રાઠોડ, રઈસ અને સોહેલનો સમાવેશ થાય છે.

You Might Also Like

જૂનાગઢમાં તંત્રની બેદરકારી અને નેતાઓની ઉદાસીનતાથી શહેરના રસ્તાઓ જર્જરીત

જૂનાગઢ જિલ્લામાં ધમધમતું બાયોડિઝલનું કૌભાંડ ઝડપાયું

વંથલી બેવડી હત્યા કેસના આરોપીની 123 વિઘા જમીન-બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાયા

માંગરોળના શેરિયાજમાં આગળ વધતો દરિયો, ૫૦ ફૂટ વિસ્તાર ગાયબ

જૂનાગઢના ધારા મર્ડર પ્રકરણમાં સુરજ ભુવાજી સહિત પાંચ આરોપીઓને આજીવન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
ધર્મ

માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ

Editor By Editor 2 days ago
મોરબી-બોટાદના મત્સ્યઉદ્યોગ અધિકારી રાજકોટમાં 50 હજારની લાંચ લેતા ઝડપાયા
અકસ્માત અટકાવવા રેલ્વેનો આધુનિક પ્રયોગ: પાયલોટને મળશે AIની તાલીમ
જેતપુરમાં એજ્યુકેશન લોનના નામે લાખોની ઠગાઈ: કીર્ગીસ્તાનમાં ભણતા વિદ્યાર્થીના પિતા સાથે ₹૧૦ લાખનો વિશ્વાસઘાત
વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?