By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    7 minutes ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    1 day ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 days ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 days ago
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: વીર શહીદોના પરિવાર માટે અજોડ કાર્ય કરતી સંસ્થા : ‘જય જવાન નાગરિક સમિતિ – સુરત’
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતસુરત

વીર શહીદોના પરિવાર માટે અજોડ કાર્ય કરતી સંસ્થા : ‘જય જવાન નાગરિક સમિતિ – સુરત’

Editor
Last updated: 2026/07/25 at 4:00 PM
8 minutes ago
Share
વીર શહીદોના પરિવાર માટે અજોડ કાર્ય કરતી સંસ્થા : ‘જય જવાન નાગરિક સમિતિ – સુરત’
SHARE

વીર શહીદોના પરિવાર માટે અજોડ કાર્ય કરતી સંસ્થા : ‘જય જવાન નાગરિક સમિતિ – સુરત‘

સબ-ટાઇટલ

દર વર્ષે યોજાતા કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના પ્રતિભાવમાં એક વાત હંમેશાં સમાનરૂપે સંભળાય છે : “આવી સંસ્થા સમગ્ર ભારતમાં અમે બીજે ક્યાંય જોઈ નથી.”

શહીદ પરિવારના સભ્યો ઘણીવાર ભાવવિભોર થઈને કહે છે : “તમે જે પ્રેમ, આદર અને આત્મીયતા અમને આપી છે, એવો પ્રેમ અમને બીજે ક્યાંયથી મળ્યો નથી.”

આ સંસ્થાનાં કાર્યોથી સમાજમાં રાષ્ટ્રભાવના પ્રગટે છે, સૈનિકો પ્રત્યે ગૌરવની લાગણી જન્મે છે અને શહીદોના પરિવારો પ્રત્યે મમત્વ વિકસે છે. આ જ આ સંસ્થાની સૌથી મોટી ફલશ્રુતિ છે.

……………………………………..

“જે રાષ્ટ્ર પોતાના શહીદોને માત્ર સ્મરણમાં જ નહીં, પરંતુ તેમના પરિવારોને પણ સન્માનમાં રાખે છે, તે રાષ્ટ્રનું ભવિષ્ય હંમેશાં ગૌરવશાળી રહે છે.”

આવતીકાલે તા. ૨૬ જુલાઈના રોજ સમગ્ર દેશ ગૌરવપૂર્વક ‘કારગીલ વિજય દિવસ’ ઉજવશે. આ દિવસ માત્ર ભારતના ઐતિહાસિક વિજયની યાદ નથી; પરંતુ દેશની અખંડિતતા અને સ્વાભિમાન માટે પોતાના પ્રાણોનું સર્વોચ્ચ બલિદાન આપનારા અમર વીર શહીદોને કૃતજ્ઞતાપૂર્વક નમન કરવાનો પવિત્ર અવસર છે.

આવા પાવન પ્રસંગે સુરતની એવી એક અનોખી સંસ્થાની વાત કરવી અત્યંત પ્રાસંગિક બને છે, જેણે છેલ્લાં સત્તાવીસ વર્ષથી શહીદોના પરિવારોને માત્ર આર્થિક સહાય જ નહીં, પરંતુ સમગ્ર સમાજનો પ્રેમ, આદર અને આત્મીયતા અર્પણ કરવાની અનોખી પરંપરા વિકસાવી છે. આ સંસ્થા છે – ‘જય જવાન નાગરિક સમિતિ – સુરત’.

સુરત માત્ર હીરા અને કાપડની નગરી નથી; તે સેવાભાવ, સંવેદના અને રાષ્ટ્રપ્રેમની પણ ભૂમિ છે. રક્તદાન ક્ષેત્રે વિશ્વમાં આગવી ઓળખ ઊભી કરનારું સુરત આજે દેશભક્તિના ક્ષેત્રે પણ સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ બન્યું છે. સમગ્ર ભારતમાં વીર શહીદોના પરિવારોને સતત સન્માનિત કરીને નિયમિત આર્થિક સહાય કરતી ગૌરવવંતી સંસ્થા એટલે  ‘જય જવાન નાગરિક સમિતિ – સુરત.’

ઈ.સ. ૧૯૯૯માં કારગીલ યુદ્ધ દરમિયાન ભારતીય સેનાના જવાનોએ અદમ્ય શૌર્ય, અવિચળ મનોબળ અને અખૂટ દેશપ્રેમથી દુશ્મનને પરાજિત કરીને વિશ્વ સમક્ષ ભારતની શક્તિનું ગૌરવપૂર્ણ પ્રદર્શન કર્યું હતું. સમગ્ર દેશ દેશભક્તિના ભાવથી છલકાઈ ઊઠ્યો હતો. લોકોએ સૈનિક કલ્યાણ માટે ઉદાર હાથે સહાય આપી. એ જ સમયે સુરતના કેટલાક જાગૃત નાગરિકોના મનમાં એક પ્રશ્ન ઊભો થયો – “દેશ માટે સર્વસ્વ અર્પણ કરનારા શહીદોના પરિવારો માટે સમાજ તરીકે આપણી જવાબદારી શું?”

આ પ્રશ્નનો જ જીવંત જવાબ બની જૂન-૧૯૯૯માં ‘જય જવાન નાગરિક સમિતિ – સુરત’ની સ્થાપના થઈ.

આ સંસ્થાની વિશેષતા માત્ર તેના સેવાકાર્યમાં નથી, પરંતુ તેની કાર્યપદ્ધતિમાં પણ છે.

દર વર્ષે યોજાતા ‘સમર્પણ ગૌરવ સમારોહ’માં ઉપસ્થિત દેશના વરિષ્ઠ સૈનિક અધિકારીઓ, મહાનુભાવો અને મહેમાનો એક જ વાત કહેતા સાંભળવા મળે છે—

“આવી સંસ્થા સમગ્ર ભારતમાં અમે બીજે ક્યાંય જોઈ નથી.”

આ શબ્દો માત્ર પ્રશંસા નથી; પરંતુ કાર્યને નજીકથી અનુભવ્યા પછી હૃદયમાંથી નીકળેલા ઉદ્ગારો છે.

દર વર્ષે કારગીલ વિજય દિવસ નિમિત્તે વર્ષ દરમિયાન ગુજરાતના જે વીર જવાનોએ દેશની રક્ષા કરતાં કરતાં પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું હોય, તેમના પરિવારજનોને સુરત આમંત્રિત કરવામાં આવે છે. સમગ્ર સમાજની ઉપસ્થિતિમાં તેમનું ગૌરવપૂર્ણ સન્માન કરવામાં આવે છે અને દરેક પરિવારને રૂ. ૨,૦૦,૦૦૦ની આર્થિક સહાય અર્પણ કરવામાં આવે છે. આ ઉપરાંત અનેક દાતાઓ શહીદ પરિવારોની જરૂરિયાત મુજબ સહયોગ આપે છે. કોઈ બાળકના શિક્ષણની જવાબદારી સ્વીકારે છે, તો કોઈ ઉચ્ચ અભ્યાસ માટે સહાય કરે છે.

પરંતુ આ સંસ્થાની સૌથી મોટી ઓળખ આર્થિક સહાય નથી.

તેની સૌથી મોટી ઓળખ છે – આત્મીયતા.

શહીદ પરિવારના સભ્યો જ્યારે ભાવવિભોર થઈને કહે છે—

“તમે જે પ્રેમ, આદર અને આત્મીયતા અમને આપી છે, એવો પ્રેમ અમને બીજે ક્યાંયથી મળ્યો નથી.”

ત્યારે સમજાય છે કે આ સંસ્થા માત્ર સહાય કરતી નથી; પરંતુ શહીદ પરિવારને સમગ્ર સમાજ પોતાનો પરિવાર છે એવો જીવંત અનુભવ કરાવે છે.

આ સંસ્થાનું સૌથી મોટું યોગદાન એ છે કે તે માત્ર શહીદ પરિવારનું સન્માન જ કરતી નથી; પરંતુ નવી પેઢીમાં રાષ્ટ્રપ્રેમના સંસ્કારોનું પણ સિંચન કરે છે. સુરત શહેર અને જિલ્લાના અનેક શાળાઓના વિદ્યાર્થીઓ પોતાના જન્મદિવસે શહીદાંજલિ માટે યથાશક્તિ ફાળો આપે છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓના હજારો વિદ્યાર્થીઓ પણ આ અભિયાનમાં સહભાગી બને છે. મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા તથા ઈશ્વર પેટલીકર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ વર્ષભરની બચતમાંથી એકત્રિત થયેલી રકમ સંસ્થાને અર્પણ કરે છે. શહીદ પરિવારનું સન્માન પણ વિદ્યાર્થીઓના હસ્તે કરાવવામાં આવે છે, જેથી બાળપણથી જ તેમના મનમાં દેશપ્રેમ, કર્તવ્યભાવ અને કૃતજ્ઞતાના સંસ્કારો વિકસે. આ સંદર્ભમાં ધોરણ-૬ના વિદ્યાર્થી ઘેલાણી હાર્દિક જીવરાજભાઈની ઘટના અત્યંત પ્રેરણાદાયી છે. તેણે પોતાની બચતમાંથી રૂ. ૫૦૦ અર્પણ કરવાનો સંકલ્પ કર્યો. પિતાએ પણ એટલી જ રકમ ઉમેરતા એક સામાન્ય પરિવારે રૂ. ૧,૦૦૦નું યોગદાન આપીને અસાધારણ દેશપ્રેમનો પરિચય આપ્યો. આજે આવા હજારો નાના યોગદાન મળીને લાખો રૂપિયાની શહીદાંજલિ બની જાય છે.

શહીદ પરિવારને તેમનું સ્વજન પાછું આપી શકાય તેમ નથી. પરંતુ સમગ્ર સમાજ તેમના બલિદાનને ક્યારેય ભૂલશે નહીં, તેઓ એકલા નથી અને આખો સમાજ તેમની સાથે છે—આ વિશ્વાસ જરૂર આપી શકાય છે. કદાચ આ વિશ્વાસ જ તેમના માટે સૌથી મોટી શક્તિ બની રહે છે. શહીદ પરિવારજનોના ઘરે જવું, વ્યક્તિગત આમંત્રણ આપવું, વીર શહીદોની જીવનગાથા પર ડોક્યુમેન્ટરી તૈયાર કરવી, વર્ષભર સતત સંપર્કમાં રહેવું—આ બધું ખૂબ જ સમય, શ્રમ અને સમર્પણ માગે છે. છતાં આ કાર્યકરો માટે આ સેવા કોઈ ભાર નથી; પરંતુ રાષ્ટ્રસેવાનો આનંદમય યજ્ઞ છે.

આ સંસ્થાની એક મહત્ત્વપૂર્ણ વિશેષતા તેની સંપૂર્ણ પારદર્શિતા છે. શહીદ પરિવારો માટે એકત્રિત થયેલી રકમમાંથી કાર્યક્રમના આયોજન પાછળ એક પણ રૂપિયો ખર્ચવામાં આવતો નથી. સમગ્ર આયોજન દાતાઓ અને સહયોગીઓના સૌજન્યથી પૂર્ણ કરવામાં આવે છે. આજના સમયમાં આવી નિષ્ઠા અને પારદર્શિતા ખરેખર દુર્લભ છે.

સંસ્થા માત્ર સુરત પૂરતી મર્યાદિત નથી રહી. ૨૦૦૭માં કચ્છ-ભુજ વિસ્તારમાં દુર્ઘટનામાં વીરગતિ પામેલા એરફોર્સના જવાનોના પરિવારોને સહાય અર્પણ કરવામાં આવી. ઉરી હુમલા બાદ શહીદ થયેલા જવાનોના પરિવારોને તેમના વતનમાં જઈને સન્માન સાથે સહાય પહોંચાડવામાં આવી. પુલવામા હુમલા બાદ દેશભરમાં ઊભી થયેલી રાષ્ટ્રભાવનાને સેવાકાર્યમાં પરિવર્તિત કરીને અનેક શહીદ પરિવારો સુધી સહાય પહોંચાડવામાં આવી. ગલવાન ખીણમાં શહીદ થયેલા વીર જવાનોના પરિવારોને પણ તેમના ગામે જઈને સન્માનપત્ર અને આર્થિક સહાય અર્પણ કરવામાં આવી.

આ વર્ષે તા. ૧૧-૦૭-૨૦૨૬ના રોજ અમદાવાદ ખાતે પાંચ શહીદ પરિવારનું, તા. ૧૨-૦૭-૨૦૨૬ના રોજ ભાવનગર ખાતે ત્રણ તથા રાજકોટ ખાતે પાંચ, તા. ૧૯-૦૭-૨૦૨૬ના રોજ વિસનગર ખાતે પાંચ શહીદ પરિવારનું સમર્પણભાવથી અભિવાદન કરવામાં આવ્યું છે. ઉપરાંત છ શહીદ પરિવારોને તેમના વતનમાં જઈને સહાય અર્પણ કરવામાં આવી છે. આવતીકાલે તા. ૨૬-૦૭-૨૦૨૬ના રોજ સુરત ખાતે કારગીલ વિજય દિવસ નિમિત્તે વધુ પાંચ શહીદ પરિવારોનું ગૌરવપૂર્ણ સન્માન કરવામાં આવશે. આમ, વર્ષ ૨૦૨૬ દરમિયાન કુલ ૨૯ શહીદ પરિવારોને આત્મીયતા સાથે આર્થિક સહાય અર્પણ કરવામાં આવશે. સંસ્થા દ્વારા ૪૬૪ શહીદ પરિવારોને રૂ. ૭,૩૦,૦૯,૩૦૦ની સહાય અર્પણ કરવામાં આવી છે. આ આંકડો માત્ર રકમનો નથી. તે સમાજની કૃતજ્ઞતા, સંવેદના અને રાષ્ટ્રપ્રેમનો જીવંત દસ્તાવેજ છે.

સંસ્થાના કાર્યક્રમોમાં પૂર્વ સેનાધ્યક્ષ જનરલ વેદપ્રકાશ મલિક, એરમાર્શલ કે.ડી. સિંઘ, એરમાર્શલ વી.કે. ભાટિયા, મેજર જનરલ ડૉ. સુભાષ શરણ, લેફ્ટનન્ટ જનરલ મોહિન્દર પુરી, લેફ્ટનન્ટ કર્નલ ડૉ. સ્મિતા કદમ, ડીઆરડીઓના ડાયરેક્ટર જનરલ ડૉ. સુધીર કે. મિશ્રા સહિત ભારતીય સેનાના અનેક વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહી ચૂક્યાં છે.

સુરતની જનતાની રાષ્ટ્રભાવના અને શહીદ પરિવારો પ્રત્યેના સમર્પણને ધ્યાનમાં રાખીને ભારતીય વાયુસેનાએ નિવૃત્ત મિગ-૨૩ યુદ્ધ વિમાન સુરતને ભેટ સ્વરૂપે અર્પણ કર્યું છે. તે જ રીતે ભારતીય સેનાએ નિવૃત્ત યુદ્ધ ટેન્ક પણ સુરતને ભેટ આપી છે. આ બંને ભેટો સુરતના રાષ્ટ્રપ્રેમનું જીવંત પ્રતીક છે.

દર વર્ષે કારગીલ વિજય તિરંગા યાત્રા, શહીદ સ્મારક ખાતે પુષ્પાંજલિ, ‘જય જવાન મહારક્તદાન શિબિર’, ‘વીર શહીદોને સપ્તરંગી કલાંજલિ’ તથા ‘સમર્પણ ગૌરવ સમારોહ’ જેવા કાર્યક્રમો દ્વારા હજારો લોકોને રાષ્ટ્રપ્રેમના આ મહાયજ્ઞ સાથે જોડવામાં આવે છે. દેશમાં યુદ્ધ થાય ત્યારે દેશભક્તિના નારા લગાવવા સહેલા છે, પરંતુ વર્ષો સુધી નિઃસ્વાર્થ, નિયમિત અને સાતત્યપૂર્ણ રીતે રાષ્ટ્રસેવા કરવી અત્યંત કઠિન છે. ‘જય જવાન નાગરિક સમિતિ – સુરત’ના ટ્રસ્ટીઓ, કાર્યકર્તાઓ, દાતાઓ અને સહયોગીઓ વર્ષથી આ કાર્યને યજ્ઞ સમજીને નિભાવી રહ્યા છે.

કારગીલ વિજય દિવસ આપણને યાદ અપાવે છે કે સરહદ પર સૈનિકો જાગતા હોય ત્યારે જ આપણે નિરાંતે ઊંઘી શકીએ છીએ. તેથી શહીદોને માત્ર સ્મરણમાં રાખવું પૂરતું નથી; તેમના પરિવારો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી પણ એટલી જ જરૂરી છે. ‘જય જવાન નાગરિક સમિતિ – સુરત’એ આ કૃતજ્ઞતાને છેલ્લાં સત્તાવીસ વર્ષથી કર્મમાં પરિવર્તિત કરી છે.

સમાજમાં રાષ્ટ્રભાવના પ્રગટાવવી, સૈનિકો પ્રત્યે ગૌરવની લાગણી વિકસાવવી અને શહીદોના પરિવારોને સમગ્ર સમાજનો પ્રેમની અનુભૂતિ કરાવવી – આથી મોટી કોઈ રાષ્ટ્રસેવા હોઈ શકે નહીં. કારગીલ વિજય દિનના આ પાવન અવસરે ભારત માતાના તમામ અમર વીર શહીદોને કોટિ કોટિ વંદન, તેમના પરિવારજનોને હાર્દિક અભિવાદન તથા ‘જય જવાન નાગરિક સમિતિ – સુરત’ના તમામ ટ્રસ્ટીઓ, કાર્યકર્તાઓ, દાતાઓ અને સહયોગીઓને હૃદયપૂર્વક વંદન.

શબ્દસિંધુ

“જે દેશની શાળાઓમાં જ રાષ્ટ્રભક્તિના પીયૂષનું પાન કરાવવામાં આવે છે, તે રાષ્ટ્ર હંમેશાં સ્વાધીન, સશક્ત અને અખંડ રહે છે.”

You Might Also Like

MCXમાં સોના-ચાંદીમાં તેજી, ક્રૂડ ઓઈલ પણ મજબૂત; ડોલર સામે રૂપિયાની ચાલ પર શેરબજારની નજર

રેડ એલર્ટ વચ્ચે રજાના દિવસનો સદુપયોગ: કણજીકુઈ પ્રાથમિક શાળામાં યોજાયું વૃક્ષારોપણ

 રાજકોટમાં ૧૬૭મા આવકવેરા દિવસની ઉજવણી: ફેન્સી ડ્રેસ, ચિત્ર સ્પર્ધા અને ઓર્કેસ્ટ્રાના સૂર રેલાયા

રાજકોટ રેલવે સ્ટેશન પર કેટરિંગ સેવાઓનું સિનિયર DCM સુનીલ કુમાર મીનાએ કર્યું નિરીક્ષણ

વિદ્યાર્થીઓના ન્યાય માટે શેરી-ગલીથી લઈ ઓસ્ટ્રેલિયા સુધી યોજાયા ધરણાં

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટની જનતા ભ્રષ્ટાચારથી ત્રાહીમામ: કોંગ્રેસના ધરણા
રાજકોટ

રાજકોટની જનતા ભ્રષ્ટાચારથી ત્રાહીમામ: કોંગ્રેસના ધરણા

Editor By Editor 5 days ago
15.63 ઇંચ વરસાદથી વલસાડ-નવસારી પાણીમાં ગરકાવ
રાજકોટ શહેર મહિલા મોરચા દ્વારા કમલમ કાર્યાલય ખાતે પ્રથમ મેગા મીલેટ્સ ફાઈનલ યોજાયો
 ગુજરાત વહીવટી તંત્રમાં મોટો ફેરફાર: એકસાથે ૨૮ IAS અને ૧૩ GAS કેડરના અધિકારીઓની બદલીનો ગંજીપો ચિપાયો
માતુશ્રી મયાબા દાદુભા પ્રભાતસિંહજી સ્કૂલનું ગૌરવ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?