ભાવનગર અને અમરેલી જિલ્લામાં ૧૧ જેટલા મંદિરમાં ચોરી કરનાર બે ઝડપાયા
ગુગલ મેપથી ધાર્મિક જગ્યાઓ શોધી દાનપેટીઓમાંથી પૈસા કાઢતા હતા
અગ્ર ગુજરાત, ભાવનગર
પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર વી.અસારી સાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય સાહેબ તથા નાયબ પોલીસ અઘીક્ષક,પાલીતાણા, મીહીર બારીયાની સખ્ત સુચના અનુસંધાને પાલીતાણા રૂરલ પો.સ્ટે. ના I.C. પો.ઇન્સ. એમ.બી.જાડેજા સાહેબ નાઓએ મીલ્કત સબંઘી ગુન્હાઓના આરોપીઓને પકડવા માટે સુચના આપેલ હોય.
પાલીતાણા રૂલર પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૮૦૪૧૨૬૦૩૦૩/૨૦૨૬ BNS ક. ૩૦૩(૨) મુજબના કામે ખાખરીયા ગામમા આવેલ મેલડી માતાના મંદિર દાનપેટીમાંથી રૂ.૧૩૦૦/- ની તપાસમા ચોરી કરનાર ઇસમ તથા સોનગઢ પોલીસ સ્ટેશનમા સણોસરા ગામે ખાતે ચોરી કરનાર ઇસમોને ઝડપી પાડી મુદામાલ કબ્જે કરી મજકુરોની પુછપરછ કરતા “ આ બંન્નેએ મળીને ઘણા સમયથી ભાવનગર,અમરેલી જીલ્લામા અલગ અલગ જગ્યાએ ચોરી કરેલાની કબુલાત કરેલ ”
(૧) દિદાર સતારભાઇ મકવાણા/ઘાંચી ઉ.વ.૨૧ ધંધો.મજુરી રહે.પચ્છેગામ તા.ગારીયાઘાર જિ.ભાવનગર (૨) નરેશભાઇ ઉર્ફ ભોલો ડાયાભાઇ વાઘેલા જાતે.કોળી ઉ.વ.૨૨ રહે.પચ્છેગામ તા.પાલીતાણા જી.ભાવનગર કબ્જે કરેલ મુદ્દામાલ- (૧) રોકડ રૂપીયા ૧૩૦૦/- (૨) ટુ વ્હિલર મોટર સાયકલ હિરો કંપનીની સપલેન્ડર પ્લસ કિ.રૂ.૨૦,૦૦૦/- (૩)રેડએમઆઇ કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦૦/- (૪)એક પોર્ટેબલ ગેસ કાર્ટીઝની એલ્યુમીનીયમની બોટલ કિ.રુ.૦૦/- (૫)એક ડબલ સાઇડ ટેપ પટ્ટી નંગ ૨ કિ.રૂ.૦૦/- (૬)મોબાઈલ ફોન ઓપો કંપનીનો કિ.રુ.૫,૦૦૦/- શોધી કાઢેલ.
આ કામના આરોપીઓ ગુગલ મેપ ઉપર મંદિર,ઘાર્મીક જગ્યાઓ શોઘીજે ઘાર્મીક જગ્યા ખાતેથી દાનપેટીમાંથી દાનપેટી તોડી અથવા સળીસાથે ટેપબાંઘી દાનપેટીમાંથી રોકડ રૂપીયા મેળવતા હતા.
(૧)તા.૨૬/૦૭/૨૦૨૬ના પાલીતાણા તાલુકાના ખાખરીયા ગામમાં આવેલ મેલડીમાંતાજીના મંદિરે રૂ.૧૩૦૦/- ની ચોરી કરેલ. (૨) એકાદ વર્ષ પહેલા ગારીયાઘાર તાલુકાના લુવારા ગામ ખાતે થી આગળ ફિફાદ રોડ ઉપર ઉકાણી દાદા આશ્રમ ખાતેથી રૂ.૨૦૦૦/- ની ચોરી કરેલ (૩)એકાદ વર્ષ પહેલા અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકાના ઘોબા ગામ ખાતેથી નુરાપીર નાના આશ્રમ ખાતેથી રૂ.૧૫૦૦/- ની ચોરી કરેલ (૪)એકાદ વર્ષ પહેલા અમરેલી જીલ્લાના દામનગર પાસે આવેલ પાંડરસીંગા ગામ ખાતે આવેલ સોજીત્રા પરિવાર માતાજીના મંદીર માંથી રૂ.૧૪૦૦/- ની ચોરી કરેલ. (૫) એકાદ વર્ષ પહેલા અમરેલી જીલ્લાના દામનગર પાસે આવેલ પાંડરસીંગા ગામ પાસે નકળંગ ઘામ આશ્રમ, પાંડરસીંગા ખાતેથી રામાપીરના મંદીર ખાતેથી રૂ.૨૫૦૦/- ની ચોરી કરેલ (૬)દશ મહિના પહેલા પાલીતાણા તાલુકાના આઇશ્રી આવડ માં ખારાના જાળીયા તા.પાલીતાણા ખાતેથી રોકડ રૂ.૫૦૦/-તેમજ બે ચાંદિના છતર ચોરી કરેલ. (૭)અગીયાર મહિના પહેલા ગારીયાઘાર તાલુકાના સુરનગર ગામે ઘોળીયા પરીવારના કુળદેવી માતાજીના મઢમાંથી રૂ.૨૫૦૦/- ની ચોરી કરેલ. (૮) દશેક મહિના પહેલા ગારીયાઘાર તાલુકાના રૂપાવટી ગામ ઘુઘરાવાળી મેલીડી માતાના મંદીર ખાતે ચાર થી પાંચ છતરની ચોરી કરેલ. (૯) આઠેક મહિના પહેલા ગારીયાઘાર તાલુકાના અખ્તરીયાથી રાણીગામ વચ્ચે શેત્રુજી નદી પાસે શ્રી ફુલીયા હનુમાન મંદીર ખાતેથી રૂ.૨૫૦૦/- ની ચોરી કરેલ. (૧૦)પાંચેક મહિના પહેલા રાત્રીના સમયે શિહોર તાલુકાના સણૉસરા ગામે ગારીયાધાર જવાના રોડ ઉપર આવેલ રામાપીરના મંદિરમાં દાનપેટીનો લોક તોડી રૂપીયા ૨૦,૦૦૦/- ની ચોરી કરેલ. (૧૧) ચારેક મહિના ગારીયાધાર તાલુકાના નાની વાવડી ગામ પાસે આવેલ ખુંટ પરીવારના માતાજીના મઢમા રૂ. ૧૫૦૦/- ની ચોરી કરેલ હતી.


