પશ્ચિમ રેલવે કર્મચારી પરિષદની સામાન્ય સભા રાજકોટ ખાતે યોજાઇ
સંઘના નવા હોદેદારોની વરણી : વિવેક કુમાર મિશ્રાની અધ્યક્ષ તરીકે નિયુકિત
અગ્ર ગુજરાત, રાજકોટ
ભારતીય મઝદૂર સંઘનું ઔદ્યોગિક એકમ ભારતીય રેલવે મઝદૂર સંઘ સંબંધ પશ્ચિમ રેલવે કર્મચારી પરિષદની સામાન્ય સભા રાજકોટ રેલવે લોકોની કોલોની સ્થિત સમુદાયીક ભવન ખાતે ભારતીય મઝદૂર સંઘના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ હસુભાઇ દવેના અધ્યક્ષ સ્થાને આયોજીત કરવામાં આવેલ હતી.
ઉપરોકત સામાન્ય સભા દરમિયાન રેલવે વિભાગમાં કાર્યરત રેલવે કર્મચારીના વિવિધ પ્રશ્નો વિશે વિગત વાર ચર્ચા કરવામાં આવેલી તથા પશ્ચિમ રેલવે ઉપર કર્મચારી સંગઠન સ્વરૂપે પશ્ચિમ રેલવે કર્મચારી પરિષદ છેલ્લા ૪પ વર્ષથી રેલવેના કર્મચારીઓના પ્રશ્નોને લઇને પ્રશાસન સાથે હંમેશા સૌહાર્દ પૂર્ણ વાતાવરણમાં ઉકેલ લાવવા સતત પ્રયત્નશીલ રહેલ હોવાને કારણે રેલવે કર્મચારીઓમાં દિન પ્રતિદિન પોતાનું આગવું સ્થાન બનાવી રહેલ છે. પશ્ચિમ રેલવછે ઝોન ઉપર વર્તમાનમાં જે બે કર્મચારી યુનિયન વર્ષોથી માન્યતા પ્રાપ્ત છે તેવા સમયમાં પશ્ચિમ રેલવે કર્મચારી પરિષદ મર્યાદીત સુવિધા સાથે ૨૦૨૪થી માન્યતા પ્રાપ્તનો દરજ્જો ધરાવતું કર્મચારી સંગઠન રેલવેમાં કાર્યરત કર્મચારીઓના અતૂટ વિશ્વાસના કારણે ઉભરી આવેલ છે.
ઉપરોકત સામાન્ય સભા દરમિયાન પશ્ચિમ રેલવે કર્મચારી પરિષદ રાજકોટની મંડળ કાર્યકારણીની વરણી કરવામાં આવેલ. જેમાં મંડળ અધ્યક્ષ તરીકે વિવેકકુમાર મિશ્રા મંડળ, મંડળ મંત્રી, રાજેશ મહેતા, ખજાનચી તરીકે જય મહેતા તથા જસરામ કુશવાહા, દિનેશકુમાર ડાંગી, મુકેશ લોરીયા, રમેશ કુમાર પ્રજાપતિ, લોકેશ ફોઝદાર, વિનયકુમાર સિંહ, કૌશર અલી, જ્ઞાનું કુમાર મિશ્રા, ભાવિન પટેલ તથા સહદેવસિંહ ડી. ઝાલાની વરણી કરવામાં આવેલ હતી.
ઉપરોકત નવ નિયુકત મંડળ કાર્યકારણીને ભારતીય મઝદૂર સંઘના પ્રદેશ તથા જિલ્લાના હોદેદારો વાલજીભાઇ ચાવડા, હાલુભા ઝાલા, પરેશભાઇ ગોંડલીયા, સહદેવસિંહ જાડેજા, વિરપાલસિંહ ઉપરાંત વરિષ્ઠ નાગરિક અને પેન્શનર એસોસીએશનના પ્રમુખ પ્રવિણચંદ્ર ત્રિવેદી અને ભુપેશભાઇ ગૌતમ વગેરે દ્વારા ઉપસ્થિત રીને શુભેચ્છા પાઠવવામાં આવેલ હતી. ઉપરોકત સામાન્ય સભામાં રાજકોટ મંડળના વિવિધ વિભાગોમાંથી રેલવે કર્મચારીઓ પ્રતિકુલ વરસાદી માહોલમાં પણ ઉપસ્થિત રહ્યા હતાં.


