માંગરોળ ફૈઝ ફાઉન્ડેશન દ્વારા NEET ના વિદ્યાર્થીઓનું સન્માન અને માર્ગદર્શન સેમિનાર યોજાયો
બાળકોને એસો ઈસરતથી દૂર રાખીને ઉછેર કરો. તો જ એમનું ભવિષ્ય ઉજળું બનશે. : રાબિયા આરબ
અગ્ર ગુજરાત, માંગરોળ
જુનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે ફૈઝ ફાઉન્ડેશન દ્વારા આ વર્ષે ઉત્તીર્ણ થનાર NEET અને 12th Scienceના વિદ્યાર્થીઓ માટે મેડિકલ કોલેજમાં એડમિશન અને વિવિધ કોર્ષ વિશે માહિતગાર કરવા માટે સેમીનાર યોજવામાં આવ્યો હતો. જેમા માંગરોળ તાલુકા મુસ્લિમ સમાજના NEETના 12 અને 12th science ના 14 વિદ્યાર્થીઓને મહેમાનો હસ્તે પૂરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ તકે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રાજકોટના અનિસ અભંગે ગુજરાત, સમગ્ર ભારત અને વિદેશમાં ચાલતી વિવિધ મેડિકલ કોલેજો અને તેના વિવિધ કોર્ષ વિશે અને તેને સંલગ્ન સ્કોલરશિપ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, આપણે છેવાડાના ગામમાં ભલે હોઈએ પરંતુ એજ્યુકેશનલમા સિધ્ધીઓ મેળવીશુ તો છેવાડાના ગામનો પણ ડંકો સમગ્ર દેશમાં વાગસે. આ માટે સૌથી પહેલાં એજ્યુકેશન માટે બહાર જવાની તૈયારી રાખવી પડશે. વિદ્યાર્થીઓને કમ્ફર્ટ ઝોન છોડવું પડસે. બહાર જવુ નથી ઘરનુ ખાવાનું છોડવુ નથી એવી માનસિકતા માથી બહાર આવવું પડશે. એજ્યુકેશન માટે એવી જગ્યા એ પણ નથી જવાનું કે જ્યા બાળકોની સેફ્ટી ના હોય આ માટે તમે જે કોલેજમાં એડમિશન લેવા માંગો છો તે કોલેજની સોથી પહેલા મુલાકાત કરી તેની લાક્ષણિકતાઓ જાણવી જરૂરી છે. પછી જ એડમિશનન લેવુ જોઈએ.
રાબિયા આરબે જણાવ્યું હતું કે આપણો સમાજ ધિમે ધિમે સુધરી રહ્યો છે. પરંતુ આજે પણ આપણા આવા પ્રોગ્રામ મા આપણી હાજરી ઓ ઘણી ઓછી હોય છે. ફાઉન્ડેશન અને સેવાભાવી સંસ્થાઓ ઘણી બધી આવે છે, બને છે પરંતુ એમા પણ પાછળથી ઇગો અને હોદ્દાઓ નો અહમ ના આવવા જોઈએ. બાળકોના મોબાઈલ થી દૂર રાખવા, બાળકોને દરેક જરૂરિયાત અને એસો આરામ ના આપો. આજે નાના નાના બાળકોને બેટરીવાળી ગાડીઓ અપાવી દેવી યોગ્ય નથી. બાળકોને એસો ઈસરતથી દૂર રાખીને ઉછેર કરો. તો જ એમનું ભવિષ્ય ઉજળું બનશે.
આ પ્રોગ્રામમાં મુખ્ય મહેમાન તરીકે એનબીએ ડાયરેક્ટર અનિસ અભંગ, રોજકોટના અંજૂમ સોરા, એમએમઈડબલ્યુ હાઈ સ્કૂલના રાબિયા આરબ, આચાર્ય હારૂન જેઠવા, માધ્યમિકના આચાર્ય રીઝવાન કોતલ, મોલાના ઈબ્રાહિમ ઉદયા, માસ્ટર ઝાહિદ શેખ, જમીયત ઉલ્મા-એ-હીન્દ જુનાગઢ જિલ્લા ના જનરલ સેક્રેટરી યુસુફભાઈ ચુડલી, હમદર્દાને મિલ્લતના હસનભાઈ વરામ સહિત અનેક એજ્યુકેશનલ એકડમી ના સંચાલકો આચાર્યો અને શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રોગ્રામના અંતે ફૈઝ ફાઉન્ડેશનના જનરલ સેક્રેટરી યુનૂસભાઈ કુલાળાએ પ્રોગ્રામ માટે સહકાર આપવા બદલ તમામ ઉપસ્થિત મહેમાનો અને હાસમી હોલ ના ફાઉન્ડર રહેમાન શેઠ મકકી અને જમીઅત ઉલમા-એ-હીન્દ જુનાગઢ જિલ્લા ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રોગ્રામને સફળ બનાવવા ફૈઝ ફાઉન્ડેશન ના પ્રમુખ ઈલ્યાસભાઈ સુરા, જનરલ સેક્રેટરી યુનૂસભાઈ કુલાળા, ફારૂકભાઈ ભટ્ટી, જીસાન મહીડા અને તેની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. એજાઝ કાલવાત અને ઈરફાન પટેલે પ્રોગ્રામનું સફળ સંચાલન કર્યું હતું.


