By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    1 month ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 month ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    1 month ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 month ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    9 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    9 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    9 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    9 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    9 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઉપલેટાના વેપારીને 79.71 લાખનો ચુનો લગાવનાર સાયબર ગેંગનો રાજકોટનો સૂત્રધાર ઝડપાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

ઉપલેટાના વેપારીને 79.71 લાખનો ચુનો લગાવનાર સાયબર ગેંગનો રાજકોટનો સૂત્રધાર ઝડપાયો

Editor
Last updated: 2026/07/31 at 3:58 PM
2 months ago
Share
ઉપલેટાના વેપારીને 79.71 લાખનો ચુનો લગાવનાર સાયબર ગેંગનો રાજકોટનો સૂત્રધાર ઝડપાયો
SHARE

ઉપલેટાના વેપારીને 79.71 લાખનો ચુનો લગાવનાર સાયબર ગેંગનો રાજકોટનો સૂત્રધાર ઝડપાયો

BCG BRICKમાં રોકાણના બહાને યુવતીના ફોનથી વેપારીને ફસાવ્યો; ફેક પેઢીનું બેંક એકાઉન્ટ સાયબર ઠગોને આપી કમિશન કમાતી ગેંગનો વધુ એક સભ્ય પકડાયો

અગ્ર ગુજરાત, રાજકોટ

ઉપલેટાના વેપારી સાથે રૂ.79.71 લાખની સાયબર છેતરપિંડીના ચર્ચિત કેસમાં છેલ્લા એક વર્ષથી ફરાર ફરતા રાજકોટના આરોપીને રાજકોટ ગ્રામ્ય એલસીબીએ ઝડપી પાડી કેસમાં મહત્વની સફળતા મેળવી છે. આરોપી સામે કોર્ટે અગાઉથી ફરારી જાહેર કરી હતી અને તેની શોધખોળ ચાલી રહી હતી. એલસીબીની ટીમે બાતમીના આધારે જેતપુર તાલુકાના જેતલસર ચોકડી વિસ્તારમાંથી તેને ઝડપી સ્થાનિક પોલીસને સોંપ્યો હતો.
પોલીસ તપાસ મુજબ, ઉપલેટાના વેપારીને BCG BRICK નામની રોકાણ યોજના હેઠળ વધુ નફાની લાલચ આપી એક યુવતી દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો. વિશ્વાસમાં લીધા બાદ વેપારી પાસેથી તબક્કાવાર કુલ રૂ.79.71 લાખની રકમ અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવવામાં આવી હતી. તપાસ દરમિયાન આ રકમ રાજકોટના આશિષ સુરેશચંદ્ર શેઠના ખાતામાં પહોંચી હોવાનું સામે આવ્યું હતું.
આશિષ શેઠની પૂછપરછમાં સમગ્ર કાવતરાનો પર્દાફાશ થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે નિલેશ રસિક વેકરીયા, નયન કાંતી ટીલવા અને જગદીશ રવજી કોટડીયાએ મળીને ‘માનવીશ એન્ટરપ્રાઇઝ’ નામે એક પેઢી ઉભી કરી હતી અને તેના નામે એક્સિસ બેંકમાં ખાતું ખોલાવ્યું હતું. ત્યારબાદ પાસબુક, એટીએમ કાર્ડ, ચેકબુક અને સિમકાર્ડ સહિતની બેંકિંગ કીટ મુંબઈમાં સક્રિય સાયબર ઠગોને સોંપી દેવામાં આવી હતી. સાયબર ગેંગ દ્વારા છેતરપિંડીથી મેળવાયેલી રકમ આ ખાતામાં જમા કરાવવામાં આવતી હતી અને ત્યારબાદ આરોપીઓને પૂર્વનક્કી કમિશન ચૂકવવામાં આવતું હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ કેસમાં અગાઉ નયન ટીલવા અને જગદીશ કોટડીયાની ધરપકડ થઈ ચૂકી છે, જ્યારે નિલેશ વેકરીયા સતત પોલીસથી બચવા માટે ફરાર હતો.
પોલીસે જણાવ્યું હતું કે નિલેશ રસિક વેકરીયા (ઉ.વ. 43), મૂળ ગોંડલના ચોકસીનગરનો અને હાલ રાજકોટના કોઠારિયા વિસ્તારમાં આશોપાલવ સોસાયટીમાં રહેતો હતો. લાંબા સમયથી પોલીસની નજરથી દૂર રહેતા આરોપીને કોર્ટે પણ ફરારી જાહેર કર્યો હતો. અંતે મળેલી ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમે જેતલસર ચોકડી નજીકથી તેને ઝડપી પાડ્યો હતો.
આ સમગ્ર કાર્યવાહી રાજકોટ ગ્રામ્ય પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. ઓપરેશનમાં હેડ કોન્સ્ટેબલ મનીષભાઈ વરૂ, મનદીપસિંહ જાડેજા, કોન્સ્ટેબલ ભરતભાઈ ગમારા સહિતની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે, જેથી સાયબર ફ્રોડના આ નેટવર્કમાં સંડોવાયેલા અન્ય લોકો સુધી પહોંચવામાં મદદ મળશે.

You Might Also Like

જન્માષ્ટમી મહોત્સવ 2026ની થીમનું અનાવરણ

સ્વ.કિશોરભાઈ ટીલારાની પૂણ્યતિથી નિમિત્તે શનિવારે યોજાશે મેગા સર્વરોગ નિદાન કેમ્પ

કોઠારીયા કોલોનીના કોટેશ્વર મંદિરે જટાધારી મહાદેવના શ્રૃંગાર-દર્શન

લગ્નની લાલચે સંબંધ બાંધ્યો, સેંથો પૂરી પત્ની સ્વીકારી, અંતે સોરી કહી સંબંધ તોડી નાખ્યો

મેટોડામાં 6 વર્ષની માસૂમને હેવાનિયતનો શિકાર થતા બચાવતી પોલીસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?