VVP ઇજનેરી કોલેજમાં ખાલી બેઠક પર પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ
અગ્ર ગુજરાત, રાજકોટ
વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજમાં ડીગ્રી એન્જીનીયરીંગમાં એસીપીસીની ખાલી રહેતી જૂજ સીટો પર પ્રવેશ ઉપલબ્ધ છે. મીકેનીકલ એન્જીનીયરીંગમાં, ઈલેકટ્રીકલ એન્જીનીયરીંગમાં, કેમીકલ એન્જીનીયરીંગમાં, ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં, કોમ્પ્યુટર એન્જીનીયરીંગમાં, બાયોટેકનોલોજીમાં અને સીવીલ એન્જીનીયરીંગમાં સીટો પર પ્રવેશ ઉપલબ્ધ છે.
શ્રેષ્ઠ શિક્ષાણ, શ્રેષ્ઠ પ્લેસમેન્ટ, શ્રેષ્ઠ પરીણામ એ વી.વી.પી.ની ઓળખ છે. સૌરાષ્ટ્ર-કચ્છની સર્વપ્રથમ સેલ્ફ ફાઈનાન્સ ડીગ્રી એન્જીનીયરીંગ કોલેજ, જીટીયુ પરીણામોમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રથમ અને ગુજરાતમાં ટોપની પાંચ કોલેજોમાં સ્થાન ધરાવતી વી.વી.પી.ની ફીનું ધોરણ મધ્યમ વર્ગને પોસાય એવું છે. પ્રવેશ આધારિત સ્કોલરશીપ, પરીણામ આધારીત સ્કોલરશીપ, લેપટોપ સબસીડી, ટ્રાન્સપોર્ટેશન સબસીડી, એન.સી.સી., એન.એસ.એસ., સ્પોર્ટસ, સાંસ્કૃતિ વગેરે પ્રવૃત્તિઓમાં અગ્રેસર એવી વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજમાં પ્રવેશ માટે વી.વી.પી.ના ટ્રસ્ટીઓ કૌશિકભાઈ શુકલ, ડો. સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણીઆર, ડો. નરેન્દ્રભાઈ દવે, ડો. નવીનભાઈ શેઠ તથા આચાર્ય ડો.પિયુષભાઈ વણઝારાએ વી.વી.પી.ની મુલાકાત લેવા અનુરોધ કર્યો છે. વધુ વિગતો માટે વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજ ખાતે નંદનભાઈ દવે-91577 16781 પર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.


