ગીરગઢડાના દ્રોણ ગામનો દીકરો ભાવેશ બારૈયા દેશના અગ્રણી અલ્ટ્રા રનર્સમાં સામેલ
88 કલાક 322 કિલોમીટર અને એક એવી જીત, જે માત્ર મેડલ નહીં પરંતુ સંઘર્ષ, માતાના ત્યાગ અને અડગ આત્મવિશ્વાસની સુવર્ણ સફર રહી
અગ્ર ગુજરાત, ઉના
કેટલાક લોકો દોડ જીતવા માટે દોડે છે. કેટલાક પોતાના સપના માટે પરંતુ એવા પણ વિરલ લોકો હોય છે, જે જીવન સામે હાર ન માને એટલે દોડે છે.ગીરગઢડા તાલુકાના દ્રોણ ગામનો યુવાન ભાવેશ બારૈયા એ આવા જ લોકોમાંનો એક છે.તેની દોડ કોઈ સ્ટેડિયમમાંથી શરૂ થઈ નહોતી. તેની શરૂઆત તો ગરીબીના આંગણેથી થઈ હતી. જ્યાં ક્યારેક ત્રણ ટંકનું ભોજન પણ નસીબ માં નહોતું, જ્યાં સારા બુટ ખરીદવાની ક્ષમતા નહોતી, જ્યાં પરિવાર પર એક પછી એક દુઃખના પહાડ તૂટી પડ્યા હતા ત્યાંથી શરૂ થયેલી સફર આજે દેશના સૌથી કઠિન ગણાતા અલ્ટ્રા મેરાથોનના વિજય સુધી પહોંચી છે.
મહારાષ્ટ્રમાં યોજાયેલી પ્રતિષ્ઠિત ધ ગ્રેટ માવલા ઘાટી અલ્ટ્રા–2026 ની 200 માઈલ 322 કિલોમીટર સ્પર્ધા માત્ર 88 કલાકમાં પૂર્ણ કરીને પ્રથમ સ્થાન મેળવવું માત્ર રમતગમતની સિદ્ધિ નથી, તે સંઘર્ષ સામે માનવ સંકલ્પ ની ઐતિહાસિક જીત છે જીવને ભાવેશને બાળપણથી જ કસોટીઓ આપી સૌપ્રથમ ભાઈનું અકાળે નિધન ત્યારબાદ છ વર્ષ પહેલાં પિતાનું અવસાને પરિવારની આર્થિક કમર તૂટી ગઈ. ઘરની આખી જવાબદારી માતા સોનાબેન પર આવી પડી સોનાબેને ખેતરમાં મજૂરીકરી સવારથી સાંજ સુધી પરસેવો વહાવ્યો પોતાનુંદુઃખગળી દીકરાના સપનાઓને જીવંત રાખ્યા.ઘરમાં પૈસાની તંગી હતી દોડવા માટે જરૂરી બુટ નહોતા. સ્પોર્ટ્સકિટનહોતી. પૌષ્ટિક આહાર નહોતો.પણ એક વસ્તુ ભરપૂર હતી જીતવાની જિદ્દ.ભાવેશ ભૂખ્યા પેટે કલાકો સુધી દોડતો રહ્યો કારણ કે તેમને ખબર હતી કે પરિસ્થિતિ કાયમી નથી, પરંતુ હિંમત કાયમ રહી શકે છે 2020ના કોરોના લોકડાઉન દરમિયાન ભાવેશની મુલાકાતસિનિયરઅલ્ટ્રા રનર અનિલ બાંભણિયા સાથે થઈ અનિલભાઈ એ ભાવેશની અંદર છુપાયેલી ક્ષમતાને ઓળખી માત્ર માર્ગદર્શન જ નહીં, પરંતુ આત્મવિશ્વાસ પણ આપ્યો.
એ દિવસથી ભાવેશની દોડ માત્ર દોડ રહી નહીં તે એક મિશન બની ગઈ ફાટેલા બુટ લોહીલુહાણ પગ છતાં અટક્યો નહીંઉત્તરાખંડમાં સ્પર્ધા દરમિયાન ગંભીરઈજા થઈ મહારાષ્ટ્રની માવલા ઘાટી અલ્ટ્રામાં બુટ ફાટી ગયા પગમાંથી લોહી નીકળતું રહ્યું. નવા બુટ ન મળતાં 22 કિલોમીટર પછી સ્પર્ધા અધૂરી છોડવી પડી.ઘણા લોકો માટે આ અંત હોત પરંતુ ભાવેશ માટે આ નવી શરૂઆત હતી.
પગની પાંચેય આંગળીઓમાં ઈજા હોવા છતાં તેમણે પોતાની અંદરની આગને ઠંડી પડવા દીધી નહીં અને પછી આવ્યો એ દિવસ જ્યારે ઈતિહાસ લખાયો. 2026માં ભાવેશ ફરી એ જ માવલા ઘાટી અલ્ટ્રામાં ઉતર્યા આ વખતે તેઓ હારનો બદલો લેવા નહીં,પોતાના સપનાને સાકાર કરવા આવ્યા હતા.સહ્યાદ્રીની કઠિન પર્વતમાળાઓ, ઊંચા ચઢાણ, જોખમી ઉતાર, વરસાદ, થાક અને ઊંઘ સામે લડતાં તેમણે 322 કિલોમીટરનું અંતર માત્ર 88 કલાકમાં પૂર્ણ કરીને પ્રથમ સ્થાન મેળવ્યું. તે ક્ષણે જીત માત્ર ભાવેશની નહોતી.તે જીત હતી એક મજૂર માતાની.ગરીબી સામે ઝઝૂમતા દરેક યુવાનની નિષ્ફળતાને હરાવનાર દરેક સ્વપ્નદ્રષ્ટાની.
માતાનો પરસેવો જ મારી સૌથી મોટી મૂડી છે
ભાવેશ કહે છે કે તેમની સૌથી મોટી તાકાત તેમની માતા છે સોનાબેન ખેતરમાં મજૂરી કરીને થોડા થોડા પૈસા બચાવતા અને દીકરાની દોડ ચાલુ રહે તેની ચિંતા કરતા. આજે જ્યારે ભાવેશ દેશભરમાં ગુજરાતનું નામ રોશન કરી રહ્યો છે, ત્યારે માતા માટે આ મેડલ સોનાથી પણ કિંમતી છે.
હું ખેતરમાં મજૂરી કરીને પૈસા ભેગા કરતી હતી: સોના બેન
મારો દીકરો પોતાના સપનાને જીવંત રાખી શકે એથી હું ખેતરમાં મજૂરી કરીને પૈસા ભેગા કરતી હતી આજે મારા દિકરા એ દેશનું નામ રોશન કર્યું છે, એ જ મારી સૌથી મોટી કમાણી છે.


