ટંકારાના જીવાપર ગામમાં કાલે ઉર્ષની ઉજવણી કરાશે
સંદલવિધી, ન્યાઝ સહિતના કાર્યક્રમોનું આયોજન
અગ્ર ગુજરાત, મોરબી
મોરબી જીલ્લાના,ટંકારા તાલુકાના જીવાપર ગામમાં આવેલ પીરે તરીકત હઝરત પીર કબીર મહોમ્મદ ડાડા રહેમતુલા અલૈયહી નો ઉર્સ મુબારક દર વર્ષની જેમ મુ.તા- 21-2-1448 સફર, અં.તા.5-8-26, બુધવારના રોજ મનાવવામાં આવશે. અં.તા.5-8-26,બુધવારના રોજ સવારે 9:00 કલાકે સંદલવિધી રાખેલ છે. મીલાદ શરીફ સવારે 10:00 દસ કલાકે રાખેલ છે. ન્યાજ બપોરે 11:00 અગીયાર કલાકે યોજાશે. અકીદતમંદ,મુરીદેન તમામ આશિકે રસુલ ભાઈઓ,બહેનોને હાજરી આપી ફૈઝથી માલામાલ થવા સવાબે દારેન હાંસિલ કરવા જીવાપર દરગાહ કમિટીની યાદી જણાવે છે.


