By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 week ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    1 week ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: વિરપુર અને જુનાગઢના મોબાઈલ ટાવરમાંથી કોપર વાયર ચોરતી ગેંગના ૬ ઝડપાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

વિરપુર અને જુનાગઢના મોબાઈલ ટાવરમાંથી કોપર વાયર ચોરતી ગેંગના ૬ ઝડપાયા

Editor
Last updated: 2026/08/04 at 3:39 PM
3 hours ago
Share
વિરપુર અને જુનાગઢના મોબાઈલ ટાવરમાંથી કોપર વાયર ચોરતી ગેંગના ૬ ઝડપાયા
SHARE

વિરપુર અને જુનાગઢના મોબાઈલ ટાવરમાંથી કોપર વાયર ચોરતી ગેંગના ૬ ઝડપાયા

ફોરવ્હીલ, વાયર સહિત રૂ.૫.33 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો

અગ્ર ગુજરાત, જેતપુર

કેબલ અને અન્ય સાધનોની ચોરી કરતી એક કુખ્યાત અને સક્રિય ગેંગનો લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલ.સી.બી.), રાજકોટ ગ્રામ્યની ટીમે સફળતાપૂર્વક પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા ૫ પુરુષ અને ૧ મહિલા સહિત કુલ ૬ આરોપીઓને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. આ સાથે પોલીસે ટાવર ચોરીના ૧ કે ૨ નહીં પરંતુ કુલ ૪ વણશોધાયેલા ગંભીર ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે અને અન્ય અનેક ગુનાઓની કબૂલાત પણ મેળવી લીધી છે.

જાણવા મળતી માહિતી મુજબ, રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી. રાવના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. શાખાની અલગ-અલગ ટીમો પેટ્રોલીંગમાં કાર્યરત હતી. તે જ દરમિયાન પોલીસ ટીમને મળેલી ચોક્કસ બાતમી અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે આ સમગ્ર સફળ પરિણામલક્ષી કામગીરી પાર પાડવામાં આવી છે.

દરમિયાન વીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારતીય સંચાર નિગમ લિમિટેડ (BSNL) ના કર્મચારી દ્વારા ચોરીની બે અલગ-અલગ ફરિયાદો નોંધાવવામાં આવી હતી. પ્રથમ ફરિયાદ મુજબ, ગત તારીખ ૨૫ જુલાઈ ૨૦૨૬ની રાત્રીના સમયે જેતપુર તાલુકાના ઉમરાળી ગામે આવેલ બીએસએનએલ ટાવરમાંથી અજાણ્યા ચોર ઇસમો ૩૬ ફૂટ કોપર કેબલ તેમજ એક વિન્ડો એસીની ચોરી કરી ગયા હતા. આ અંગે વીરપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બીજી ફરિયાદમાં પણ તારીખ ૨૯ જુલાઈ ૨૦૨૬ની રાત્રીના સમયે ઉમરાળી ગામે જ બીએસએનએલ ટાવરમાંથી કોપર વાયર અને લોખંડનો ભારે જથ્થો ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી. ઉપરાંત, જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ મંડલીકપુર ગામે આવેલ ટેલિફોનિક એક્સચેન્જ બહાર બંધ હાલતમાં પડેલા જનરેટરમાંથી ઓલ્ટિનેટર ચોરાયાની ફરિયાદ નોંધાઈ હતી.

આ તમામ ગંભીર ગુનાઓને ગંભીરતાથી લઈને એલ.સી.બી.ના હેડ કોન્સ્ટેબલ મનીષભાઈ વરુ, મનદીપસિંહ જાડેજા તથા કોન્સ્ટેબલ ભરતભાઈ ગમારાને ખાનગીરાહે મળેલી સચોટ હકીકત આધારે આ સમગ્ર ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓની વિગત, (૧) કિશોરભાઈ ઉર્ફે ભુરો કરમશીભાઈ સોલંકી, (૨) પુનમબેન કાળુભાઈ વાડોદરીયા, (૩) વૈભવભાઈ કાળુભાઈ ઉર્ફે દીપકભાઈ વાડોદરીયા, (૪) સાગરભાઈ રમેશભાઈ સોલંકી, (૫) પ્રશાંતભાઈ મનસુખભાઈ કલોલા અને (૬) ફારૂકભાઈ યુસુફભાઈ મોર (રહે તમામ જૂનાગઢ)નો સમાવેશ થાય છે.

પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી આશરે ૧૩ કિલોગ્રામ કોપર વાયર, ચોરીમાં ઉપયોગમાં લીધેલા વિવિધ હથિયારો, ૧ નંગ ઓલ્ટિનેટર બોડી, ૪ નંગ મોબાઈલ ફોન તેમજ ગુનામાં વપરાયેલી અંદાજે રૂા. ૫,૦૦,૦૦૦ ની કિંમતની હ્યુંડાઈ વેન્યુ ફોરવ્હિલ કાર સહિત કુલ રૂા. ૫,૩૩,૪૫૦/- નો મોટો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

પકડાયેલ આરોપીમાં કિશોરભાઈ ઉર્ફે ભુરો કરમશીભાઈ સોલંકી વિરુદ્ધ અગાઉ જૂનાગઢ તાલુકા, ધોરાજી સિટી, અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અને જુનાગઢના માળિયા હાટીના પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ અલગ-અલગ ગુના નોંધાઈ ચૂક્યા છે. તેમજ વૈભવભાઈ કાળુભાઈ ઉર્ફે દીપકભાઈ વાડોદરીયા વિરુદ્ધ જુનાગઢના માળિયા હાટીના પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાઈ ચૂક્યો છે અને સાગરભાઈ રમેશભાઈ સોલંકી વિરુદ્ધ જુનાગઢના માળિયા હાટીના અને જૂનાગઢ વંથલી પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાઈ ચૂક્યા છે, પ્રશાંતભાઈ મનસુખભાઈ કલોલા વિરુદ્ધ જુનાગઢના માળિયા હાટીના પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાઈ ચૂક્યો છે.

You Might Also Like

જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું

ભાવનગર રેલવેના ટ્રાફિક મેનેજર ગરુડાની રાજકોટ બદલી થતા ડિવિઝનના કર્મચારીઓમાં ખુશીનો માહોલ

પોરબંદરમાં નવોદય વિદ્યાલય દ્વારા પેન્ટીંગ-વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુનું પ્રદર્શન યોજાયું

દામનગરની પરમાર્થ નિઃશુલ્ક કન્યા છાત્રાલયની શુભેચ્છા મુલાકાત લેતા કાનજીભાઈ ભાલાળા

જેતપુરમાં સૈયદ જમાત અને તાજિયા વિશે અપશબ્દો બોલનાર સામે કડક કાર્યવાહીની માંગ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જોહર કાર્ડસમાં ફ્રેન્ડશીપ દિવસ અંતર્ગત ગીફટ, બેલ્ટનો ખજાનો
રાજકોટ

જોહર કાર્ડસમાં ફ્રેન્ડશીપ દિવસ અંતર્ગત ગીફટ, બેલ્ટનો ખજાનો

Editor By Editor 4 days ago
જેતલસર પોસ્ટ ઓફિસના પાર્સલમાંથી રૂ.2.65 લાખનો ગાંજો મળી આવ્યો
ધો.૫ સુધીના છાત્રોના બેઝલાઈન સર્વેનો પ્રારંભ
શેરબજારમાં આજથી નવા યુગની શરૂઆત
ભારે વરસાદની અસર! આવકમાં ઘટાડો થતા શાકભાજીના ભાવમાં ભડકો થયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?