By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    1 month ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 month ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    1 month ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 month ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    9 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    9 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    9 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    9 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    9 months ago
  • EpaperEpaperEpaper
Reading: કહેવાતા ગૌ રક્ષક ભાવિન પટેલના વાયરલ વીડિયોથી મચ્યો ખળભળાટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

કહેવાતા ગૌ રક્ષક ભાવિન પટેલના વાયરલ વીડિયોથી મચ્યો ખળભળાટ

Editor
Last updated: 2026/08/06 at 5:19 PM
2 months ago
Share
કહેવાતા ગૌ રક્ષક ભાવિન પટેલના વાયરલ વીડિયોથી મચ્યો ખળભળાટ
SHARE

કોઈના બાપથી નથી બીતો… હપ્તા તો ચાલુ જ રહેશે

કહેવાતા ગૌ રક્ષક ભાવિન પટેલના વાયરલ વીડિયોથી મચ્યો ખળભળાટ

હપ્તાખોરી, કતલખાને જતા પશુઓને મંજૂરી આપવાનો દાવો, પાયલોટિંગના આરોપો અને કરોડોની કમાણીના સવાલો વચ્ચે ભાવિન પટેલ ફરી વિવાદના કેન્દ્રમાં; કડક કાર્યવાહી કરવાની ઉઠી માંગ

અગ્ર ગુજરાત, રાજકોટ

ગૌમાતાની રક્ષા, જીવદયા અને મૂંગા પશુઓને કતલખાનેથી બચાવવાના નારા સાથે વર્ષોથી સમાજમાં પોતાની ઓળખ ઉભી કરનારા કેટલાક કહેવાતા ગૌરક્ષકો સામે હવે ગંભીર સવાલો ઊભા થયા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોએ સમગ્ર ગૌરક્ષકોને જ કટઘરામાં ઊભા કરી દીધા છે. વાયરલ વીડિયોમાં દેખાતો ભાવિન પટેલ નામનો વ્યક્તિ પોતે ખુલ્લેઆમ કથિત રીતે એવો દાવો કરતો સંભળાય છે કે ખાટકીવાડામાંથી પશુઓની કતલ માટે મંજૂરી આપવા બદલ તે હપ્તા ઉઘરાવે છે અને આ વ્યવહાર આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. વીડિયોમાં તે કોઈના બાપથી ન ડરતો હોવાની ધમકીભરી ભાષા પણ બોલતો હોવાનું સામે આવ્યું છે.
વર્ષો સુધી ગૌરક્ષક તરીકે ઓળખ ઉભી કરનાર ભાવિન પટેલ આજે વૈભવી જીવન જીવતો હોવાની ચર્ચાઓ પણ તેજ બની છે. વિરોધીઓનો આક્ષેપ છે કે ગૌરક્ષાના નામે ઉઘરાવવામાં આવતા નાણાં અને મૂંગા પશુઓના ગેરકાયદે ધંધા સાથેના કથિત સંબંધોના કારણે જ તે આર્થિક રીતે મજબૂત બન્યો છે. બીજી તરફ, સાચા ગૌરક્ષકો તરીકે ઓળખાતા અનેક કાર્યકરોએ પણ જાહેરમાં એવો દાવો કર્યો છે કે ભાવિન પટેલનો ગૌસેવા સાથે કોઈ સંબંધ નથી અને તે માત્ર ગૌરક્ષાના નામે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરી રહ્યો છે.
ગંભીર આક્ષેપો તો એવા પણ થઈ રહ્યા છે કે ગાય અને અન્ય પશુઓના પરિવહન માટે જે વાહનોનો ઉપયોગ થાય છે તેમાં ભાવિન પટેલનું કથિત રીતે સીધું જોડાણ છે. પશુઓને કતલખાના સુધી સુરક્ષિત રીતે પહોંચાડવા માટે પાયલોટિંગ કરવાની જવાબદારી પણ તે પોતાના સાગરીતો સાથે નિભાવતો હોવાના દાવા થઈ રહ્યા છે. વાયરલ વીડિયોએ આ સમગ્ર મુદ્દાને વધુ ગંભીર બનાવી દીધો છે અને હવે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસની માંગ ઉઠી રહી છે.
અગાઉ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી એક ઓડિયો ક્લિપમાં પણ મૂંગા જીવ માટે 13 લાખનો વહીવટ કરવામાં આવ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. આ ક્લિપ સામે આવ્યા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. જો ગૌરક્ષાના નામે નાણાંનો સોદો થતો હોય તો ગૌસેવાના પવિત્ર કાર્ય પર જ પ્રશ્નાર્થ ઊભો થાય છે. ખાટકી સમાજના લોકોએ પણ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે ધંધો ચાલુ રાખવા માટે દર મહિને નક્કી કરેલી રકમ આપવાની કથિત માંગ કરવામાં આવતી હતી. રકમ નહીં આપનારને વાહન રોકી દેવા, ખોટા કેસમાં ફસાવવા અને મારામારી કરવાની ધમકીઓ આપવામાં આવતી હોવાના પણ આક્ષેપ થયા છે.
આ સમગ્ર ઘટનાએ ગૌરક્ષાના નામે કામ કરતી સંસ્થાઓની વિશ્વસનીયતા સામે પણ પ્રશ્નો ઉભા કર્યા છે. લોકોનું કહેવું છે કે જો આવા ગંભીર આક્ષેપોમાં સત્ય હોય તો નિર્દોષ ગૌસેવકોની છબીને પણ નુકસાન પહોંચી રહ્યું છે. હવે વાયરલ વીડિયોની ફોરેન્સિક તપાસ કરી સત્ય બહાર લાવવાની માંગ ઉઠી છે. સાથે જ કથિત રીતે ગેરકાયદેસર હપ્તાખોરી, ધમકી અને પશુઓના ગેરકાયદે પરિવહનમાં સંડોવણીના આરોપોની ઊંડાણપૂર્વક તપાસ કરીને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની અપેક્ષા છે.

પંચનાથની ઘટનાથી ઉઠ્યો 13 લાખના વહીવટનો સવાલ

તાજેતરમાં રાજકોટના પંચનાથ મંદિર નજીક ભેંસવંશના પાડાને કતલખાને લઈ જવાતો હોવાની બાતમીના આધારે ગૌરક્ષકો પહોંચ્યા હતા. રિક્ષા અટકાવતાં ભારે હોબાળો અને મારામારી સર્જાઈ હતી. આ દરમિયાન ગૌરક્ષક કિશન વિકલેશ શર્માને છરી વાગતાં સમગ્ર ઘટના ચર્ચામાં આવી હતી. જોકે ત્યારબાદ વાયરલ થયેલી એક ઓડિયો ક્લિપે આ ઘટનાને નવો વળાંક આપ્યો હતો. ઓડિયોમાં કથિત રીતે “મૂંગા જીવ માટે 13 લાખનો વહીવટ” થયાની ચર્ચા સંભળાતી હોવાનું કહેવાય છે. આ ક્લિપ સામે આવતા સમાજમાં અનેક સવાલો ઊભા થયા છે. ખાટકી સમાજના લોકોએ આક્ષેપ કર્યો છે કે ધંધો ચાલુ રાખવા માટે દર મહિને હપ્તાની માંગ કરવામાં આવતી હતી અને પૈસા નહીં આપનારને ધમકી આપવામાં આવતી હતી. હવે આ ઓડિયો ક્લિપની સત્યતા અને તેમાં થયેલા દાવાઓની તપાસની માંગ ઉઠી રહી છે.

મોરબીમાં પશુ ભરેલા ટ્રકના પાયલોટિંગના આરોપે મચાવી હતી ચર્ચા

મોરબી-કચ્છ હાઇવે પર થોડા સમય પહેલાં ગૌરક્ષકો અને પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને પશુઓથી ભરેલા એક વાહનને અટકાવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન અનેક મૂંગા પશુઓને બચાવવામાં આવ્યા હતા. જોકે બાદમાં સમગ્ર ઘટનામાં ભાવિન પટેલનું નામ પણ ચર્ચામાં આવ્યું હતું. આરોપો મુજબ પશુ ભરેલા ટ્રકને સુરક્ષિત રીતે પસાર કરાવવા માટે તે પોતાના સાગરીતો સાથે કારમાં પાયલોટિંગ કરી રહ્યો હતો. આ દાવાઓ બાદ સમગ્ર ઘટનાએ રાજકીય અને સામાજિક સ્તરે ભારે ચર્ચા જગાવી હતી. ગૌરક્ષાના નામે કામ કરનાર વ્યક્તિ સામે જ આવા આરોપો સામે આવતા અનેક લોકોએ નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી. આ ઘટનાએ પણ ગૌરક્ષા આંદોલનની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉભા કર્યા હતા.

ખાટકી સમાજનો આક્રોશ, પોલીસ સુધી પહોંચી હતી હપ્તાખોરીની ફરિયાદ

રાજકોટમાં થોડા સમય અગાઉ ખાટકી સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને ભાવિન પટેલ સામે મોરચો ખોલ્યો હતો. સમાજના લોકોએ આરોપ મૂક્યો હતો કે ભાવિન પટેલ અવારનવાર ખાટકીવાડામાં આવી લોકોને ધમકીઓ આપે છે અને હપ્તાની માંગ કરે છે. ધંધામાં દખલગીરી, મારામારીની ધમકી અને સતત ત્રાસથી મુક્તિ અપાવવા માટે સમાજના આગેવાનોએ પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી. આ રજૂઆતના આધારે પ્રદ્યુમ્નનગર પોલીસ મથકે ભાવિન પટેલ વિરુદ્ધ ગુનો પણ નોંધાયો હતો. ત્યારથી આ સમગ્ર પ્રકરણ સતત ચર્ચામાં રહ્યું છે. હવે વાયરલ વીડિયો અને ઓડિયો બાદ ફરી એકવાર સમગ્ર મામલો ગરમાયો છે અને કાયદેસરની કડક કાર્યવાહી કરવાની માંગ વધુ પ્રબળ બની છે.

You Might Also Like

જન્માષ્ટમી મહોત્સવ 2026ની થીમનું અનાવરણ

સ્વ.કિશોરભાઈ ટીલારાની પૂણ્યતિથી નિમિત્તે શનિવારે યોજાશે મેગા સર્વરોગ નિદાન કેમ્પ

કોઠારીયા કોલોનીના કોટેશ્વર મંદિરે જટાધારી મહાદેવના શ્રૃંગાર-દર્શન

લગ્નની લાલચે સંબંધ બાંધ્યો, સેંથો પૂરી પત્ની સ્વીકારી, અંતે સોરી કહી સંબંધ તોડી નાખ્યો

મેટોડામાં 6 વર્ષની માસૂમને હેવાનિયતનો શિકાર થતા બચાવતી પોલીસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?