By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: ખાનગી શિક્ષણના પ્રશ્નોના નિરાકરણ માટે સંગઠન જ એકમાત્ર શક્તિ સંચાલકોનો સૂર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ખાનગી શિક્ષણના પ્રશ્નોના નિરાકરણ માટે સંગઠન જ એકમાત્ર શક્તિ સંચાલકોનો સૂર

Editor
Last updated: 2026/08/07 at 3:48 PM
2 hours ago
Share
ખાનગી શિક્ષણના પ્રશ્નોના નિરાકરણ માટે સંગઠન જ એકમાત્ર શક્તિ સંચાલકોનો સૂર
SHARE

ખાનગી શિક્ષણના પ્રશ્નોના નિરાકરણ માટે સંગઠન જ એકમાત્ર શક્તિ સંચાલકોનો સૂર

ઉના,ગીરગઢડા સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશનના સમારોહમાં શાળાઓની સમસ્યાઓ પર રાજ્યકક્ષાની વિસ્તૃત ચર્ચા

અગ્ર ગુજરાત, ઉના

ખાનગી શિક્ષણ ક્ષેત્ર સામે ઊભા થતા પડકારો વચ્ચે સંગઠનની શક્તિને વધુ મજબૂત બનાવવાના સંકલ્પ સાથે ઉના–ગીરગઢડા સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા ફ્લેમિંગો ક્લબ એન્ડ રિસોર્ટ, દેલવાડા,દીવ રોડ ખાતે ભવ્ય શુભેચ્છા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળનાહોદ્દેદારો, શિક્ષણવિદો અને મોટી સંખ્યામાં શાળા સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ખાનગી શિક્ષણ ક્ષેત્રના પ્રશ્નોના કાયમી ઉકેલ, સંગઠનની એકતા અને રાજ્ય સરકાર સમક્ષ અસરકારક રજૂઆત જેવા મુદ્દાઓ કેન્દ્રસ્થાને રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ મુખ્ય મહેમાનોનું શાલ, મોમેન્ટો અને પુષ્પગુચ્છ અર્પણ કરીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ ભરત ભાઈ ગાજીપરા, પ્રમુખ જતીનભાઈ ભરાડ, મહામંત્રી મનહરભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. માર્ગદર્શક તરીકે પૂ. શાસ્ત્રી માધવદાસજી સ્વામી,પૂ.ભંડારીસ્વામી, પૂ.હરિવદન સ્વામી,પૂ્.જનાદન સ્વામી સહિતના મહાનુભાવો પણ હાજર રહ્યા હતા.પ્રારંભિક સ્વાગત પ્રવચનમાં પૂ. શાસ્ત્રી માધવપ્રસાદજી સ્વામીએ ઉના અને ગીરગઢડા તાલુકાની સેલ્ફ ફાઇનાન્સ શાળાઓને ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં પડતી મુશ્કેલીઓનું વિસ્તૃત ચિત્રણ રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે શહેરોની સરખામણીએ ગ્રામ્ય વિસ્તારની શાળાઓ અનેક વહીવટી, આર્થિક અને શૈક્ષણિક પડકારોનો સામ નો કરી રહી છે. રાજ્યકક્ષાએ આ પ્રશ્નોને પ્રાથમિકતા આપીને યોગ્ય રજૂઆત કરવામાં આવે તેવી પણતેમણે ભારપૂર્વક માંગણી કરી હતી.

એસોસિએશનના લીગલ એડવાઇઝર ભવ્યભાઈ પોપટે ખાનગી શાળાઓના વિવિધ પ્રશ્નો રાજ્યના હોદ્દેદારો સમક્ષ રજૂ કર્યા હતા. ખાસ કરીનેFRCમુજબ ફી વસુલાત, RTE હેઠળ વિદ્યાર્થીઓની ફાળવણી, વહીવટી પ્રક્રિયા, શૈક્ષણિક નિયમો તથાઅન્યકાયદાકીય પ્રશ્નો અંગે વિગતવાર રજૂઆત કરીને યોગ્ય માર્ગદર્શન અને નીતિગત ઉકેલની માંગણી કરી હતી.

સભાને સંબોધતા મહામંત્રી મનહરભાઈ રાઠોડે જણાવ્યું હતું કે આજના સમયમાં સંગઠન જ સૌથી મોટી શક્તિ છે. ગુજરાતભરમાં સેલ્ફ ફાઇનાન્સ શાળા ઓનું સંગઠન જેટલું મજબૂત બનશે,તેટલી જ અસરકારક રીતે સરકાર સુધી પ્રશ્નો પહોંચાડી શકાશે. અનેક સંગઠનો બન્યા હોવા છતાં સેલ્ફ ફાઇનાન્સશાળા ઓના મૂળભૂત પ્રશ્નોને ગંભીરતાથી ઉજાગર કરવાનો પ્રયાસ ખૂબ ઓછો થયો હોવાનું તેમણે જણાવ્યું હતું.

અધ્યક્ષ ભરતભાઈ ગાજીપરાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ગુજરાત અનેસૌરાષ્ટ્રમાંસેલ્ફફાઇનાન્સ શાળાઓનું સંગઠન સતત મજબૂત બની રહ્યું છે. ગીર સોમનાથ જિલ્લાના દરેક તાલુકા અને ગ્રામ્ય વિસ્તારો સુધી સંગઠનને સક્રિય બનાવવા સૌએ આગળ આવવું જોઈએ. તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ ક્ષેત્રે નવા નિયમો અને નીતિઓ સતત અમલમાં આવી રહી છે, ત્યારે શાળા સંચાલકોએ તેની યોગ્ય સમજ સાથે વહીવટી પ્રક્રિયાને અનુસરવીજરૂરીછે.સરકારનાશિક્ષણ વિભાગ સાથે સતત સંવાદ દ્વારા વિવિધ પ્રશ્નો ના ઉકેલ માટે પ્રયાસો ચાલુ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ જતીનભાઈ ભરાડે FRC, RTE, શાળાના ઓડિટ રિપોર્ટ, ફી વધારો, વહીવટી પ્રક્રિયા અને કોર્ટના મહત્વપૂર્ણ ચુકાદાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સાથે વારંવાર બેઠકો યોજીને ખાનગી શાળાઓના પ્રશ્નોના ઉકેલ માટે પ્રયત્નો થઈ રહ્યા છે. ગુજરાતની અંદાજે ૧૬ હજારથી વધુ સેલ્ફ ફાઇનાન્સ શાળાઓના પ્રશ્નોના નિરાકરણ માટે મહામંડળ સતત કાર્યરત છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે નિયમવિરુદ્ધ કાર્ય કરતી કોઈપણ શાળાને સંગઠનનો આશ્રય મળશે નહીં. વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતને સર્વોચ્ચ રાખીને શિક્ષણ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા સંગઠિત પ્રયાસોની જરૂર હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

કાર્યક્રમમાં રાજ્ય મંડળના ખજાનચી વિપુલભાઈ પાનેલીયા, ભાવનગર જિલ્લા પ્રમુખ પરબતભાઈ મોરડીયા, ગીર સોમનાથ જિલ્લાના હોદ્દેદારો સહિત વિવિધ જિલ્લાઓમાંથી આવેલા પ્રતિનિધિઓએ પણ હાજરી આપી હતી.

ઉના,ગીરગઢડા સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામભાઈ દુધાત, ઉપપ્રમુખ કિશોરભાઈ વડાલિયા, ધર્મેન્દ્રભાઈ જોષી, વિજયભાઈ જોષી, ધીરૂભાઈ સુહાગીયા, મુકેશભાઈ જોષી, ફારૂકભાઈ કાઝી, ભરતભાઈ ભટ્ટ, નરેશભાઈ વધાસીયા, મનીષભાઈ જાલોધરા, મિતેશભાઈ રાણપરિયા, ઈરફાનભાઈ ડાયાતર, દિનેશભાઈ જોષી નિલેશભાઈ દ્રોણેશ્વ ગુરૂકુળ સહિત મોટી સંખ્યામાં શાળા સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહેમાનો નું સન્માન કરીને સંગઠનની કાર્યપદ્ધતિને આવકારી હતી અને ખાનગી શિક્ષણના હિતમાં એકજૂટ બની કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

You Might Also Like

સાપુતારા મોન્સુન ફેસ્ટિવલનો આજથી પ્રારંભ

સલાયાના જહાજ પર લાલ સમુદ્રમાં હૂથી વિદ્રોહી સંગઠનો દ્વારા આત્મઘાતી હૂમલો

દીવના વણાંકબારામાં માછીમારોની જનરલ મીટીંગ યોજાઇ

ધોરાજીના ઝાંઝમેર ગામે ધોવાયેલ ડાયવર્ઝન તાત્કાલિક પાકું બનાવી વાહનવ્યવહાર શરૂ કર્યો

જૂનાગઢની બહાઉદ્દીન કોલેજ ખાતે SSIP સેન્સિટાઈઝેશન પ્રોગ્રામ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ધારી નજીક શેત્રુંજી નદીના પટમાં લટાર મારતા ડાલામથ્થા ૯ સાવજો
અમરેલી

ધારી નજીક શેત્રુંજી નદીના પટમાં લટાર મારતા ડાલામથ્થા ૯ સાવજો

Editor By Editor 1 hour ago
કેર એન્ડ ક્યોર ફાઉન્ડેશનની કેન્સર દર્દીઓ માટે નિઃશુલ્ક ઘરઆંગણે ડ્રેસિંગ સેવા
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન કે શાહ એન્ડ શાહ કંપની?
ઝાલાવાડમાં પડેલા અતિ ભારે વરસાદથી પાકને અસર
મુખ્યમંત્રીના હસ્તે રૂ.૨૬૮ કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?