શ્રી કલા મ્યુઝિકલ ગ્રુપ દ્વારા કાલે નિઃશુલ્ક સંગીત સંધ્યા
નામાંકિત કલાકારો શ્રોતાઓને ડોલાવશે
અગ્ર ગુજરાત, રાજકોટ
શ્રી કલા મ્યુઝિકલ ગ્રુપ દ્વારા આગામી તા. 8, શનિવારના રોજ રાત્રે 8:30 થી 12:30 વાગ્યા સુધી HB મીનિટોરિયમ, રાજકોટ ખાતે ભવ્ય નિઃશુલ્ક સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે.
સોનલબેન જીતેન્દ્રભાઈ બોસમીયા અને નરેન્દ્રભાઈ રાજાના માર્ગદર્શન હેઠળ યોજાનાર આ કાર્યક્રમમાં હિન્દી કરાઓકેના એવરગ્રીન ઓલ્ડ હિટ્સ, 90ના દાયકાના ગીતો, ડાન્સિંગ સોંગ્સ, કવ્વાલી, વરસાદી ગીતો સહિત વિવિધ સંગીતમય રજૂઆતો કરવામાં આવશે.
કાર્યક્રમમાં ગેસ્ટ સિંગર તરીકે પી.વી.જાડેજા (ડી.વાય.એસ.પી.) વિશેષ ઉપસ્થિત રહેશે. ઉપરાંત રમેશભાઈ ભટ્ટ,દિપકભાઈ અગ્રાવત, મનોજભાઈ ડોડીયા, સુભાષભાઈ ઝાલા, અર્ચનાબેન ઠક્કર, જિજ્ઞાસાબેન ગજ્જર, ચેતનભાઈ પંડયા, હાર્દિકભાઈ ઝવેરી,કિરીટભાઈ જાજલ, કે.આર.દવે, દિવ્યેશભાઈ હરિયાની, ચંદ્રેશભાઈ ભટ્ટ, પલ્લવીબેન વ્યાસ સહિતના કલાકારો રજૂઆતો કરશે.
કાર્યક્રમ દરમિયાન સિંગર્સ તેમજ ઉપસ્થિત દર્શકો માટે, સરપ્રાઇઝ ગિફ્ટ્સ ના લકી ડ્રો નું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે, આવનારી ગુજરાતી ફિલ્મ ઝુઝારુ ના મુખ્ય કલાકાર જીતુ કનોજીયા તેમજ જુસબભાઈ પરમાર, ભારતની રીયાના મુખ્ય કલાકાર વિક્રમ જોષી,શ્રી વિજયભાઈ કારિયા, જયેશભાઈ ઉપાધ્યાય (બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ), પૃથ્વીરાજસિંહ જાડેજા (ડી.વાય.એસ.પી.), સુરેશભાઈ મારુ (નિવૃત્ત એ.એસ.આઈ.)મૂકેશભાઈ તન્ના (લોહાણા મેરેજ બ્યુરો)જયપાલસિંહ ઝાલા(સરગમ ક્લબ) ઉપસ્થિત રહેશે.


