ક્રેડાઇ ગુજરાત વિંગ દ્વારા યુથકોન યોજાઇ
બાંધકામ વ્યવસાયમાં આધુનિક અને વિકાસલક્ષી આયોજન માટે મનોમંથન
અગ્ર ગુજરાત, રાજકોટ
બાંધકામ વ્યવસાયમાં આધુનિક અને વિકાસલક્ષી આયોજનો થકી ગુજરાતના વિકાસને મહત્તમ ઊંચાઇએ લઇ જવા અને સમાજમાં જરૂરીયાત પ્રમાણે આધુનિક ઢબે વિકાસ કરવા ક્રેડાઇ ગુજરાત યુથકોન-૨૦૨૬ યોજાયું હતું. સંસ્થાના પ્રેસિડેન્ટ તેજસભાઈ જોશીએ જણાવ્યું હતું કે, ક્રેડાઈ ગુજરાત યુથ વિંગ દ્વારા ઉદેપુર ખાતે હોટલ આઈ.ટી.સી. મોમેન્ટોઝ ખાતે યુથકોન -ર0ર6નું આયોજન કરવામાં આવેલ જેમાં સમગ્ર ગુજરાતના આશરે ર00 કરતા વધુ નવ યુવાન ડેવલપર્સ ઉપસ્થિત રહ્યા હતા.
આયોજનના ઉદ્ઘાટન પ્રસંગે અતિથિ વિશેષ તરીકે મેવાડના મહારાજા ડૉ. લક્ષ્યરાજસિંગ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ક્રેડાઈ નેશનલના ચેરમેન બોમન ઈરાની, પ્રેસીડેન્ટ શેખરભાઈ પટેલ, ઉપપ્રમુખ આશિષભાઈ પટેલ, ઈવેન્ટ કમીટીના ચેરમેન દિપકભાઈ પટેલ, નેશનલ યુથ વીંગ કન્વીનર પાર્થભાઈ પટેલ, ક્રડાઈ ગુજરાતના ચેરમેન પરેભાઈ ગજેરા, પ્રેસિડેન્ટ તેજસભાઈ જોશી તથા મંત્રી વિરલભાઈ શાહે ઉપસ્થિત રહી સમગ્ર આયોજનની શોભામાં અભિવૃધ્ધિ કરેલ. ક્રેડાઈ ગુજરાત યુથ વીંગ ના કન્વીનર ભવદત્તભાઈ પટેલે તેમના આવકાર પ્રવચનમાં ઉપસ્થિત સર્વે મહાનુભાવાનો આભાર વ્યકત કરતા જણાવ્યું હતું કે, યુથકોન ર0ર6ના આયોજનનું મુખ્ય હેતુ માત્ર વિચારોની આપ લે પુરતો સીમિત નથી પરંતુ નવી પેઢીના ડેવલપર્સમાં નેતૃત્વ, ઈનોવેશન, આધુનિક ટેકનોલોજી, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને વ્યવસાયમાં નૈતિક મુલ્યોને પ્રત્સાહન આપવાનો છે.
વધુમાં તેઓએ ઉમેરતા જણાવ્યું હતુ કે, યુવા ડેવલપર્સ આગામી સમયમાં ગુજરાતના રીયલ એસ્ટેટ વ્યવસાયના સર્વાંગી વિકાસને ટોચની નવી દિશાએ લઈ જવામાં મહત્વનો ભાગ ભજવશે તેવું અમારૂ દ્રઢ પણે માનવુ છે. બાંધકામ એક એવો વ્યવસાય છે જેમાં મહત્તમ લોકોને આવાસની જરૂરીયાત પુરી પાડવાની સાથ્ો સાથ્ો લાખો લોકોને રોજગારીની વિપુલ તકો મળે છે અને દેશના જી.ડી.પી ગ્રોથમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહેલ છે તેથી આપણી માત્ર ડેવલપર્સ જ નહી પણ સાચા અર્થમાં રાષ્ટ્ર નિર્માણમાં પ્રદાન આપનાર તરીકે પણ પદાન આપીએ છીએ તેવુ કહેવુ અતિશશયોકિત નથી. આયોજન દરમ્યાન અતિથિ વિશેષ તરીકે પધારેલા મેવાડના મહારાજા ડૉ. લક્ષ્યરાજસીંગ સાથે ડે ઓફ ધ ડ્રીમ તરીકે આયોજીત સેસનમાં વ્યવસાયિક વિકાસને લઈ તેમના જીવન અને પ્રગાઢ અનુભવો અંગે પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી જેમાં હોટલ ઉદ્યોગમાં આવવા કઈ રીતે રસ પડ્યો તેમજ તેમાં કેવા પડકારો અને અનુભવો થયા તે બાબતની પ્રોત્સાહન અને રસપ્રદ ચર્ચાઓ કરવામાં આવી હતી. મંચસ્થ મહાનુભાવશ્રીઓએ પણ તેમના અનુભવો અને પ્રોત્સાહક વિચારોથી યુથકોનમાં આવેલ નવી પેઢીના ડેવલપર્સ મિત્રોને ર047ના વિકસિત ભારતના નિર્માણમાં સક્રિય યોગદાન આપવા અપીલ કરેલ. દેશના વિકાસમાં ગુજરાતનું યોગદાન ટોચ ઉપર રહે તે રીતે સંગઠિત થઈ તન મન અને ધનથી કામ કરવા અને સંગઠનને વધુ મજબુત બનાવવા સૌને આવાહન કરવામાં આવેલ.


