By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજયમાં કપાસની ૨૧.૨૨ અને મગફળીની ૨૦.૪૧ લાખ હેકટરશમાં વાવણી કરાઇ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમદાવાદ

રાજયમાં કપાસની ૨૧.૨૨ અને મગફળીની ૨૦.૪૧ લાખ હેકટરશમાં વાવણી કરાઇ

Editor
Last updated: 2026/08/11 at 4:32 PM
13 minutes ago
Share
રાજયમાં કપાસની ૨૧.૨૨ અને મગફળીની ૨૦.૪૧ લાખ હેકટરશમાં વાવણી કરાઇ
SHARE

ગુજરાતમાં ખરીફ પાકનું ૮૫ ટકા વાવેતર થયું

રાજયમાં કપાસની ૨૧.૨૨ અને મગફળીની ૨૦.૪૧ લાખ હેકટરશમાં વાવણી કરાઇ

શાકભાજીનું ૮૧ ટકા, ડાંગરનું ૮૬ ટકા, બાજરીનું ૮૪ ટકા, તુવેરનું ૯3 ટકા, મકાઇનું ૯૫ ટકા, મગનું ૪પ ટકા, મઠનું ૫૯ ટકા, ઘાસચારાનું ૭.૨૧ લાખ હેકટરમાં વાવેતર

 

અગ્ર ગુજરાત, અમદાવાદ

ગુજરાતમાં ચાલુ ખરીફ સિઝન-૨૦૨૬ દરમિયાન વાવેતરની કામગીરી પૂર્ણતા તરફ આગળ વધી રહી છે. રાજ્યના સામાન્ય સરેરાશ વાવેતર વિસ્તારની સામે અત્યાર સુધીમાં ૭૨.૪૭ લાખ હેક્ટર એટલે કે આશરે ૮૫ ટકા વિસ્તારમાં વાવેતર સંપન્ન થઈ ચૂક્યું છે. જેમાં ગુજરાતના કૃષિ અર્થતંત્રમાં મહત્વનો ભાગ ભજવતા કપાસ અને મગફળીનું કુલ વાવેતરમાં ૫૭ ટકાથી વધુ યોગદાન રહ્યું છે.

રાજ્યમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ કપાસ અને મગફળી ખેડૂતોની પહેલી પસંદ રહ્યા છે. રાજ્યમાં કપાસનું સૌથી વધુ ૨૧.૨૨ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે, જે સામાન્ય વિસ્તારના ૮૯% છે અને ત્યારબાદ બીજા ક્રમે મગફળીનું ૨૦.૪૧ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે, જે સામાન્ય વિસ્તારની સરખામણીએ ૧૦૭% વાવેતર પૂર્ણ થયું દર્શાવે છે.

ચાલુ ખરીફ સિઝનમાં સોયાબીન, મગફળી અને અડદના વાવેતરમાં પણ અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો છે અને આ પાકોનું વાવેતર સામાન્ય વાવેતર વિસ્તારના ૧૦૦ ટકાને વટાવી ગયું છે. સોયાબીનનું સામાન્ય વાવેતર વિસ્તાર સામે સૌથી વધુ ૩ લાખ હેક્ટરમાં (૧૦૭%) વાવેતર નોંધાયું છે. આ ઉપરાંત અડદનું વાવેતર ૮૪,૫૧૦ હેક્ટરમાં (૧૦૩%) સંપન્ન થયું છે.

સામાન્ય વાવેતર વિસ્તારની સરખામણીએ અન્ય પાકોમાં મકાઈનું ૨.૬૮ લાખ હેક્ટરમાં (૯૫%), તુવેરનું ૨.૩૮ લાખ હેક્ટરમાં (૯૩%), ડાંગરનું ૭.૬૧ લાખ હેક્ટરમાં (૮૬ ટકા), બાજરીનું ૧.૫૧ લાખ હેક્ટરમાં (૮૪ ટકા) અને શાકભાજીનું ૨.૧૭ લાખ હેક્ટરમાં (૮૧ ટકા) વાવેતર થઈ ચૂક્યું છે.

રાજ્યમાં ધાન્ય પાકોનું કુલ ૧૧.૯૯ લાખ હેક્ટર એટલે કે, સામાન્ય વાવેતરની સરખામણીએ ૮૭ ટકા વાવેતર નોંધાયું છે. જેમાં ૭.૬૧ લાખ હેક્ટર વાવેતર સાથે ડાંગર મોખરે અને ૨.૬૮ લાખ હેક્ટર વાવેતર સાથે મકાઈ દ્વિતીય ક્રમે છે. જુવારનું વાવેતર ૧૨,૪૦૨ હેક્ટરમાં થયું છે, જે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન થયેલા ૬,૫૮૧ હેક્ટર વાવેતર કરતાં લગભગ બમણું છે.

કઠોળ પાકોનું કુલ વાવેતર ૩.૫૭ લાખ હેક્ટર એટલે કે, સામાન્ય વાવેતરની સરખામણીએ ૮૬ ટકા સુધી પહોંચ્યું છે. જેમાં મુખ્યત્વે અડદનું ૮૪,૫૧૦ હેક્ટર (૧૦૩%) વાવેતર થયું છે. જ્યારે મગનું વાવેતર ૨૫,૩૦૧ હેક્ટર (૪૫%) અને મઠનું વાવેતર ૮,૬૭૩ હેક્ટર (૫૯%) નોંધાયું છે.

તેલીબિયાં પાકોનું કુલ વાવેતર ૨૫.૯૩ લાખ હેક્ટર એટલે કે, સામાન્ય વાવેતર વિસ્તારની સરખામણીએ ૮૮% નોંધાયું છે. જેમાં, મગફળી અને સોયાબીન ઉપરાંત દિવેલાનું વાવેતર હાલ ૨.૩૮ લાખ હેક્ટર અને તલનું વાવેતર ૧૪,૫૮૧ હેક્ટરમાં થયું છે. અન્ય પાકોમાં, ઘાસચારાનું ૭.૨૧ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે, જે સામાન્ય વાવેતર વિસ્તારના ૭૧% થાય છે. જ્યારે, ગુવાર સીડનું ૩૪,૭૬૨ હેક્ટરમાં એટલે કે, ૪૦% વાવેતર પૂરું થયું છે.

You Might Also Like

ચૈતર વસાવાના ૧૨ ગુનાઓનું લીસ્ટ હાઇકોર્ટમાં આપતી રાજય સરકાર

મુખ્યમંત્રી અને સંગઠનના ટોચના નેતાઓના અચાનક દિલ્હીમાં ધામા

વરસાદનો નવો રાઉન્ડ : ૧3૪ જિલ્લામાં મેઘ મહેર

 રેલવે સ્ટેશનો-ટ્રેનોમાં નાઇટ પેટ્રોલીંગ અને પોલીસ બંદોબસ્ત વધારવાના આદેશ

 સરકારી દસ્તાવેજોની ચકાસણી હવે RTI અરજીકર્તાએ પોતે જ કરવી પડશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જામનગરમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાનો MSME ક્રેડિટ આઉટરીચ પ્રોગ્રામ યોજાયો
રાજકોટ

જામનગરમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાનો MSME ક્રેડિટ આઉટરીચ પ્રોગ્રામ યોજાયો

Editor By Editor 3 days ago
કેર એન્ડ ક્યોર ફાઉન્ડેશનની કેન્સર દર્દીઓ માટે નિઃશુલ્ક ઘરઆંગણે ડ્રેસિંગ સેવા
શહેર ભાજપ દ્વારા ‘તિરંગા યાત્રા’ના આયોજન અંગે હોદ્દેદારોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ
ખાતરના ડિલરો પર ગાળીયો કસતી રાજ્ય સરકાર
કોઠારિયા સોલ્વન્ટ પાસેથી ઝડપાયેલા વિસ્ફોટક સામગ્રી કાંડમાં વધુ એકની ધરપકડ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?