ગુજરાત ગેસના ભાવમાં રૂ.3.૭૫નો તોતીંગ વધારો
જન્માષ્ટમીના તહેવાર પર સામાન્ય પ્રજા અને વાહન ચાલકો પર વધુ એક મોંઘવારીનો બોઝ
અગ્ર ગુજરાત, રાજકોટ
જન્માષ્ટમીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે પ્રજા પર વધુ એક મોંઘવારીનો બોઝ માથે આવ્યો છે. અદાણી બાદ હવે ગુજરાત ગેસ દ્વારા પણ ત્રણ રૂપિયાથી વધુનો વધારો ઝીંકવામાં આવ્યો છે.
છેલ્લા માત્ર એક જ મહિનાના ટૂંકા ગાળામાં ગુજરાત ગેસ કંપની ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં તોતિંગ વધારોકર્યો છે. મોંઘવારીના માર વચ્ચે વાહનચાલકો પર બીજો ફટકો પડ્યો છે. રાજ્યમાં મોંઘવારીના આકરા પ્રહાર વચ્ચે ગુજરાત ગેસ કંપની (Gujarat Gas) દ્વારા CNGના ભાવમાં ફરી એકવાર મોટો વધારો ઝીંકવામાં આવ્યો છે. કંપનીએ ગ્રાહકોને મોટો ઝટકો આપતા CNGના ભાવમાં પ્રતિ કિલો રૂ. 3.75નો તોતિંગ વધારો જાહેર કર્યો છે.
આ નવા વધારા બાદ હવે ગ્રાહકોને CNGનો નવો ભાવ રૂ. 88.76 પ્રતિ કિલો ચુકવવો પડશે. સૌથી ચિંતાજનક વાત એ છે કે, ગુજરાત ગેસ દ્વારા એક જ મહિનામાં આ બીજીવાર CNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના વાહનચાલકોનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.
ગુજરાત ગેસ કંપનીએ આ નિર્ણયથી રાજ્યના અંદાજે 3.34 લાખથી વધુ CNG વાહનચાલકોના ખિસ્સા પર સીધો આર્થિક બોજ પડશે. CNGના ભાવ વધતા ઓટો-રિક્ષા ચાલકો અને નાના માલવાહક વાહન માલિકોનો દૈનિક ખર્ચ વધી જશે. પરિણામે, આગામી દિવસોમાં ઓટો-રિક્ષાના ભાડા તેમજ લોકલ ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં વધારો થવાની પૂરતી શક્યતા છે.
પેટ્રોલ અને ડીઝલના ઊંચા ભાવથી બચવા માટે જે લોકોએ CNG વાહનો અપનાવ્યા હતા, તેઓ પણ હવે સ સતત વધતા ભાવથી પરેશાન થઈ ગયા છે. મોંઘવારીના આ તબક્કામાં સળંગ બીજા વધારાએ સામાન્ય જનતા અને રોજનું કમાઈને રોજ ખાતા રિક્ષાચાલકોની કમર ભાંગી નાખી છે.


