By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 day ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    3 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    4 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: 45 દિવસમાં ટ્રાફિક ચલણ નહીં ભરો તો લાયસન્સ-આરસીનું કામ અટકશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

45 દિવસમાં ટ્રાફિક ચલણ નહીં ભરો તો લાયસન્સ-આરસીનું કામ અટકશે

Editor
Last updated: 2026/08/18 at 4:20 PM
24 minutes ago
Share
45 દિવસમાં ટ્રાફિક ચલણ નહીં ભરો તો લાયસન્સ-આરસીનું કામ અટકશે
SHARE

45 દિવસમાં ટ્રાફિક ચલણ નહીં ભરો તો લાયસન્સ-આરસીનું કામ અટકશે

પાંચ કે તેથી વધુ બાકી ચલણવાળા વાહનો ‘Not to be Transacted’ હેઠળ આવશે; ગુજરાતમાં 12 ઓગસ્ટથી નેક્સ્ટ જનરેશન ચલણ સિસ્ટમનો અમલ શરૂ

અગ્ર ગુજરાત, રાજકોટ

ગુજરાતમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ આપવામાં આવતા ઇ-ચલણ મામલે હવે વાહનચાલકોની બેદરકારી ભારે પડી શકે છે. ગુજરાત પોલીસે 12 ઓગસ્ટ, 2026થી રાજ્યમાં નેક્સ્ટ જનરેશન ચલણ સિસ્ટમનો અમલ શરૂ કર્યો છે. નવી વ્યવસ્થા હેઠળ ચલણ મળ્યા બાદ તેની ચુકવણી અથવા વાંધો રજૂ કરવા માટે ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. સમયસર કાર્યવાહી નહીં કરનાર સામે ડ્રાઇવિંગ લાયસન્સ તથા વાહન રજિસ્ટ્રેશન સંબંધિત કામગીરી અટકાવવાની જોગવાઇ કરવામાં આવી છે.
સુધારેલા નિયમ-167 મુજબ ઇલેક્ટ્રોનિક ચલણ ઓનલાઈન હોય તો ત્રણ દિવસમાં અને રૂબરૂ હોય તો 15 દિવસની અંદર પહોંચાડી શકાશે. ચલણ જારી થયાની તારીખથી 45 દિવસની અંદર તેની રકમ ભરવી પડશે અથવા યોગ્ય દસ્તાવેજી પુરાવા સાથે ઓનલાઈન વાંધો નોંધાવવો પડશે.
માત્ર ચલણ સામે વાંધો નોંધાવવાથી કામ પૂર્ણ માનવામાં આવશે નહીં. વાહન માલિકે પોતાના દાવાને સમર્થન આપતા પુરાવા પણ રજૂ કરવા પડશે. ઉલ્લંઘન થયું ન હોવાનું દર્શાવતા પુરાવા, સ્થાનિક જાહેરનામું, જરૂરી પરવાનગી, માર્ગ પર પ્રતિબંધ અથવા ડાયવર્ઝન અંગેની સૂચના સહિતના દસ્તાવેજો રજૂ કરી શકાશે.
જો 45 દિવસમાં ચલણ સામે કોઈ વાંધો રજૂ કરવામાં નહીં આવે તો ચલણ સ્વીકાર્યું હોવાનું માનવામાં આવશે. ત્યારબાદ પણ ચુકવણી માટે વધુ 30 દિવસનો સમય આપવામાં આવશે. બીજી તરફ, સત્તાધિકારી દ્વારા વાંધો ફગાવી દેવામાં આવે તો તેનો આદેશ મળ્યાથી અથવા પોર્ટલ પર અપલોડ થયાથી 30 દિવસમાં ચલણ ભરવું પડશે. જો કોર્ટમાં જવું હોય તો નિયમ મુજબ 50 ટકા રકમ જમા કરાવ્યા બાદ અદાલતનો સંપર્ક કરી શકાશે.
નવી વ્યવસ્થામાં વારંવાર ટ્રાફિક નિયમો તોડનારા અને ચલણની અવગણના કરનારા વાહનચાલકો પર પણ ખાસ નજર રાખવામાં આવશે. 1 જાન્યુઆરી, 2026થી શરૂ થતા એક વર્ષના સમયગાળામાં પાંચ કે તેથી વધુ ઉલ્લંઘનોને ધ્યાનમાં લેવામાં આવશે. નિર્ધારિત સમયમર્યાદામાં બાકી ચલણનો નિકાલ નહીં થાય તો સંબંધિત વ્યક્તિના ડ્રાઇવિંગ લાયસન્સ અથવા વાહનના રજિસ્ટ્રેશન અંગેની અરજીઓની પ્રક્રિયા અટકાવી દેવામાં આવશે.
આવા વાહનોને ‘Not to be Transacted’ તરીકે ચિહ્નિત કરવામાં આવશે અને બાકી ચલણની ચુકવણી થાય ત્યાં સુધી આ સ્થિતિ યથાવત રહેશે. નિયમો અને કોર્ટના આદેશને આધીન પોલીસ આવા વાહનને અટકાવીને ડિટેઇન પણ કરી શકશે.
પોલીસે વાહનચાલકોને પરિવહન પોર્ટલ પર પોતાના ચલણની સ્થિતિ નિયમિત તપાસવાની અને સમયસર ચુકવણી કરવાની અપીલ કરી છે. ચલણ સામે વાંધો હોય તો નિયત સમયમર્યાદામાં જરૂરી પુરાવા સાથે પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી રહેશે. સાથે જ વાહન માલિકોએ પોર્ટલ પર પોતાનો સાચો અને સક્રિય મોબાઇલ નંબર અપડેટ રાખવો જોઈએ, જેથી ટ્રાફિક ઉલ્લંઘન અને ઇ-ચલણ અંગેની જાણકારી સમયસર મળી રહે.
નવી સિસ્ટમથી ટ્રાફિક ચલણની કાર્યવાહી વધુ ટેક્નોલોજી આધારિત અને સમયબદ્ધ બનશે, પરંતુ સાથે જ વાહનચાલકો માટે એક બાબત સ્પષ્ટ છે કે ચલણને નજરઅંદાજ કરવું હવે મોંઘું પડી શકે છે.

 

You Might Also Like

વોર્ડ નં.૧પમાં ગંજીવાડા શેરી નં.૧ થી ૭માં રૂ.૧૪.૨૦ લાખના ખર્ચે ડ્રેનેજ લાઇન કામનું ખાતમુહૂર્ત

વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અને ઈકોનોમિક ફોરમના સ્વામી વિજ્ઞાનાનંદજી કરશે સૌરાષ્ટ્રનો પ્રવાસ

સ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું સન્માન

આવકવેરા કમિશ્નર કચેરીમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

પુજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા સ્વાતંત્ર પર્વની આન, બાન અને શાનથી ઉજવણી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાતના 19 પોલીસ અધિકારી-કર્મચારીઓને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ
ગુજરાતરાજકોટ

ગુજરાતના 19 પોલીસ અધિકારી-કર્મચારીઓને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ

Editor By Editor 4 days ago
રાજકોટમાં ‘રોયલ એકેડેમી ઈન્ડિયા’ દ્વારા તા. ૧૬ ઓગસ્ટે ૭૭મો લાઈવ ગ્રાન્ડ શો યોજાશે
રાજકોટ શહેર મહિલા મોરચા દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મોકલાયું ‘રક્ષા કવચ’
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટેલમાં હાઇપ્રોફાઇલ જુગારધામ પર દરોડો : ૯ શખ્સો ઝડપાયા
સાવરકુંડલાની લલ્લુભાઈ શેઠ હોસ્પિટલને મુખ્યમંત્રી અને રાજ્યપાલના હસ્તે રાજ્યકક્ષાએ ગૌરવપૂર્ણ સન્માન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?