જૈન સોશ્યલ ગ્રુપ અને સંગીની એલીટ આયોજીત બ્લડ કેમ્પમાં 1404 બોટલ એકત્ર
લક્કી ડ્રો દ્વારા 43 રકતદાતાને ટીવી, ફ્રીઝ, એરકુલર, ટ્રોલી બેગ, ફેન, જ્યુસર, પેન સેટ જેવા મેગા ઇનામો વિતરણ
અગ્ર ગુજરાત, રાજકોટ
જૈન સોશ્યલ ગ્રુપ્સ ઈન્ટ. ફેડરેશન આંતર રાષ્ટ્રીય સંસ્થા છે, જેમા દેશ-વિદેશમાં પોતાના 418 ગ્રુપ્સ અને 90000 થી વધુ સભ્યો ધરાવતી સંસ્થા છે. સૌરાષ્ટ્ર રીજીયન આયોજીત રાજકોટ ઝોન પરિવાર સંકલિત જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ એલીટ અને એલીટ સંગીની પ્રાયોજીત સતત સાતમા વર્ષે પણ મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન ગત તા.16 ઓગષ્ટ 2026નાં રોજ જનકલ્યાણ હોલ, મહાવીર સ્વામી ચોક (એસ્ટ્રોન ચોક), રાજકોટ ખાતે સવારે 8.00 થી બપોરે 2.00 દરમ્યાન કરવામાં આવેલ હતું.
આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં મુખ્ય દાતા અદાણી ફુડનાં જીતુભાઈ અદાણી, મહાવીરભાઈ અદાણી અને સિઘ્ધાર્થભાઈ અદાણી તથા અદાણી પરિવાર (અદાણી મસાલા) તેમજ સહયોગી દાતા જૈલેશભાઈ મહેતા પરિવાર, ફેડરેલ બેન્ક, હીતેશભાઈ મહેતા પરિવાર, નીતીનભાઈ કામદાર (જુલીયાના), માતુશ્રી રંજનબેન જયસુખલાલ પટેલ, જીજ્ઞેશભાઈ ખખ્ખર (રેશમ), ડો.ભટ્ટ લેબોરેટરી દ્વારા ડીસ્કાઉન્ટ કુપન તેમજ લક્કી ડ્રો દ્વારા 43 ભાગ્યશાળી રકતદાતાને 43” ટીવી, પચાસ લીટર નું ફ્રીજ, એરકુલર, ટ્રોલી બેગ, 21 ચાંદીની ગીની, ઉષા વોટર ડીસ્પેન્સર, ફીલીપ્સ એર ફ્રાયર, પેડસ્ટલ ફેન, સાઈકલ, મહારાજા જયુસર, પ્રેસ્ટીઝ પેન સેટ, પ્રેસ્ટીઝ ઈલેકટ્રીક કેટલ, મીલ્ટન વોટર જગ, પીઝન ઈન્ડકશન, પાંચ એર બડ્સ, પાંચ પાવર બેન્ક, અસીમ પરફ્યુમ તરફથી પરફયુમ સ્પ્રે આપવામાં આવેલ હતા.
આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ મેઈન, વેસ્ટ, મીડટાઉન, ડાઉન ટાઉન, રોયલ, યુવા, સેન્ટ્રલ, જેમ, જૈન જાગૃતિ સેન્ટર, દિગંબર જૈન સોશ્યલ ગ્રુપ, જૈન યુવા ગ્રુપ, જૈન યુવા જુનીયર તથા સંગીની મીડટાઉન, સંગીની ડાઉનટાઉન, જૈન ફોર યુ-રાજકોટ, જેબીઓ રાજકોટ નો વિશેષ સહકાર સાંપડયો છે.
આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં સૌરાષ્ટ્ર રીજીયન ચેરમેન સેજલભાઈ કોઠારી, ફેડરેશનનાં ઉપપ્રમુખ મનીષભાઇ દોશી, ફેડરેશન જોઈન્ટ સેક્રેટરી ડો.ચેતનભાઈ વોરા, આઈ.ડી. નીલેશભાઇ કામદાર, ફેડરેશન પૂર્વ પ્રમુખ હરેશભાઈ વોરા, પૂર્વઈલેકટ ચેરમેન ભાવિકભાઈ શાહ, વાઇસ ચેરમેન જયેશભાઇ વસા, સેક્રેટરી મેહુલભાઈ દામાણી તથા જોઈન્ટ સેક્રેટરી રાજેશભાઈ મોદી અને ઉન્મેશભાઈ કુંડલીયા તેમજ ટ્રેઝરર કુણાલભાઈ મહેતા, ઝોન કો-ઓર્ડીનેટર જીજ્ઞેશભાઈ મહેતા, ઝોન કો-ઓર્ડીનેટર સચીનભાઈ શાહ, સૌરાષ્ટ્ર રીજીયન સંગીની ક્નવીનર સેજલબેન દોશી, સૌરાષ્ટ્ર રીજીયન પી.આર.ઓ. હીરબેન દામાણી, પી.આર.ઓ. એડમીન મીરાબેન દોશી, ઝોન કો. ઓર્ડીનેટર જીજ્ઞેશભાઈ મહેતા,ઝોન કો. ઓર્ડીનેટર મુગટલાલ શાહ, સૌરાષ્ટ્ર રીજીયન વિવિધ કમિટી ચેરમેનો, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, સ્ટેન્ડીંગ કમીટી સભ્ય ધૈર્યભાઈ પારેખ, જીતુભાઈ કોઠારી, રાજુભાઈ બાટવીયા, હિતેશભાઈ મહેતા, શૈલેષભાઈ માંઉ, અનીષભાઈ વાધર, અમીષભાઈ દેશાઈ – તપસ્વી ઈન્ટરનેશનલ સ્કુલ, ડો.દિપકભાઈ મહેતા, ડો.કુમુદભાઈ પટેલ, બોલબાલા ટ્રસ્ટ પ્રમુખ જયેશભાઈ ઉપાઘ્યાય ઉપસ્થિત રહયા હતા.
આ મહા રકતદાન કેમ્પમાં વિશ્વા કામદાર, ઈમરાનભાઈ અજમેરી, ભાવિકભાઈ અવલાણી, રક્ષીતભાઈ ગાંધી, ધવલભાઈ મહેતા, નૈમીષભાઈ સુચક, મેહુલભાઈ પાંભર, હીરેનભાઈ ઈડા, ડો.મયંક ગૌસ્વામી, રાજીવભાઈ દવે, સુવાસભાઈ ચાવડા, સુફીયાન જીવાણી, જયમીન સંઘાણી, ઝલક ઝાટકીયા, બાલકૃષ્ણ નકુમ, કૃષ્ણકાંત રૂઘાણી, રવિન્દ્ર ગોસાઈ, મીત મહેતા, હાર્દિક વ્યાસ, દર્શિતાબેન ચૌહાણ, ભાવિશાબેન વિરાણી ને લક્કી ડ્રો દ્વારા ચાંદીની ગીનીનાં વિજેતા જાહેર કરવામાં આવેલ હતા. જયારે એલ.ઈ.ડી. ટીવી – જયેશભાઈ વખારીયા, ઓફીસ ફ્રીઝ – પિયુષભાઈ બોદર, સાઈકલ – બ્રિજ શ્ોઠ, વોટર ડીસ્પેન્સર – હાર્દિક વંડરા, ફીલીપ્સ એર ફ્રાયર – સતીષ મુથરેજા, ટેબલ ફેન – દીપક ચુડાસમા, ટ્રોલી બેગ સેટ – જીજ્ઞેશભાઈ દોશી, જયુસર – નવનીતભાઈ, ફ્રાય પેન સેટ – બ્રિજ પારેખ, ઈલેકટ્રીક કીટલી – બીપીનભાઈ વોરા, વોટર જગ – અંકુશ્ા ઓસવાલ, ઈન્ડકશન ચુલો – રૂષિકભાઈ, પાંચ નંગ એરબડનાં વિજેતા રાધીકા પટેલ, રોહીત તુરખીયા, પ્રતાપ મોઢ, અલ્પેશ ચૌહાણ, દિપ ચંદારાણા તથા પાંચ પાવર બેન્કનાં વિજેતા ધર્મેશ્ા પટેલ, નૈમિષ લુણાગરીયા, કૌશલ દોશી, અફઝલ ભારમલ, રાજેશ શિંગાળા લક્કી ડ્રો દ્વારા વિજેતા જાહેર કરીને ઈનામો આપવામાં આવેલ હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ એલીટનાં પ્રમુખ અભયભાઈ દોશી, સેક્રેટરી જીજ્ઞેશભાઈ બોરડીયા, જોઈન્ટ સેક્રેટરી વિમલભાઈ બાટવીયા તથા બ્લડ ડોનેશન કમિટી ચેરમેન ચેતનભાઈ પંચમીયા, પ્રોજેકટ ચેરમેન જીજ્ઞેશ બોરડીયા – જીતુ પંચમીયા – ધવલ સંઘવી – ડો.હીરેન પટેલ, પ્રોજેકટ કમીટીનાં પરાગ મહેતા, ધવલ શાહ, આકાશ શાહ, રવિ મહેતા, ચિરાગ મહેતા, નિપેશ્ા દેસાઈ, નિરવ મહેતા, વિરલ કામદાર, શ્રુતી શાહ, સોનલ દોશી, સોનલ દેશાઇ, અવની બાવીશી, અમી પંચમીયા, દિપાલી દોશી, આરતી મહેતા, જીનલ મહેતા, પાયલ ગાંધી, દિપ્તી ગાંધી, કલ્પા પંચમીયા, મૈત્રી ગાંધી, કાજલ બોરડીયા, પ્રિયાંશી બોરડીયા, ઝરણા બાટવીયા સહીતનાં લોકો જહેમત ઉઠાવી હતી.


